SlideShare a Scribd company logo
˜IWäWI, ¥WZÏI äWTR ¥WWwWZT óWTW ¥WWX§WI ¥Wc©W©Wg PY.£WY.Ih¡Wg X§WX¥WNcP ¥WWNc ¤WW©IT X˜ÅyNÂoW ˜c©W, ø-1304, ø.AWB.PY.©WY. ByP. AcXT¦WW, ¥WcNhPW, TWLIhN AyWc ©WWwWcL ¡§WhN yWÈ.106, ø.AWB.PY.©WY.-1, LcvW¡WZT ThP, L½yWWoWQ (oWZLTWvW) wWY ¥WZXÏvW AyWc ¡§WhN yWÈ.11, £WYýc-¯WYýc ¥WWU, ¡WcTc¥WWEyN ¡§WWMW, XI©WWyW¡WTW rWhI ¡WW©Wc, TWLIhN-360 001wWY ˜IWXäWvW.
AcXPNT (oWZLTWvW) : A¨WyWYäW LdyW*, (*©W¥WWrWWT ¡W©WÈRoWY ¥WWNc ¡WY.AWT.£WY. AcmN VcOU L¨WW£WRWT) ShyW : 0281-3988885, Scm©W : 0281-2465071-72 RNI NO. GUJGUJ/2005/15322
તંત્રી લેખ 8¾,રાજકોટ,શુક્રવાર,13માર્ચ,2015
નોંધ : આ પાના પર પ્રકાશિત લેખોમાં વ્યકત
થયેલા વિચારો લેખકોના પોતાના છે. દિવ્ય
ભાસ્કર તેની સાથે સંમત હોય એ જરૂરી નથી.
‘આપ’નોમુખવટોઊતરીગયો
‘આમ આદમી પાર્ટી’ પર દરરોજ નવા-નવા ડાઘ લાગતા જઈ રહ્યા છે.
રસપ્રદ એ છે કે આ તમામ ઘટનાક્રમમાં પક્ષના નેતાઓ જ સંડોવાયેલા
છે. તેમાં જો સીધી હિંસક વાતનો અભાવ હતો તેને ગુરુવારે વિદ્રોહી
‘આપ’ નેતા રાજેશ ગર્ગે પૂરી કરી નાખી. તેમણે જણાવ્યું કે, તેમને એક
વિદેશી ફોન નંબર પરથી ધમકી મળી હતી. બુધવારે ભૂતપૂર્વ ધારાસભ્ય
ગર્ગની ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે ગત જુલાઈમાં ફોન
પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું, જેમાં કેજરીવાલ
કોંગ્રેસના છ ધારાસભ્યોને તોડીને દિલ્હીમાં ફરીથી સરકાર બનાવવાની
વાત કરતા સંભળાઈ રહ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આસિફ
મોહમ્મદ ખાનનો દાવો છે કે, ‘આપ’ નેતા સંજય સિંહે કેજરીવાલને ટેકો
આપવાના બદલામાં તેમને મંત્રીપદ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
આસિફના અનુસાર સંજય સિંહ સાથે થયેલી આ વાતચીનું રેકોર્ડિંગ તેમની
પાસે છે. આ બાબતો છેલ્લા અનેક દિવસથી પક્ષના અંદર ચાલી રહેલા
આરોપ-પ્રત્યારોપનો બીજો અધ્યાય છે. બે સંસ્થાપક સભ્યો પ્રશાંત ભૂષણ
અને યોગેન્દ્ર યાદવને ‘આપ’ની રાજકીય બાબતોની સમિતિમાંથી હાંકી
કઢાયા છે અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની માગણી કરતાં પક્ષનાં
ધારાસભ્યોનાં એક પત્ર પર હસ્તાક્ષર કરાવાયા હતા. આ બાજુ ભૂષણ,
યાદવ અને કેટલાક અન્ય નેતાઓ તથા પક્ષના ‘લોકપાલ’ એડમિરલ
રામદાસે કેજરીવાલ જૂથ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બધાનો
સારાંશ એવો નીકળે છે કે, અણ્ણા આંદોલન સાથે સંકળાયેલા એક જૂથે
ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનથી બનેલી પોતાની પ્રતિષ્ઠાનો ફાયદો પોતાની
રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે કર્યો છે. સ્વચ્છતા, ઈમાનદારી,
સ્વરાજ જેવા શબ્દોથી તેમણે ‘આપ’ નામનો સ્વાંગ ઊભો કર્યો, જેનાથી
દેશભરમાંથી તેમને લોકોનું નૈતિક સમર્થન મળ્યું, જ્યારે દિલ્હીના મતદારો
બે વખત છેતરાયા છે. જોકે, ગયા મહિને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી
નહીં કલ્પેલી સફળતાને આ નેતાઓ પચાવી શક્યા નથી. તેમની અંગત
મહત્વાકાંક્ષાઓની સ્પર્ધાએ તેમના દ્વારા રચવામાં આવેલો સ્વાંગ ઉઘાડો
પાડી દીધો છે. ત્યાર બાદ બીજી પક્ષોથી શ્રેષ્ઠ લાગવું તો બાજુ પર રહ્યું, હવે
‘આપ’નો ચહેરો અત્યંત બદસૂરત દેખાવા લાગ્યો છે. આ ઘટનાક્રમ બાદ
રાજકીય આંદોલનો દ્વારા કંઈક નવું ઘટવાની સંભાવનાઓ પ્રત્યે સામાન્ય
પ્રજાના વિશ્વાસને પણ ઠેસ પહોંચી છે.
feedback : humarehanuman@gmail.com | divyabhaskar.com
તણાવનેસંતોષથીકાબૂમાંરાખો
પં. વિજયશંકર મહેતાજીવન-પંથ}
આજે પ્રબંધનના યુગમાં મહત્વાકાંક્ષી હોવાને પણ
એક લાયકાત માની લેવાઈ છે. સફળતા પ્રાપ્ત કરવી
આપણો અધિકાર છે. સફળતા પ્રાપ્ત કરવા માટે
મહત્વાકાંક્ષી હોવું કોઈ ખરાબ વાત નથી. મહત્વાકાંક્ષા
જ્યાં સુધી પ્રેરણા બનેલી રહે ત્યાં સુધી તો ફાયદાકારક
છે, પરંતુ આપણે ભુલી જઈએ છીએ કે મહત્વાકાંક્ષાના
અંદર પણ એક લાગણીપૂર્ણ આવેગ હોય છે. આવેગ અને આવેશ ગમે
તેવો હોય, ભવિષ્યમાં મુશ્કેલી સર્જશે. બીજા સાથે હરિફાઈ કરીને ઈચ્છીત
ફળ પ્રાપ્ત કરવું આજની પ્રબંધનની શૈલી છે. જ્યારે આવું બનતું નથી ત્યારે
માણસ નિરાશ થઈ જાય છે. મહત્વાકાંક્ષા તીવ્ર આકાંક્ષામાં બદલાઈ જાય
છે. જે લાયકાત છે તે પીડા પહોંચાડવા લાગે છે અને અહીંથી જ તણાવ
પેદા થાય છે. ભણેલા-ગણેલા લોકોમાં તણાવ સંબંધિત ઘટનાઓ વધુ
સર્જાય છે. એવું નથી કે અભણ વ્યક્તિ તણાવમાં આવતો નથી. તણાવ
જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાક્ષર અને નિરક્ષરમાં એક જ સ્વરૂપમાં પ્રવેશે
છે. જે લોકો ઓછું ભણેલા હોય છે તેઓ તણાવને એ જ સ્વરૂપમાં લે છે જે
સ્વરૂપમાં તે આવ્યો હોય છે. ભણેલા-ગણેલાની સાથે મુશ્કેલી એ છે કે એ
તણાવમાં પોતાનું ઘણું બધું ઉમેરી દે છે. તેની એકેડમિક વિશેષતા પણ તેના
તણાવને નવાં-નવાં સ્વરૂપો આપવા લાગે છે અને ભણેલો-ગણેલો વ્યક્તિ
ગુંચવાઈ જાય છે. આ બાજુ મહત્વાકાંક્ષા ખુબ જ મહેનત કરાવી ચૂકી છે
તો વ્યક્તિ શરીરથી થાકી ચૂક્યો હોય છે. તણાવની બાબતે મન પોતાનું
કામ કરી રહ્યું હોય છે. આપણો આત્મા સાથે પરિચય હોતો નથી, એટલે
આપણે શરીર અને મનમાં જ ગુંચવાઈ જઈએ છીએ. આથી ભણેલા-
ગણેલા વ્યક્તિઓએ પોતાની મહત્વાકાંક્ષા સાથે સમાધાન ન કરવું જોઈએ.
તેને જાગૃત જરૂર રાખવી જોઈએ, પરંતુ સાથે જ જીવનમાં સંતોષ પણ
માનવો જોઈએ. અનેક લોકોનો એ ભ્રમ છે કે સંતોષ અને મહત્વાકાંક્ષા
બંને એકસાથે ચાલી શકે નહીં. આ ભ્રમને દૂર રાખવો જોઈએ. મહેનત
શરીરની બાબત છે, મહત્વાકાંક્ષા તેની સાથે જ જોડાયેલી છે.
‘આત્મહત્યા’નોરામબાણઈલાજ‘આવતીકાલ’છે!
જિંદગીકુદરતનીદેનછે|જીવવુંએમાણસનીદિવ્યફરજછે,કોઈપણહાલતમાંજેજીવેછેતેબહાદુરછે
જીવન ઈશ્વર- અલ્લાહે બક્ષ્યું છે એટલે એ જીંદગીનો અંત
આણવો તે પણ કુદરતના હાથમાં જ છે. એટલે તમને
તમારી જીંદગીનો અંત આણવાનો અધિકાર નથી.’ આવા
ડહાપણવાળા સૂત્રો શેક્સપિયરથી માંડીને ભારતમાં યુ. જી. કૃષ્ણમૂર્તિ
અને જે. કૃષ્ણમૂર્તિ કે તમામ સંતો બોલી જાય છે... પણ તો ય આપઘાત
રોકાતા નથી. આપઘાત વિશે દર બીજા વર્ષે હું પણ ડાહ્યા-ડમરા લેખો લખું
છું. મારી એકલતા અને પેરેલીસીસની પીડા અસહ્ય થતાં મને પણ જીવવું
એ બોજારૂપ લાગતું હતું- લાગે છે. પણ હું કદી જ મરવાનો વિચાર નહીં
કરું... તેમ છતાં કોઈ આપઘાત કરે તેને હું દોષ નહીં દઉં. ‘અમેરિકન
સ્કોલર’ નામના મેગેઝિનમાં મેડમ જેનિફર માયકલે લખ્યું છે, ‘ટુ વીલ ઈઝ
એન એક્ટ ઓફ કરેજ.’ આજના વિકટ સંયોગોમાં જીવવું એ મોટામાં મોટી
બહાદુરી છે. જગતભરના સાહીત્યમાં આપઘાત કરનારાના વાર્તા જેવા
કિસ્સા હોય છે. અતિ બહાદુરમાં બહાદુર માણસ પણ આપઘાત કરે છે.
‘મેટામોર્ફોસીસ’ નામના પુસ્તકમાં ‘એજાકસ’ નામના બહાદુર યોદ્ધાની
સાચી કથા છે. આ એજાક્સ (AJAX) જે કોઈ યુદ્ધ લડતો તે જીતી જતો. તે
ગ્રીસમાં દેવતાની જેમ પૂજાતો હતો, પણ ડો. જેનીફર લખે છે કે તેને કોઈ
દુશ્મન જીતી ન શકયો પણ તેના જીવનની ગમગીનીએ તેને જીતી લીધો!
એજાકસે પોતાની જ તલવારથી પોતાનું મૃત્યુ નોતર્યું હતું. આજે અમેરિકન
લશ્કર ખાતાનાં આંકડા કહે છે કે, અમેરિકન સોલ્જરો છેલ્લે છેલ્લે યુદ્ધથી
નથી મર્યા તેટલા આપઘાતથી મરે છે. 52ટકા સોલ્જરો જેણે આપઘાત
કરેલા તેમને કદી જ યુદ્ધમાં જવું પડ્યું નહોતું પણ યુદ્ધમાં જવાના ભયમાં
ને ભયમાં આપઘાત ર્ક્યો! અમેરિકામાં આજે ખૂન થાય છે તેના કરતાં
આપઘાત વધુ થાય છ! ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’નો 2006નો આંકડો
કહે છે કે, જગતમાં દરેક 40 સેકન્ડે એક આપઘાત થાય છે અને જ્યારે પણ
કોઈ દેશના અખબારોમાં આપઘાતને આવકારતા લેખ લખાય કે બીજે જ
દિવસે આપઘાતના ડઝનબંધ કિસ્સા બને છે. હું દૃઢ રીતે માનું છું કે માણસે
જીવવું એ દીવ્ય ફરજ છે. કોઈપણ હાલતમાં જે જીવે છે તે બહાદુર છે.
મને લાગે છે કે, આપઘાતની વાતને સ્પષ્ટ રીતે નકારી કાઢવામાં મને
સૌથી ઉત્તમ વાત જ્યોર્જ બર્નાર્ડ શોની લાગી છે. હું પોતે આજે કાગળોના શું
ફોનથી જવાબ આપી શકતો નથી, તેમાં પેરેલીસીસ કારણભૂત છે. જ્યોર્જ
બર્નાર્ડ શોએ કાગળોના જવાબ આપવાનું એટલે બંધ ર્ક્યું કે, એના વાચકો
જવાબને બહાને બર્નાર્ડ શોના ઓટોગ્રાફ મેળવતા માગતા હતા! બર્નાર્ડ શો
જ્યારે 90 વર્ષના હતા ત્યારે તેમના ઉપર એક પત્ર આવ્યો.
કાગળ આ રહ્યો :- ‘મારો આત્મા પીડાઈ રહ્યો છે. આ પીડા એટલી
વધી છે કે મારા શરીરની તમામ તાકાત જાણે ચૂસાઈ રહી છે અને કેટલીક
વખત મારી પીડા એટલી વધી જાય છે (બીમારી થકી) કે મને આત્મહત્યા
કરવાનું મન થાય છે. માત્ર મારી આત્મહત્યા જ
નહીં પણ મારી સાથોસાથ મારા બાળકોને પણ
મારી નાખવાનું મન થાય છે. મારી પત્ની તો
ભાગ્યશાળી છે અને હીંમતવાન છે કે તે આપઘાત
કરી શકી. હવે મારે આ સતત આત્મહત્યાના
વિચારોમાંથી કેમ મુક્ત થવું? મને ડહાપણનો
કોઈ રસ્તો બતાવો. કારણ કે હું માનુ છું કે આ
દેશમાં જ્યોર્જ બર્નાર્ડ શોથી વધુ કોઈ ડાહ્યો માણસ નથી...’ લી... એસ.
જ્યોર્જ બર્નાર્ડ શો કોઈને પત્ર લખતા નહોતા પણ વહેલી સવારે ઉઠીને
તેમણે આ યુવાનને પત્ર લખ્યો:- ‘તારે જો આત્મહત્યા કરવી હોય તો તારે
પોતે જ તે નક્કી કરી લેવું જોઈએ. અખબારો વાંચીને બીજા આપઘાત કરે
છે તેનાથી ઉત્તેજીત થઈને કે તેનાથી પ્રભાવિત થઈને આપઘાત ન કરવો.
તમામ વ્યક્તિની પોતપોતાની સ્થિતિ હોય છે. પોતપોતાના સંયોગો હોય
છે અને દરેક વ્યક્તિના જીન્સ જુદા જુદા હોય છે...અરે એ યુવાન! તને જો
એમ લાગતું હોય કે તારા જીવનનો કોઈ અર્થ નથી અને જગત માટે કે તારા
બાળકો માટે તું સાવ નક્કામો છો તો તે સમસ્યાના ઉકેલ માટે જ્યારે પણ
આપઘાત કરવાનું વિચારે ત્યારે તારા આ નિર્ણયને તું આવતીકાલ ઉપર
મુલતવી રાખજે. આજે દુનિયામાં હજારો નહીં કે લાખ્ખો નહીં પણ કરોડો
લોકો તારા જેવું વિચારે છે, પણ એ તમામ આત્મહત્યાને મુલતવી રાખે છે?
બની શકે આજે જ સાંજે એવું કશુંક રસપ્રદ બને અને તારા જીવનમાં ફરી
તને રસ જાગે અને તને જીવવાનું મન થઈ જાય... તો તું જરૂર મરવાનું
મુલતવી રાખે એ તારા લાભમાં છે અને તારા બાળકોનાં નસીબ છે.’
‘અને તું બાળકોને પણ મારી નાખવાની વાત કરે છે! તો એ કામ તો
કોઈ પાગલ માણસ જ કરી શકે- ડાહ્યો માણસ નહીં. તને ખબર ન હોય
અને તેમની મા વગર પણ તારા બાળકો તો મોજમસ્તીમાં જીવતા હોય છે.
તેમને તેમની માતાનું મરણનું દુ:ખ ભુલાઈ ગયું છે એટલે તેને પણ તું મારી
નાખવાની વાત કરે છે તે સાવ અર્થહીન, દયાહીન અને લોજીક વગરની
છે. અરે! એમ કેમ વિચારતો નથી કે તારા બાળકોમાંથી એકાદ બાળક
મોટો થઈને ખુબ ભણશે, ખુબ વાંચશે, તેને પ્રેમ કરવા માટે તેને મનપસંદ
કોઈ સુંદરી મળી જશે. એમને મારી નાખવાનો તને હક્ક નથી. પાપ છે.’
‘દાખલા તરીકે મહાન સંગીતકાર બિથોવન અને આઈઝેક ન્યુટન જેવા
વિજ્ઞાની જ્યારે બાળક હતા ત્યારે સાવ બુડથલ હતા. નક્કામા ગણાતા,
પણ મોટા થયા ત્યારે જિનીયસ થયા... તો તું એવું કેમ વિચારતો નથી કે
તારા બાળકમાંથી એકાદ મોટો જિનીયસ થશે... હવે બર્નાર્ડ શો તરીકે હું
મારી જ વાત કરું. મારા પિતા તેના જીવનમાં સતત નિષ્ફળતાને વરેલા
હતા. માત્ર વૃદ્ધાવસ્થામાં તે થોડાક સુખી હતા. બાકી તો... વાત ન પૂછો.
મને કહેવાનું મન થાય છે કે કદાચ મારા પિતાએ કંટાળીને પોતાની સાથે
સાથે મને (બર્નાર્ડ શોને) મારી નાખ્યો હોત તો? પણ મારા પિતાએ હતાશ
થવા છતાં આવું કૃત્ય ર્ક્યું નહીં. હે યુવાન! મરવાનું મન થાય ત્યારે તું
રોજ રોજ ‘આવતીકાલ’ ઉપર મરણને મોકુફ રાખજે. દરમિયાન કોઈ
સાયકીએટ્રીસ્ટને (માનસ ચિકીત્સક) તારી હાલત કહેજે. કારણ કે સતત
મરવાના વિચાર કરવા તે પણ એક માનસિક રોગ છે અને હું ડોક્ટર નથી.
હું તો શબ્દોનો સોદાગર છું. હું તો તને કહું છું કે આત્મહત્યાની ચોટડુક
દવા ‘આવતીકાલ’ છે! તું જ્હોન સ્ટુઅર્ટ મીલની આત્મકથા વાંચી જોજે.
તને પ્રેરણા મળશે.
"આ
કાન્તિ ભટ્ટ
રેપોરેટઘટવાથીમળેછેસસ્તીલોનસ્ટેટબેન્કઓફઈન્ડિયાએગુરુવારેજપોતાનીહોમલોનનાંગ્રાહકોનેહોમલોનનાજદરપરપર્સનલલોનઆપવાનીયોજનારજુકરીછે.ગયાબુધવારેરિઝર્વબેન્કેઅચાનકએકવખત
ફરીથીરેપોરેટમાંઘટાડોકરીદીધોહતો.આદરદોઢમહિનામાંબીજીવખતઘટાડાયોછે.રિઝર્વબેન્કરેપોઅનેસીઆરઆરનોઉપયોગકરીનેઈકોનોમીનેપ્રભાવિતકરેછે.
તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં
ઘટાડો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રીએ રિઝર્વ બેન્કના
ગવર્નરને જણાવ્યું હતું કે તેઓ રેપો રેટમાં ઘટાડો
કરે છે. 0.25 ટકાના ઘટાડા બાદ તે 7.75 ટકા
થઈ ગયો છે. જોકે બે મહિનામાં બીજી વખત રેપો
રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને રિઝર્વ બેન્કે સૌને
ચોંકાવી દીધા છે. હવે આ દર 7.5 ટકા છે.
શુંછેરેપોω?
રેપો રેટનો અર્થ છે ‘રી પરચેઝ રેટ’ એટલે કે ફરીથી
ખરીદવાનો દર. આ એ રેટ છે, જેના પર ભારતીય
રિઝર્વ બેન્ક બેન્કોને પૈસા આપે છે. આ પૈસા જ્યારે
બેન્કો પાસે પૈસા હોતા નથી ત્યારે અપાય છે.
આને ઓછા સમય માટે લોન લેવાનું રી-પરચેઝ
ઓપ્શન પણ કહેવાય છે. તેમાં બેન્કોને તમામ
ડિપોઝિટ રિઝર્વ બેન્કને વેચવાની હોય છે, જેથી
તેના બદલામાં તે કેટલાક પૈસા એકઠા કરી શકે.
નાણાનીહેરાફેરી
આ મની સપ્લાય પર આધાર રાખે છે, જે દેશના
ચલણના તંત્રને નિર્ધારિત કરે છે. બેન્કોની તમામ
ડિપોઝિટ વેચાઈ જતાં બેન્કોને વધારાના પૈસા મળે
છે. તેનાથી બેન્ક પોતાનાં ગ્રાહકોને વધુ લોન
આપી શકે છે અને વ્યાજદરમાં પણ ઘટાડો કરે છે.
ઉદાહરણથીસમજીએ
ઉદાહરણ તરીકે માની લો કે બેન્ક પાસે એક
સરકારી ડિપોઝિટ છે, જેની કિંમત રૂ.100 છે.
એક વર્ષમાં મેચ્યોર થતાં રૂ.110 થશે. બેન્ક આ
પ્રકારની ડિપોઝિટ રિઝર્વ બેન્કને વેચી શકે છે અને
તેના બદલામાં પૈસા લઈ શકે છે. જો બેન્ક તેને
રૂ.105માં વેચે તો વ્યાજ 5 ટકા થઈ જશે. રેપો
રેટ ઓછો હોવાથી બેન્કોને સસ્તા દરે પૈસા મળે છે.
દુનિયામાંચલણ
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાર પ્રકારનો રેપો
હોય છે. તેનું સમયગાળા અને કિંમતને આધારે
વર્ગીકરણ કરેલું હોય છે. જેમાં બાય-સેલ બેન્ક
રેપો, ક્લાસિક રેપો બોન્ડ બોરોઈંગ, લેન્ડિંગ
અને ટ્રાઈપરટાઈટ રેપો હોય છે. જોકે, આપણાં
દેશમાં વધુ એક રિવર્સ રેપોનો ઉપયોગ જ કરાય
છે. દેશનું રેપો બજાર આરબીઆઈ નિયંત્રિત કરે
છે. વર્તમાનમાં દેશમાં માત્ર 64 સંસ્થાઓને જ
રેપોની મંજુરી છે. આ સોદા કેન્દ્રીય અને સરકારી
ડિપોઝિટ, જેમાં ટ્રેઝરી બિલમાં કરાય છે.
રિવર્સ રેપો, રેપોથી એકદમ વિરુદ્ધ હોય છે.
રિઝર્વ બેન્કને જ્યારે લાગે કે સિસ્ટમમાં જરૂર કરતાં
વધુ પૈસા છે તો રિવર્સ રેપોનો ઉપયોગ કરાય છે.
રિવર્સ રેપોમાં બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી સરકારી
ડિપોઝિટ ખરીદે છે અને તમામ બેન્ક નિયામક
એટલે કે આરબીઆઈને પૈસા આપે છે.
કેવીઅસરω?
રિઝર્વ બેન્કે છેલ્લી વખતે રેપો રેટ ઘટાડતાં પહેલાં
બેન્કોને અપાતી લોનને મોંઘી કરી દીધી હતી. તેના
કારણે દરેક બેન્કો લોન પરનાં પોતાનાં વ્યાજદર
ઘટાડી શકતી ન હતી. પરિણામે લોન લેવાની
સંખ્યામાં ઘટાડો થાય છે. બજારમાં નાણાંની
અછત સર્જાય છે અને પરચેઝિંગ પાવર ઘટવા
લાગે છે. મોંઘવારીનો દર ઊંચો હોય ત્યારે આ
સમસ્યા ગંભીર બને છે. રેપો રેટ વધે તો વ્યાજ દરો
પણ વધે છે. રેપો અને રિવર્સ રેપો બંનેને પોલિસી
રેટ માનવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઈકોનોમીને
કેન્ટ્રોલમાં રાખવા તેનો ઉપયોગ કરે છે.
રેપોનાઉપયોગ
રેપોના ફાઈનાન્શિયલ અને ડેબિટ માર્કેટમાં અનેક
ઉપયોગ છે-
1. રેપો માર્કેટના સક્રિય હોવાથી મની માર્કેટમાં
ટર્ન ઓવર વધી જાય છે.
2. કોઈ સંસ્થા અને કંપની માટે રેપો ફાઈનાન્સનો
એક સારો સ્રોત હોય છે. તેનાથી બજારમાં
પૈસાની આવક વધે છે.
રેપો રેટ એટલા માટે પણ મહત્વનો છે, કેમ કે બેન્કો પોતાની દરરોજની તરલતા કે લિક્વિડિટી કે કેશ ફ્લોને તેના દ્વારા જ
નિયંત્રિત કરે છે. રિઝર્વ બેન્ક અર્થતંત્રને કાબુમાં રાખવા માટે રેપો રેટનો ઉપયોગ કરે છે.}ફેક્ટ
ડો. શર્મિષ્ઠા શર્મા
એસોસિએટ પ્રોફેસર,
ઈન્સ્ટીટ્યુટ ઓફ
ઈનોવેશન ઈન ટેક.
એન્ડ મેનેજમેન્ટ,
નવી દિલ્હી
નોલેજભાસ્કર શબ્દાર્થ
આવીરીતેસમજોરેપો
સિક્યોરિટી
ટ્રાન્સફર
પૈસાટ્રાન્સફર
+વ્યાજ
પૈસાટ્રાન્સફર
સિક્યોરિટી
ટ્રાન્સફર
બેન્ક
રિઝર્વબેન્કઓફઈન્ડિયા
બીજું પગલું
ટૂંકાસમયગાળામાટેપૈસાનીજરૂર
પ્રથમ પગલું
રિઝર્વબેન્કઓફઈન્ડિયા
બેન્ક
રાષ્ટ્રીયરાજકીયરંગપટ|ભારતજેવાવૈવિધ્યતાવાળાદેશમાંકોઈપક્ષકેનેતા વર્ચસ્વનીભાવનાથીપેશઆવશેતોનહિચાલે
14ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ
ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ત્યારે છેલ્લા ત્રીસ
વર્ષોમાં પ્રથમ વાર કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી.
1984 થી 2014 સુધી શંભુમેળા જેવી ગઠબંધન સરકારો જ ચાલી છે. આ
ત્રીસ વર્ષનો ગાળો રાજકીય અસ્થિરતાનો યુગ હતો, જેમાં કેન્દ્રીય પક્ષો
નબળા પડ્યા, એક નેતાના પડછાયા જેવા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા
અને આયારામ ગયારામનું રાજકારણ ચાલ્યું. નિશ્ચિત નીતિના અભાવમાં
‘કુતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી’ એમ નીતિ અને
કાર્યક્રમોની ખેંચતાણ ચાલી. આને પરિણામે ચીનની જેમ ભારત આર્થિક
સુધારાઓનો અમલ કરી શક્યું નહીં. આમ હોવાથી 2014માં ભાજપને
સ્પષ્ટ બહુમતી મળી ત્યારે લાગ્યું કે હવે પ્રાદેશિક પક્ષોની દાદાગીરી નહીં
ચાલે અને નિશ્ચિત નીતિ- કાર્યક્રમો ઘડાશે.જન ધન યોજના, કાળા નાણા
માટે ખાસ તપાસ સમિતિ, સફાઈ ઝુંબેશ, મેક ઇન ઇન્ડિયા, વિઝા ઓન
એરાઈવલ વગેરેને કારણે આશા બંધાઈ કે હવે આર્થિક સુધારાઓની ગતિ
ઝડપી બનશે. પરંતુ આજે દસ મહિના પછી ફરી સવાલ પુછવા જેવો સમય
આવી લાગ્યો છે કે, શું રાજકીય અસ્થિરતા ખતમ નથી થઇ?
કેટલાક ચિહ્નો જોઈએ. સર્વ પ્રથમ જે પક્ષે સૌથી વધુ આશા જન્માવી
છે તેની એટલે કે ભાજપની. ભાજપ અને શિવ સેનાનું ગઠબંધન પૂરાણું
અને સાહજિક છે. પરંતુ આ વખતે શિવસેનાના પ્રતિનિધિને કેન્દ્રીય
પ્રધાનમંડળમાં સમાવવા માટે ઘણી કશ્મકશ થઇ અને બે પક્ષો સામસામે
જાહેરમાં બોલ્યા પણ ખરા. પછી મહારાષ્ટ્રની ચૂંટણી સમયે બેઠકોની
વહેંચણીથી માંડીને મંત્રીમંડળ સુધી બે વચ્ચે જાહેરમાં ગંદા કપડા ધોવાયા.
હજી હમણા જમીન સંપાદન સુધારામાં શિવસેનાએ ભાજપને ટેકો ન
આપ્યો. આવું જ ભાજપ અને અકાલી દળના સંબંધો વિષે કહી શકાય.
માત્ર પાસવાનના પક્ષને બાદ કરતા ભાજપને એનડીએના તમામ સાથીઓ
સાથે મન મુટાવ થયો. જમીન સંપાદન ધારામાં તો પ્રધાનમંત્રી ખુબ
ગરજ્યા, પરંતુ પછી પારોઠના પગલા ભરી વિરોધ પક્ષના નવ સુધારાઓ
મંજુર રાખવા પડ્યા. ભાજપમાં દેખાવ તો એવો થાય છે કે મોદી સર્વોચ્ય
નેતા છે, પરંતુ ભાજપમાંજ વસુંધરા રાજે, શત્રુઘ્ન સિંહા જેવા દિગ્ગજ
નેતાઓ મોદી વિરુદ્ધ છે અને અનુકુળ તકની રાહ જોઇને બેઠા છે.
તો સામે કોંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં પણ કપરી બની છે.
ઇતિહાસમાં પ્રથમ વાર કોંગ્રેસ 100બેઠકો કરતાં નીચે ઉતરી આવી
અને વિરોધ પક્ષનો દરજ્જો ગુમાવ્યો. રાહુલ ગાંધી એક નિષ્ફળ નેતા
સાબિત થયા અને કોંગ્રેસ વિખેરવા લાગી. આજે કોંગ્રેસ પાસે માધ્યમોમાં
નિવેદન આપે તેવા નેતાઓ છે, પરંતુ ક્ષેત્રમાં કામ કરે તેવા કાર્યકરો નથી.
લોકસભાની બાદ રાજ્યોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભૂંડે મોઢે હારી. 130
વર્ષનો ઈતિહાસ ધરાવતા પક્ષની આવી અવદશા અંગે કોઈએ ધાર્યું નહોતું.
‘આમ આદમી પાર્ટી’ની 49 દિવસની સરકારનું પતન થયા પછી
દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં તે દેવહુમા પંખીની જેમ પુનર્જીવિત
થયો એટલું જ નહિ, ભાજપનો માત્ર આઠ મહિનામાં આટલો કારમો
પરાજય થશે તેવું કોઈએ નહોતું માન્યું. કોંગ્રેસ માટે જેવું લોકસભામાં
બન્યું તેવું બરાબર ભાજપ માટે દિલ્હી વિધાનસભામાં બન્યું કે તેને વિરોધ
પક્ષનો દરજ્જો મળે એટલી બેઠકો પણ ન આવી. આ સમયે એક એવી
આશા જન્મી કે ‘આપ’ એક સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી શકાશે. પરંતુ
‘આપ’ પ્રત્યેનો જુવાળ દુધનો ઉભરો શમી જાય એ રીતે શમવા લાગ્યો છે.
આમ આદમી પાર્ટી પણ જાણે ઘર ફૂટયે ઘર જાય એ રીતે ફાટફૂટમાં આવી
ભાજપ અને કોંગ્રેસની જેમ પોતાની શાખ ગુમાવતી જાય છે. પ્રથમ યોગેન્દ્ર
યાદવ તથા પ્રશાંત ભૂષણ અને હવે કેજરીવાલ આબરૂ ગુમાવતા જાય છે.
‘આપ’માંથી સક્રિય કાર્યકરો એક પછી એક નીકળતા જાય છે અથવા તો
નિષ્ક્રિય બનતા જાય છે.
તો વ્યક્તિ આધારિત પ્રાદેશિક પક્ષોની સ્થિતિ પણ ‘બીજુ જનતા
દલ’ને બાદ કરતાં સારી નથી. જેડીયુમાં ભાગલા પડયા ને નીતીશ -માંઝી
બનાવ ખુબ ચગ્યો. ઉત્તર પ્રદેશના નેતાજી મુલાયમસિંહ માંદા પડી જતાં
સમાજવાદી પક્ષ પાછો પડી ગયો છે. બંગાળમાં મમતા બેનર્જીનો પક્ષ
તૃણમુલ કોંગ્રેસ શારદા ગોટાળા પછી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તો
કાશ્મીરમાં કદી ન બને તેવા ભાજપ-પીડીપીનું ગઠબંધન હજી સરકારની
શરૂઆત થાય ત્યાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
તો આ સ્થિતિમાં શું બની શકે? સ્વાભાવિક છે કે ભારત જેવા સંકુલ અને
વિરોધી હિતોથી ભરપુર દેશમાં કોઈ પક્ષ કે નેતા જો વર્ચસ્વની ભાવનાથી
પેશ આવશે તો નહિ ચાલે. પ્રધાનમંત્રીને અને ભાજપને એ સમજાઈ જવું
જોઈએ કે બહુ તાણવાથી તૂટી જાય. આવડા મોટા દેશમાં તડજોડની નીતિ
વધુ સફળ નીવડે. સ્થિર સરકારનું તો એવું છે કે, માધવસિંહને 182માંથી
140 બેઠકો મળી હતી, છતાં તે સરકાર સ્થિર નહોતી રહી શકી. તમારી
પાસે મત કેટલા છે તે ઓછું મહત્વનું છે, તમે લોકો સાથે સમાધાનવૃત્તિથી
કેવી રીતે કામ લઇ શકો છે, મુત્સદ્દીગીરી કેટલી બતાવી શકો છે, વેરવૃત્તિ
કેટલી ઓછી રાખો છો તેના પર ઘણો બધો આધાર રહેલો છે.
િવદ્યુત જોષી
લેખક જાણીતા સમાજશાસ્ત્રી છે.
20
રાજકીયઅસ્થિરતાનોયુગહજીપૂરોથયોનથી?
મેડ્રીડનાં જંગલોમાં 40
વર્ષેલિંક્સછૂટામુકાયા
આઈબેરિયન લિંક્સ (જંગલી
બિલાડો) ઝડપથી ઘટતી જતી
પ્રજાતીમાં આવે છે. હવે 40 વર્ષ
બાદ તેમને મેડ્રિડના જંગલોમાં છુટા
મુકાયા છે. કુલ 8 લિંક્સને ખુલ્લા
મુકાયા છે, જે 100 કિમીના દાયરામાં
ફરી શકશે. વાઇલ્ડ વાઈલ્ડ લાઈફ
ફંડના પ્રમુખ રોમન પેરેજ એ જણાવ્યું
કે, તે એટલી ઝડપથી જગ્યા બદલે
છે, જાણે અનેક દિવસોથી દોડ્યા ન
હોય. મોટાભાગે તેઓ જન્મસ્થળ
બદલતા નથી. elpais.com
}વાઈલ્ડલાઈફ
પ્રજાનીસેવામાટેનેતાડ્રાઈવરબન્યાજ્યોર્જિયાના ગુરજાની શહેરમાં
પ્રાંતિય પરિષદના નેતા જુરાબ
સેપિએશ્ચવિલ ટેક્સી ડ્રાઈવર છે.
તેઓદરરોજસવારનાસમયેપોતાના
વિસ્તારનાં
લોકોને મફતમાં
મુસાફરી કરાવે છે. કોઈએ કારણ
પુછ્યું તો તેમણે જણાવ્યું કે, હું
એક નેતા છું અને મારું કામ અને
જવાબદારી લોકોની સેવા કરવાની
છે. હું લોકોને એ દેખાડવા માગું
છું કે હું તેમનો સેવક છું. બીજા
નેતાઓએ પણ આમ કરવું જોઈએ.
મારી દૃષ્ટિએ આજે મોટાભાગના
નેતા ‘માસ્ટર’ બનીને ફરતા રહે છે.
જુરાબ સ્મિત આપતા જણાવે છે કે,
મને વધુ ખુશી મળે છે જ્યારે મારા
રાજકીય વિરોધી મારી ટેક્સીમાં
મુસાફરી કરે છે. જુરાબ પોતાનાં
પૈસાથી ટેક્સીમાં ઈંધણ ભરાવે છે
અને દેશમાં ગમે ત્યાં જવા માટે તેઓ
કોઈ પણ વ્યક્તિને લિફ્ટ આપવા
તૈયાર રહે છે.
જુરાબ લેબર પાર્ટી સાથે જોડાયેલા
છે, પરંતુ તેઓ પોતાની ટેક્સીને
રાજનીતિથી દૂર રાખે છે. તેમણે
જણાવ્યું કે, આ પોલિટીક્સ ફ્રી ઝોન
છે. જુરાબ નેતા છે, પરંતુ શહેરનાં
લોકોમાં તેઓ ખુબ જ પ્રિય છે.
સોશિયલ મીડિયા પર લોકો તેમને
સમાજનો હીરો જણાવે છે. તેમનાં
સારા કાર્યોનું ઉદાહરણ આપીને
શહેરના લોકો તેમની પ્રશંસા કરી
રહ્યા છે.  twitter.com
}લર્નિંગ
}યુનિક
ચીનના વુજીન સિટીમાં
‘ધ લોટસ બિલ્ડિંગ’
સંપૂર્ણપણે બનીને
તૈયાર છે. 3.5 હેક્ટર
ક્ષેત્રફળમાં પીપલ્સ
પાર્કના આર્ટિફિશિયલ
તળાવમાં રૂ.58 કરોડના
ખર્ચે બનેલી આ સુંદર
ઈમારત ઈકો ફ્રેન્ડલી
છે. તેમાં લોટસની ત્રણ
ડિઝાઈન છે, જેમાં કળી,
તેના ખિલવાની શરૂઆત
અને સંપૂર્ણપણે ખૂલીને
બનવાને દેખાડાયું છે.
દર 10 સેકન્ડમાં તેનો
રંગ બદલાય છે, જેના
કારણે તેની સુંદરતા વધી
જાય છે.
 reddit.com
ચીનમાંબહુમાળીઈમારતોવચ્ચેતળાવમાં‘ધલોટસબિલ્ડિંગ’

More Related Content

Viewers also liked

Transforming Your Business Through Cloud Computing
Transforming Your Business Through Cloud ComputingTransforming Your Business Through Cloud Computing
Transforming Your Business Through Cloud Computing
AMD
 
Lesson planning for inquiry based science
Lesson planning for inquiry based scienceLesson planning for inquiry based science
Lesson planning for inquiry based scienceebdenn
 
Target Audience Paragraph
Target Audience ParagraphTarget Audience Paragraph
Target Audience Paragraph07stockleyric
 
Introduction to Griffon
Introduction to GriffonIntroduction to Griffon
Introduction to Griffon
James Williams
 
Wisc cas sencer
Wisc  cas sencerWisc  cas sencer
Wisc cas sencerRu Rug
 
이셀러스 쇼핑몰
이셀러스 쇼핑몰이셀러스 쇼핑몰
이셀러스 쇼핑몰Seungyun Lee
 
BROWN BAG RECRUITER: Job and Candidate Profiling
BROWN BAG RECRUITER: Job and Candidate ProfilingBROWN BAG RECRUITER: Job and Candidate Profiling
BROWN BAG RECRUITER: Job and Candidate Profiling
Amitai Givertz
 
Contents Page Production
Contents Page ProductionContents Page Production
Contents Page Productionbluebirdsyd
 
[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용
[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용
[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용
Alex Suh
 
Audience Analysis
Audience AnalysisAudience Analysis
Audience AnalysisRich Murphy
 
P O B L A C I O N EN ESPAÑA
P O B L A C I O N  EN ESPAÑAP O B L A C I O N  EN ESPAÑA
P O B L A C I O N EN ESPAÑAestribor1983
 
Pool distribution-slidecast
Pool distribution-slidecastPool distribution-slidecast
Pool distribution-slidecastJim Bierfeldt
 

Viewers also liked (15)

Transforming Your Business Through Cloud Computing
Transforming Your Business Through Cloud ComputingTransforming Your Business Through Cloud Computing
Transforming Your Business Through Cloud Computing
 
Lesson planning for inquiry based science
Lesson planning for inquiry based scienceLesson planning for inquiry based science
Lesson planning for inquiry based science
 
Target Audience Paragraph
Target Audience ParagraphTarget Audience Paragraph
Target Audience Paragraph
 
Introduction to Griffon
Introduction to GriffonIntroduction to Griffon
Introduction to Griffon
 
Make-up by Marisa
Make-up by MarisaMake-up by Marisa
Make-up by Marisa
 
Wisc cas sencer
Wisc  cas sencerWisc  cas sencer
Wisc cas sencer
 
이셀러스 쇼핑몰
이셀러스 쇼핑몰이셀러스 쇼핑몰
이셀러스 쇼핑몰
 
BROWN BAG RECRUITER: Job and Candidate Profiling
BROWN BAG RECRUITER: Job and Candidate ProfilingBROWN BAG RECRUITER: Job and Candidate Profiling
BROWN BAG RECRUITER: Job and Candidate Profiling
 
Scot baxtor cdma
Scot baxtor cdmaScot baxtor cdma
Scot baxtor cdma
 
G0532034040
G0532034040G0532034040
G0532034040
 
Contents Page Production
Contents Page ProductionContents Page Production
Contents Page Production
 
[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용
[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용
[NDC 2014] 모바일 게임데이터분석 및 실전 활용
 
Audience Analysis
Audience AnalysisAudience Analysis
Audience Analysis
 
P O B L A C I O N EN ESPAÑA
P O B L A C I O N  EN ESPAÑAP O B L A C I O N  EN ESPAÑA
P O B L A C I O N EN ESPAÑA
 
Pool distribution-slidecast
Pool distribution-slidecastPool distribution-slidecast
Pool distribution-slidecast
 

Similar to Rajkot city news in gujrati

હું મારી જાતને ચાહું છું
હું મારી જાતને ચાહું છુંહું મારી જાતને ચાહું છું
હું મારી જાતને ચાહું છું
mbpc2014
 
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Deepak Antani - Free Lance Ad Film Maker - Actor, Writer, Director, Voice
 
Convocation 2 gujrati
Convocation 2 gujratiConvocation 2 gujrati
Convocation 2 gujratiforthpillers
 
dr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder pptdr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder ppttejas Patel
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)Dinesh Renose
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)janurenose
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)janurenose
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)Dinesh Renose
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)Dinesh Renose
 
5rules4happinez
5rules4happinez5rules4happinez
5rules4happinez
gargi2005
 
ManoYog મનોયોગ
ManoYog મનોયોગManoYog મનોયોગ
ManoYog મનોયોગ
Dr. Piyush Trivedi
 

Similar to Rajkot city news in gujrati (11)

હું મારી જાતને ચાહું છું
હું મારી જાતને ચાહું છુંહું મારી જાતને ચાહું છું
હું મારી જાતને ચાહું છું
 
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
Interesting : Nirvana / Moksh - a principle based method. (Gujarati)
 
Convocation 2 gujrati
Convocation 2 gujratiConvocation 2 gujrati
Convocation 2 gujrati
 
dr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder pptdr. tejas patel - anxiety disorder ppt
dr. tejas patel - anxiety disorder ppt
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)
 
5rules4happinez (hiren)
5rules4happinez (hiren)5rules4happinez (hiren)
5rules4happinez (hiren)
 
5rules4happinez
5rules4happinez5rules4happinez
5rules4happinez
 
ManoYog મનોયોગ
ManoYog મનોયોગManoYog મનોયોગ
ManoYog મનોયોગ
 

More from divyabhaskarnews

Latest rajkot city news in gujrati
Latest  rajkot city news in gujratiLatest  rajkot city news in gujrati
Latest rajkot city news in gujrati
divyabhaskarnews
 
Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
divyabhaskarnews
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujratidivyabhaskarnews
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujaratidivyabhaskarnews
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujaratidivyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujratidivyabhaskarnews
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratidivyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratidivyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujratidivyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujratidivyabhaskarnews
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujratidivyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratidivyabhaskarnews
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujratidivyabhaskarnews
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujratidivyabhaskarnews
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujratidivyabhaskarnews
 

More from divyabhaskarnews (20)

Latest rajkot city news in gujrati
Latest  rajkot city news in gujratiLatest  rajkot city news in gujrati
Latest rajkot city news in gujrati
 
Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
 
Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Himmatnagar news in gujrati
Himmatnagar news in gujratiHimmatnagar news in gujrati
Himmatnagar news in gujrati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Baroda city news in gujarati
Baroda city news in gujaratiBaroda city news in gujarati
Baroda city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujratiLatest himmatnagar city news in gujrati
Latest himmatnagar city news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
 
Bhuj city news in gujrati
Bhuj city news in gujratiBhuj city news in gujrati
Bhuj city news in gujrati
 
Baroda city news in gujrati
Baroda city news in gujratiBaroda city news in gujrati
Baroda city news in gujrati
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujrati
 

Rajkot city news in gujrati

  • 1. ˜IWäWI, ¥WZÏI äWTR ¥WWwWZT óWTW ¥WWX§WI ¥Wc©W©Wg PY.£WY.Ih¡Wg X§WX¥WNcP ¥WWNc ¤WW©IT X˜ÅyNÂoW ˜c©W, ø-1304, ø.AWB.PY.©WY. ByP. AcXT¦WW, ¥WcNhPW, TWLIhN AyWc ©WWwWcL ¡§WhN yWÈ.106, ø.AWB.PY.©WY.-1, LcvW¡WZT ThP, L½yWWoWQ (oWZLTWvW) wWY ¥WZXÏvW AyWc ¡§WhN yWÈ.11, £WYýc-¯WYýc ¥WWU, ¡WcTc¥WWEyN ¡§WWMW, XI©WWyW¡WTW rWhI ¡WW©Wc, TWLIhN-360 001wWY ˜IWXäWvW. AcXPNT (oWZLTWvW) : A¨WyWYäW LdyW*, (*©W¥WWrWWT ¡W©WÈRoWY ¥WWNc ¡WY.AWT.£WY. AcmN VcOU L¨WW£WRWT) ShyW : 0281-3988885, Scm©W : 0281-2465071-72 RNI NO. GUJGUJ/2005/15322 તંત્રી લેખ 8¾,રાજકોટ,શુક્રવાર,13માર્ચ,2015 નોંધ : આ પાના પર પ્રકાશિત લેખોમાં વ્યકત થયેલા વિચારો લેખકોના પોતાના છે. દિવ્ય ભાસ્કર તેની સાથે સંમત હોય એ જરૂરી નથી. ‘આપ’નોમુખવટોઊતરીગયો ‘આમ આદમી પાર્ટી’ પર દરરોજ નવા-નવા ડાઘ લાગતા જઈ રહ્યા છે. રસપ્રદ એ છે કે આ તમામ ઘટનાક્રમમાં પક્ષના નેતાઓ જ સંડોવાયેલા છે. તેમાં જો સીધી હિંસક વાતનો અભાવ હતો તેને ગુરુવારે વિદ્રોહી ‘આપ’ નેતા રાજેશ ગર્ગે પૂરી કરી નાખી. તેમણે જણાવ્યું કે, તેમને એક વિદેશી ફોન નંબર પરથી ધમકી મળી હતી. બુધવારે ભૂતપૂર્વ ધારાસભ્ય ગર્ગની ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે ગત જુલાઈમાં ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું, જેમાં કેજરીવાલ કોંગ્રેસના છ ધારાસભ્યોને તોડીને દિલ્હીમાં ફરીથી સરકાર બનાવવાની વાત કરતા સંભળાઈ રહ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાનનો દાવો છે કે, ‘આપ’ નેતા સંજય સિંહે કેજરીવાલને ટેકો આપવાના બદલામાં તેમને મંત્રીપદ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આસિફના અનુસાર સંજય સિંહ સાથે થયેલી આ વાતચીનું રેકોર્ડિંગ તેમની પાસે છે. આ બાબતો છેલ્લા અનેક દિવસથી પક્ષના અંદર ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપનો બીજો અધ્યાય છે. બે સંસ્થાપક સભ્યો પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને ‘આપ’ની રાજકીય બાબતોની સમિતિમાંથી હાંકી કઢાયા છે અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની માગણી કરતાં પક્ષનાં ધારાસભ્યોનાં એક પત્ર પર હસ્તાક્ષર કરાવાયા હતા. આ બાજુ ભૂષણ, યાદવ અને કેટલાક અન્ય નેતાઓ તથા પક્ષના ‘લોકપાલ’ એડમિરલ રામદાસે કેજરીવાલ જૂથ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ બધાનો સારાંશ એવો નીકળે છે કે, અણ્ણા આંદોલન સાથે સંકળાયેલા એક જૂથે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનથી બનેલી પોતાની પ્રતિષ્ઠાનો ફાયદો પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે કર્યો છે. સ્વચ્છતા, ઈમાનદારી, સ્વરાજ જેવા શબ્દોથી તેમણે ‘આપ’ નામનો સ્વાંગ ઊભો કર્યો, જેનાથી દેશભરમાંથી તેમને લોકોનું નૈતિક સમર્થન મળ્યું, જ્યારે દિલ્હીના મતદારો બે વખત છેતરાયા છે. જોકે, ગયા મહિને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી નહીં કલ્પેલી સફળતાને આ નેતાઓ પચાવી શક્યા નથી. તેમની અંગત મહત્વાકાંક્ષાઓની સ્પર્ધાએ તેમના દ્વારા રચવામાં આવેલો સ્વાંગ ઉઘાડો પાડી દીધો છે. ત્યાર બાદ બીજી પક્ષોથી શ્રેષ્ઠ લાગવું તો બાજુ પર રહ્યું, હવે ‘આપ’નો ચહેરો અત્યંત બદસૂરત દેખાવા લાગ્યો છે. આ ઘટનાક્રમ બાદ રાજકીય આંદોલનો દ્વારા કંઈક નવું ઘટવાની સંભાવનાઓ પ્રત્યે સામાન્ય પ્રજાના વિશ્વાસને પણ ઠેસ પહોંચી છે. feedback : humarehanuman@gmail.com | divyabhaskar.com તણાવનેસંતોષથીકાબૂમાંરાખો પં. વિજયશંકર મહેતાજીવન-પંથ} આજે પ્રબંધનના યુગમાં મહત્વાકાંક્ષી હોવાને પણ એક લાયકાત માની લેવાઈ છે. સફળતા પ્રાપ્ત કરવી આપણો અધિકાર છે. સફળતા પ્રાપ્ત કરવા માટે મહત્વાકાંક્ષી હોવું કોઈ ખરાબ વાત નથી. મહત્વાકાંક્ષા જ્યાં સુધી પ્રેરણા બનેલી રહે ત્યાં સુધી તો ફાયદાકારક છે, પરંતુ આપણે ભુલી જઈએ છીએ કે મહત્વાકાંક્ષાના અંદર પણ એક લાગણીપૂર્ણ આવેગ હોય છે. આવેગ અને આવેશ ગમે તેવો હોય, ભવિષ્યમાં મુશ્કેલી સર્જશે. બીજા સાથે હરિફાઈ કરીને ઈચ્છીત ફળ પ્રાપ્ત કરવું આજની પ્રબંધનની શૈલી છે. જ્યારે આવું બનતું નથી ત્યારે માણસ નિરાશ થઈ જાય છે. મહત્વાકાંક્ષા તીવ્ર આકાંક્ષામાં બદલાઈ જાય છે. જે લાયકાત છે તે પીડા પહોંચાડવા લાગે છે અને અહીંથી જ તણાવ પેદા થાય છે. ભણેલા-ગણેલા લોકોમાં તણાવ સંબંધિત ઘટનાઓ વધુ સર્જાય છે. એવું નથી કે અભણ વ્યક્તિ તણાવમાં આવતો નથી. તણાવ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાક્ષર અને નિરક્ષરમાં એક જ સ્વરૂપમાં પ્રવેશે છે. જે લોકો ઓછું ભણેલા હોય છે તેઓ તણાવને એ જ સ્વરૂપમાં લે છે જે સ્વરૂપમાં તે આવ્યો હોય છે. ભણેલા-ગણેલાની સાથે મુશ્કેલી એ છે કે એ તણાવમાં પોતાનું ઘણું બધું ઉમેરી દે છે. તેની એકેડમિક વિશેષતા પણ તેના તણાવને નવાં-નવાં સ્વરૂપો આપવા લાગે છે અને ભણેલો-ગણેલો વ્યક્તિ ગુંચવાઈ જાય છે. આ બાજુ મહત્વાકાંક્ષા ખુબ જ મહેનત કરાવી ચૂકી છે તો વ્યક્તિ શરીરથી થાકી ચૂક્યો હોય છે. તણાવની બાબતે મન પોતાનું કામ કરી રહ્યું હોય છે. આપણો આત્મા સાથે પરિચય હોતો નથી, એટલે આપણે શરીર અને મનમાં જ ગુંચવાઈ જઈએ છીએ. આથી ભણેલા- ગણેલા વ્યક્તિઓએ પોતાની મહત્વાકાંક્ષા સાથે સમાધાન ન કરવું જોઈએ. તેને જાગૃત જરૂર રાખવી જોઈએ, પરંતુ સાથે જ જીવનમાં સંતોષ પણ માનવો જોઈએ. અનેક લોકોનો એ ભ્રમ છે કે સંતોષ અને મહત્વાકાંક્ષા બંને એકસાથે ચાલી શકે નહીં. આ ભ્રમને દૂર રાખવો જોઈએ. મહેનત શરીરની બાબત છે, મહત્વાકાંક્ષા તેની સાથે જ જોડાયેલી છે. ‘આત્મહત્યા’નોરામબાણઈલાજ‘આવતીકાલ’છે! જિંદગીકુદરતનીદેનછે|જીવવુંએમાણસનીદિવ્યફરજછે,કોઈપણહાલતમાંજેજીવેછેતેબહાદુરછે જીવન ઈશ્વર- અલ્લાહે બક્ષ્યું છે એટલે એ જીંદગીનો અંત આણવો તે પણ કુદરતના હાથમાં જ છે. એટલે તમને તમારી જીંદગીનો અંત આણવાનો અધિકાર નથી.’ આવા ડહાપણવાળા સૂત્રો શેક્સપિયરથી માંડીને ભારતમાં યુ. જી. કૃષ્ણમૂર્તિ અને જે. કૃષ્ણમૂર્તિ કે તમામ સંતો બોલી જાય છે... પણ તો ય આપઘાત રોકાતા નથી. આપઘાત વિશે દર બીજા વર્ષે હું પણ ડાહ્યા-ડમરા લેખો લખું છું. મારી એકલતા અને પેરેલીસીસની પીડા અસહ્ય થતાં મને પણ જીવવું એ બોજારૂપ લાગતું હતું- લાગે છે. પણ હું કદી જ મરવાનો વિચાર નહીં કરું... તેમ છતાં કોઈ આપઘાત કરે તેને હું દોષ નહીં દઉં. ‘અમેરિકન સ્કોલર’ નામના મેગેઝિનમાં મેડમ જેનિફર માયકલે લખ્યું છે, ‘ટુ વીલ ઈઝ એન એક્ટ ઓફ કરેજ.’ આજના વિકટ સંયોગોમાં જીવવું એ મોટામાં મોટી બહાદુરી છે. જગતભરના સાહીત્યમાં આપઘાત કરનારાના વાર્તા જેવા કિસ્સા હોય છે. અતિ બહાદુરમાં બહાદુર માણસ પણ આપઘાત કરે છે. ‘મેટામોર્ફોસીસ’ નામના પુસ્તકમાં ‘એજાકસ’ નામના બહાદુર યોદ્ધાની સાચી કથા છે. આ એજાક્સ (AJAX) જે કોઈ યુદ્ધ લડતો તે જીતી જતો. તે ગ્રીસમાં દેવતાની જેમ પૂજાતો હતો, પણ ડો. જેનીફર લખે છે કે તેને કોઈ દુશ્મન જીતી ન શકયો પણ તેના જીવનની ગમગીનીએ તેને જીતી લીધો! એજાકસે પોતાની જ તલવારથી પોતાનું મૃત્યુ નોતર્યું હતું. આજે અમેરિકન લશ્કર ખાતાનાં આંકડા કહે છે કે, અમેરિકન સોલ્જરો છેલ્લે છેલ્લે યુદ્ધથી નથી મર્યા તેટલા આપઘાતથી મરે છે. 52ટકા સોલ્જરો જેણે આપઘાત કરેલા તેમને કદી જ યુદ્ધમાં જવું પડ્યું નહોતું પણ યુદ્ધમાં જવાના ભયમાં ને ભયમાં આપઘાત ર્ક્યો! અમેરિકામાં આજે ખૂન થાય છે તેના કરતાં આપઘાત વધુ થાય છ! ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’નો 2006નો આંકડો કહે છે કે, જગતમાં દરેક 40 સેકન્ડે એક આપઘાત થાય છે અને જ્યારે પણ કોઈ દેશના અખબારોમાં આપઘાતને આવકારતા લેખ લખાય કે બીજે જ દિવસે આપઘાતના ડઝનબંધ કિસ્સા બને છે. હું દૃઢ રીતે માનું છું કે માણસે જીવવું એ દીવ્ય ફરજ છે. કોઈપણ હાલતમાં જે જીવે છે તે બહાદુર છે. મને લાગે છે કે, આપઘાતની વાતને સ્પષ્ટ રીતે નકારી કાઢવામાં મને સૌથી ઉત્તમ વાત જ્યોર્જ બર્નાર્ડ શોની લાગી છે. હું પોતે આજે કાગળોના શું ફોનથી જવાબ આપી શકતો નથી, તેમાં પેરેલીસીસ કારણભૂત છે. જ્યોર્જ બર્નાર્ડ શોએ કાગળોના જવાબ આપવાનું એટલે બંધ ર્ક્યું કે, એના વાચકો જવાબને બહાને બર્નાર્ડ શોના ઓટોગ્રાફ મેળવતા માગતા હતા! બર્નાર્ડ શો જ્યારે 90 વર્ષના હતા ત્યારે તેમના ઉપર એક પત્ર આવ્યો. કાગળ આ રહ્યો :- ‘મારો આત્મા પીડાઈ રહ્યો છે. આ પીડા એટલી વધી છે કે મારા શરીરની તમામ તાકાત જાણે ચૂસાઈ રહી છે અને કેટલીક વખત મારી પીડા એટલી વધી જાય છે (બીમારી થકી) કે મને આત્મહત્યા કરવાનું મન થાય છે. માત્ર મારી આત્મહત્યા જ નહીં પણ મારી સાથોસાથ મારા બાળકોને પણ મારી નાખવાનું મન થાય છે. મારી પત્ની તો ભાગ્યશાળી છે અને હીંમતવાન છે કે તે આપઘાત કરી શકી. હવે મારે આ સતત આત્મહત્યાના વિચારોમાંથી કેમ મુક્ત થવું? મને ડહાપણનો કોઈ રસ્તો બતાવો. કારણ કે હું માનુ છું કે આ દેશમાં જ્યોર્જ બર્નાર્ડ શોથી વધુ કોઈ ડાહ્યો માણસ નથી...’ લી... એસ. જ્યોર્જ બર્નાર્ડ શો કોઈને પત્ર લખતા નહોતા પણ વહેલી સવારે ઉઠીને તેમણે આ યુવાનને પત્ર લખ્યો:- ‘તારે જો આત્મહત્યા કરવી હોય તો તારે પોતે જ તે નક્કી કરી લેવું જોઈએ. અખબારો વાંચીને બીજા આપઘાત કરે છે તેનાથી ઉત્તેજીત થઈને કે તેનાથી પ્રભાવિત થઈને આપઘાત ન કરવો. તમામ વ્યક્તિની પોતપોતાની સ્થિતિ હોય છે. પોતપોતાના સંયોગો હોય છે અને દરેક વ્યક્તિના જીન્સ જુદા જુદા હોય છે...અરે એ યુવાન! તને જો એમ લાગતું હોય કે તારા જીવનનો કોઈ અર્થ નથી અને જગત માટે કે તારા બાળકો માટે તું સાવ નક્કામો છો તો તે સમસ્યાના ઉકેલ માટે જ્યારે પણ આપઘાત કરવાનું વિચારે ત્યારે તારા આ નિર્ણયને તું આવતીકાલ ઉપર મુલતવી રાખજે. આજે દુનિયામાં હજારો નહીં કે લાખ્ખો નહીં પણ કરોડો લોકો તારા જેવું વિચારે છે, પણ એ તમામ આત્મહત્યાને મુલતવી રાખે છે? બની શકે આજે જ સાંજે એવું કશુંક રસપ્રદ બને અને તારા જીવનમાં ફરી તને રસ જાગે અને તને જીવવાનું મન થઈ જાય... તો તું જરૂર મરવાનું મુલતવી રાખે એ તારા લાભમાં છે અને તારા બાળકોનાં નસીબ છે.’ ‘અને તું બાળકોને પણ મારી નાખવાની વાત કરે છે! તો એ કામ તો કોઈ પાગલ માણસ જ કરી શકે- ડાહ્યો માણસ નહીં. તને ખબર ન હોય અને તેમની મા વગર પણ તારા બાળકો તો મોજમસ્તીમાં જીવતા હોય છે. તેમને તેમની માતાનું મરણનું દુ:ખ ભુલાઈ ગયું છે એટલે તેને પણ તું મારી નાખવાની વાત કરે છે તે સાવ અર્થહીન, દયાહીન અને લોજીક વગરની છે. અરે! એમ કેમ વિચારતો નથી કે તારા બાળકોમાંથી એકાદ બાળક મોટો થઈને ખુબ ભણશે, ખુબ વાંચશે, તેને પ્રેમ કરવા માટે તેને મનપસંદ કોઈ સુંદરી મળી જશે. એમને મારી નાખવાનો તને હક્ક નથી. પાપ છે.’ ‘દાખલા તરીકે મહાન સંગીતકાર બિથોવન અને આઈઝેક ન્યુટન જેવા વિજ્ઞાની જ્યારે બાળક હતા ત્યારે સાવ બુડથલ હતા. નક્કામા ગણાતા, પણ મોટા થયા ત્યારે જિનીયસ થયા... તો તું એવું કેમ વિચારતો નથી કે તારા બાળકમાંથી એકાદ મોટો જિનીયસ થશે... હવે બર્નાર્ડ શો તરીકે હું મારી જ વાત કરું. મારા પિતા તેના જીવનમાં સતત નિષ્ફળતાને વરેલા હતા. માત્ર વૃદ્ધાવસ્થામાં તે થોડાક સુખી હતા. બાકી તો... વાત ન પૂછો. મને કહેવાનું મન થાય છે કે કદાચ મારા પિતાએ કંટાળીને પોતાની સાથે સાથે મને (બર્નાર્ડ શોને) મારી નાખ્યો હોત તો? પણ મારા પિતાએ હતાશ થવા છતાં આવું કૃત્ય ર્ક્યું નહીં. હે યુવાન! મરવાનું મન થાય ત્યારે તું રોજ રોજ ‘આવતીકાલ’ ઉપર મરણને મોકુફ રાખજે. દરમિયાન કોઈ સાયકીએટ્રીસ્ટને (માનસ ચિકીત્સક) તારી હાલત કહેજે. કારણ કે સતત મરવાના વિચાર કરવા તે પણ એક માનસિક રોગ છે અને હું ડોક્ટર નથી. હું તો શબ્દોનો સોદાગર છું. હું તો તને કહું છું કે આત્મહત્યાની ચોટડુક દવા ‘આવતીકાલ’ છે! તું જ્હોન સ્ટુઅર્ટ મીલની આત્મકથા વાંચી જોજે. તને પ્રેરણા મળશે. "આ કાન્તિ ભટ્ટ રેપોરેટઘટવાથીમળેછેસસ્તીલોનસ્ટેટબેન્કઓફઈન્ડિયાએગુરુવારેજપોતાનીહોમલોનનાંગ્રાહકોનેહોમલોનનાજદરપરપર્સનલલોનઆપવાનીયોજનારજુકરીછે.ગયાબુધવારેરિઝર્વબેન્કેઅચાનકએકવખત ફરીથીરેપોરેટમાંઘટાડોકરીદીધોહતો.આદરદોઢમહિનામાંબીજીવખતઘટાડાયોછે.રિઝર્વબેન્કરેપોઅનેસીઆરઆરનોઉપયોગકરીનેઈકોનોમીનેપ્રભાવિતકરેછે. તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રીએ રિઝર્વ બેન્કના ગવર્નરને જણાવ્યું હતું કે તેઓ રેપો રેટમાં ઘટાડો કરે છે. 0.25 ટકાના ઘટાડા બાદ તે 7.75 ટકા થઈ ગયો છે. જોકે બે મહિનામાં બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને રિઝર્વ બેન્કે સૌને ચોંકાવી દીધા છે. હવે આ દર 7.5 ટકા છે. શુંછેરેપોω? રેપો રેટનો અર્થ છે ‘રી પરચેઝ રેટ’ એટલે કે ફરીથી ખરીદવાનો દર. આ એ રેટ છે, જેના પર ભારતીય રિઝર્વ બેન્ક બેન્કોને પૈસા આપે છે. આ પૈસા જ્યારે બેન્કો પાસે પૈસા હોતા નથી ત્યારે અપાય છે. આને ઓછા સમય માટે લોન લેવાનું રી-પરચેઝ ઓપ્શન પણ કહેવાય છે. તેમાં બેન્કોને તમામ ડિપોઝિટ રિઝર્વ બેન્કને વેચવાની હોય છે, જેથી તેના બદલામાં તે કેટલાક પૈસા એકઠા કરી શકે. નાણાનીહેરાફેરી આ મની સપ્લાય પર આધાર રાખે છે, જે દેશના ચલણના તંત્રને નિર્ધારિત કરે છે. બેન્કોની તમામ ડિપોઝિટ વેચાઈ જતાં બેન્કોને વધારાના પૈસા મળે છે. તેનાથી બેન્ક પોતાનાં ગ્રાહકોને વધુ લોન આપી શકે છે અને વ્યાજદરમાં પણ ઘટાડો કરે છે. ઉદાહરણથીસમજીએ ઉદાહરણ તરીકે માની લો કે બેન્ક પાસે એક સરકારી ડિપોઝિટ છે, જેની કિંમત રૂ.100 છે. એક વર્ષમાં મેચ્યોર થતાં રૂ.110 થશે. બેન્ક આ પ્રકારની ડિપોઝિટ રિઝર્વ બેન્કને વેચી શકે છે અને તેના બદલામાં પૈસા લઈ શકે છે. જો બેન્ક તેને રૂ.105માં વેચે તો વ્યાજ 5 ટકા થઈ જશે. રેપો રેટ ઓછો હોવાથી બેન્કોને સસ્તા દરે પૈસા મળે છે. દુનિયામાંચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાર પ્રકારનો રેપો હોય છે. તેનું સમયગાળા અને કિંમતને આધારે વર્ગીકરણ કરેલું હોય છે. જેમાં બાય-સેલ બેન્ક રેપો, ક્લાસિક રેપો બોન્ડ બોરોઈંગ, લેન્ડિંગ અને ટ્રાઈપરટાઈટ રેપો હોય છે. જોકે, આપણાં દેશમાં વધુ એક રિવર્સ રેપોનો ઉપયોગ જ કરાય છે. દેશનું રેપો બજાર આરબીઆઈ નિયંત્રિત કરે છે. વર્તમાનમાં દેશમાં માત્ર 64 સંસ્થાઓને જ રેપોની મંજુરી છે. આ સોદા કેન્દ્રીય અને સરકારી ડિપોઝિટ, જેમાં ટ્રેઝરી બિલમાં કરાય છે. રિવર્સ રેપો, રેપોથી એકદમ વિરુદ્ધ હોય છે. રિઝર્વ બેન્કને જ્યારે લાગે કે સિસ્ટમમાં જરૂર કરતાં વધુ પૈસા છે તો રિવર્સ રેપોનો ઉપયોગ કરાય છે. રિવર્સ રેપોમાં બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી સરકારી ડિપોઝિટ ખરીદે છે અને તમામ બેન્ક નિયામક એટલે કે આરબીઆઈને પૈસા આપે છે. કેવીઅસરω? રિઝર્વ બેન્કે છેલ્લી વખતે રેપો રેટ ઘટાડતાં પહેલાં બેન્કોને અપાતી લોનને મોંઘી કરી દીધી હતી. તેના કારણે દરેક બેન્કો લોન પરનાં પોતાનાં વ્યાજદર ઘટાડી શકતી ન હતી. પરિણામે લોન લેવાની સંખ્યામાં ઘટાડો થાય છે. બજારમાં નાણાંની અછત સર્જાય છે અને પરચેઝિંગ પાવર ઘટવા લાગે છે. મોંઘવારીનો દર ઊંચો હોય ત્યારે આ સમસ્યા ગંભીર બને છે. રેપો રેટ વધે તો વ્યાજ દરો પણ વધે છે. રેપો અને રિવર્સ રેપો બંનેને પોલિસી રેટ માનવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઈકોનોમીને કેન્ટ્રોલમાં રાખવા તેનો ઉપયોગ કરે છે. રેપોનાઉપયોગ રેપોના ફાઈનાન્શિયલ અને ડેબિટ માર્કેટમાં અનેક ઉપયોગ છે- 1. રેપો માર્કેટના સક્રિય હોવાથી મની માર્કેટમાં ટર્ન ઓવર વધી જાય છે. 2. કોઈ સંસ્થા અને કંપની માટે રેપો ફાઈનાન્સનો એક સારો સ્રોત હોય છે. તેનાથી બજારમાં પૈસાની આવક વધે છે. રેપો રેટ એટલા માટે પણ મહત્વનો છે, કેમ કે બેન્કો પોતાની દરરોજની તરલતા કે લિક્વિડિટી કે કેશ ફ્લોને તેના દ્વારા જ નિયંત્રિત કરે છે. રિઝર્વ બેન્ક અર્થતંત્રને કાબુમાં રાખવા માટે રેપો રેટનો ઉપયોગ કરે છે.}ફેક્ટ ડો. શર્મિષ્ઠા શર્મા એસોસિએટ પ્રોફેસર, ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈનોવેશન ઈન ટેક. એન્ડ મેનેજમેન્ટ, નવી દિલ્હી નોલેજભાસ્કર શબ્દાર્થ આવીરીતેસમજોરેપો સિક્યોરિટી ટ્રાન્સફર પૈસાટ્રાન્સફર +વ્યાજ પૈસાટ્રાન્સફર સિક્યોરિટી ટ્રાન્સફર બેન્ક રિઝર્વબેન્કઓફઈન્ડિયા બીજું પગલું ટૂંકાસમયગાળામાટેપૈસાનીજરૂર પ્રથમ પગલું રિઝર્વબેન્કઓફઈન્ડિયા બેન્ક રાષ્ટ્રીયરાજકીયરંગપટ|ભારતજેવાવૈવિધ્યતાવાળાદેશમાંકોઈપક્ષકેનેતા વર્ચસ્વનીભાવનાથીપેશઆવશેતોનહિચાલે 14ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ત્યારે છેલ્લા ત્રીસ વર્ષોમાં પ્રથમ વાર કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી. 1984 થી 2014 સુધી શંભુમેળા જેવી ગઠબંધન સરકારો જ ચાલી છે. આ ત્રીસ વર્ષનો ગાળો રાજકીય અસ્થિરતાનો યુગ હતો, જેમાં કેન્દ્રીય પક્ષો નબળા પડ્યા, એક નેતાના પડછાયા જેવા પ્રાદેશિક પક્ષો ઉભરી આવ્યા અને આયારામ ગયારામનું રાજકારણ ચાલ્યું. નિશ્ચિત નીતિના અભાવમાં ‘કુતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી’ એમ નીતિ અને કાર્યક્રમોની ખેંચતાણ ચાલી. આને પરિણામે ચીનની જેમ ભારત આર્થિક સુધારાઓનો અમલ કરી શક્યું નહીં. આમ હોવાથી 2014માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ત્યારે લાગ્યું કે હવે પ્રાદેશિક પક્ષોની દાદાગીરી નહીં ચાલે અને નિશ્ચિત નીતિ- કાર્યક્રમો ઘડાશે.જન ધન યોજના, કાળા નાણા માટે ખાસ તપાસ સમિતિ, સફાઈ ઝુંબેશ, મેક ઇન ઇન્ડિયા, વિઝા ઓન એરાઈવલ વગેરેને કારણે આશા બંધાઈ કે હવે આર્થિક સુધારાઓની ગતિ ઝડપી બનશે. પરંતુ આજે દસ મહિના પછી ફરી સવાલ પુછવા જેવો સમય આવી લાગ્યો છે કે, શું રાજકીય અસ્થિરતા ખતમ નથી થઇ? કેટલાક ચિહ્નો જોઈએ. સર્વ પ્રથમ જે પક્ષે સૌથી વધુ આશા જન્માવી છે તેની એટલે કે ભાજપની. ભાજપ અને શિવ સેનાનું ગઠબંધન પૂરાણું અને સાહજિક છે. પરંતુ આ વખતે શિવસેનાના પ્રતિનિધિને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવવા માટે ઘણી કશ્મકશ થઇ અને બે પક્ષો સામસામે જાહેરમાં બોલ્યા પણ ખરા. પછી મહારાષ્ટ્રની ચૂંટણી સમયે બેઠકોની વહેંચણીથી માંડીને મંત્રીમંડળ સુધી બે વચ્ચે જાહેરમાં ગંદા કપડા ધોવાયા. હજી હમણા જમીન સંપાદન સુધારામાં શિવસેનાએ ભાજપને ટેકો ન આપ્યો. આવું જ ભાજપ અને અકાલી દળના સંબંધો વિષે કહી શકાય. માત્ર પાસવાનના પક્ષને બાદ કરતા ભાજપને એનડીએના તમામ સાથીઓ સાથે મન મુટાવ થયો. જમીન સંપાદન ધારામાં તો પ્રધાનમંત્રી ખુબ ગરજ્યા, પરંતુ પછી પારોઠના પગલા ભરી વિરોધ પક્ષના નવ સુધારાઓ મંજુર રાખવા પડ્યા. ભાજપમાં દેખાવ તો એવો થાય છે કે મોદી સર્વોચ્ય નેતા છે, પરંતુ ભાજપમાંજ વસુંધરા રાજે, શત્રુઘ્ન સિંહા જેવા દિગ્ગજ નેતાઓ મોદી વિરુદ્ધ છે અને અનુકુળ તકની રાહ જોઇને બેઠા છે. તો સામે કોંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં પણ કપરી બની છે. ઇતિહાસમાં પ્રથમ વાર કોંગ્રેસ 100બેઠકો કરતાં નીચે ઉતરી આવી અને વિરોધ પક્ષનો દરજ્જો ગુમાવ્યો. રાહુલ ગાંધી એક નિષ્ફળ નેતા સાબિત થયા અને કોંગ્રેસ વિખેરવા લાગી. આજે કોંગ્રેસ પાસે માધ્યમોમાં નિવેદન આપે તેવા નેતાઓ છે, પરંતુ ક્ષેત્રમાં કામ કરે તેવા કાર્યકરો નથી. લોકસભાની બાદ રાજ્યોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભૂંડે મોઢે હારી. 130 વર્ષનો ઈતિહાસ ધરાવતા પક્ષની આવી અવદશા અંગે કોઈએ ધાર્યું નહોતું. ‘આમ આદમી પાર્ટી’ની 49 દિવસની સરકારનું પતન થયા પછી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં તે દેવહુમા પંખીની જેમ પુનર્જીવિત થયો એટલું જ નહિ, ભાજપનો માત્ર આઠ મહિનામાં આટલો કારમો પરાજય થશે તેવું કોઈએ નહોતું માન્યું. કોંગ્રેસ માટે જેવું લોકસભામાં બન્યું તેવું બરાબર ભાજપ માટે દિલ્હી વિધાનસભામાં બન્યું કે તેને વિરોધ પક્ષનો દરજ્જો મળે એટલી બેઠકો પણ ન આવી. આ સમયે એક એવી આશા જન્મી કે ‘આપ’ એક સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી શકાશે. પરંતુ ‘આપ’ પ્રત્યેનો જુવાળ દુધનો ઉભરો શમી જાય એ રીતે શમવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી પણ જાણે ઘર ફૂટયે ઘર જાય એ રીતે ફાટફૂટમાં આવી ભાજપ અને કોંગ્રેસની જેમ પોતાની શાખ ગુમાવતી જાય છે. પ્રથમ યોગેન્દ્ર યાદવ તથા પ્રશાંત ભૂષણ અને હવે કેજરીવાલ આબરૂ ગુમાવતા જાય છે. ‘આપ’માંથી સક્રિય કાર્યકરો એક પછી એક નીકળતા જાય છે અથવા તો નિષ્ક્રિય બનતા જાય છે. તો વ્યક્તિ આધારિત પ્રાદેશિક પક્ષોની સ્થિતિ પણ ‘બીજુ જનતા દલ’ને બાદ કરતાં સારી નથી. જેડીયુમાં ભાગલા પડયા ને નીતીશ -માંઝી બનાવ ખુબ ચગ્યો. ઉત્તર પ્રદેશના નેતાજી મુલાયમસિંહ માંદા પડી જતાં સમાજવાદી પક્ષ પાછો પડી ગયો છે. બંગાળમાં મમતા બેનર્જીનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ શારદા ગોટાળા પછી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તો કાશ્મીરમાં કદી ન બને તેવા ભાજપ-પીડીપીનું ગઠબંધન હજી સરકારની શરૂઆત થાય ત્યાં જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તો આ સ્થિતિમાં શું બની શકે? સ્વાભાવિક છે કે ભારત જેવા સંકુલ અને વિરોધી હિતોથી ભરપુર દેશમાં કોઈ પક્ષ કે નેતા જો વર્ચસ્વની ભાવનાથી પેશ આવશે તો નહિ ચાલે. પ્રધાનમંત્રીને અને ભાજપને એ સમજાઈ જવું જોઈએ કે બહુ તાણવાથી તૂટી જાય. આવડા મોટા દેશમાં તડજોડની નીતિ વધુ સફળ નીવડે. સ્થિર સરકારનું તો એવું છે કે, માધવસિંહને 182માંથી 140 બેઠકો મળી હતી, છતાં તે સરકાર સ્થિર નહોતી રહી શકી. તમારી પાસે મત કેટલા છે તે ઓછું મહત્વનું છે, તમે લોકો સાથે સમાધાનવૃત્તિથી કેવી રીતે કામ લઇ શકો છે, મુત્સદ્દીગીરી કેટલી બતાવી શકો છે, વેરવૃત્તિ કેટલી ઓછી રાખો છો તેના પર ઘણો બધો આધાર રહેલો છે. િવદ્યુત જોષી લેખક જાણીતા સમાજશાસ્ત્રી છે. 20 રાજકીયઅસ્થિરતાનોયુગહજીપૂરોથયોનથી? મેડ્રીડનાં જંગલોમાં 40 વર્ષેલિંક્સછૂટામુકાયા આઈબેરિયન લિંક્સ (જંગલી બિલાડો) ઝડપથી ઘટતી જતી પ્રજાતીમાં આવે છે. હવે 40 વર્ષ બાદ તેમને મેડ્રિડના જંગલોમાં છુટા મુકાયા છે. કુલ 8 લિંક્સને ખુલ્લા મુકાયા છે, જે 100 કિમીના દાયરામાં ફરી શકશે. વાઇલ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના પ્રમુખ રોમન પેરેજ એ જણાવ્યું કે, તે એટલી ઝડપથી જગ્યા બદલે છે, જાણે અનેક દિવસોથી દોડ્યા ન હોય. મોટાભાગે તેઓ જન્મસ્થળ બદલતા નથી. elpais.com }વાઈલ્ડલાઈફ પ્રજાનીસેવામાટેનેતાડ્રાઈવરબન્યાજ્યોર્જિયાના ગુરજાની શહેરમાં પ્રાંતિય પરિષદના નેતા જુરાબ સેપિએશ્ચવિલ ટેક્સી ડ્રાઈવર છે. તેઓદરરોજસવારનાસમયેપોતાના વિસ્તારનાં લોકોને મફતમાં મુસાફરી કરાવે છે. કોઈએ કારણ પુછ્યું તો તેમણે જણાવ્યું કે, હું એક નેતા છું અને મારું કામ અને જવાબદારી લોકોની સેવા કરવાની છે. હું લોકોને એ દેખાડવા માગું છું કે હું તેમનો સેવક છું. બીજા નેતાઓએ પણ આમ કરવું જોઈએ. મારી દૃષ્ટિએ આજે મોટાભાગના નેતા ‘માસ્ટર’ બનીને ફરતા રહે છે. જુરાબ સ્મિત આપતા જણાવે છે કે, મને વધુ ખુશી મળે છે જ્યારે મારા રાજકીય વિરોધી મારી ટેક્સીમાં મુસાફરી કરે છે. જુરાબ પોતાનાં પૈસાથી ટેક્સીમાં ઈંધણ ભરાવે છે અને દેશમાં ગમે ત્યાં જવા માટે તેઓ કોઈ પણ વ્યક્તિને લિફ્ટ આપવા તૈયાર રહે છે. જુરાબ લેબર પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ પોતાની ટેક્સીને રાજનીતિથી દૂર રાખે છે. તેમણે જણાવ્યું કે, આ પોલિટીક્સ ફ્રી ઝોન છે. જુરાબ નેતા છે, પરંતુ શહેરનાં લોકોમાં તેઓ ખુબ જ પ્રિય છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને સમાજનો હીરો જણાવે છે. તેમનાં સારા કાર્યોનું ઉદાહરણ આપીને શહેરના લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. twitter.com }લર્નિંગ }યુનિક ચીનના વુજીન સિટીમાં ‘ધ લોટસ બિલ્ડિંગ’ સંપૂર્ણપણે બનીને તૈયાર છે. 3.5 હેક્ટર ક્ષેત્રફળમાં પીપલ્સ પાર્કના આર્ટિફિશિયલ તળાવમાં રૂ.58 કરોડના ખર્ચે બનેલી આ સુંદર ઈમારત ઈકો ફ્રેન્ડલી છે. તેમાં લોટસની ત્રણ ડિઝાઈન છે, જેમાં કળી, તેના ખિલવાની શરૂઆત અને સંપૂર્ણપણે ખૂલીને બનવાને દેખાડાયું છે. દર 10 સેકન્ડમાં તેનો રંગ બદલાય છે, જેના કારણે તેની સુંદરતા વધી જાય છે. reddit.com ચીનમાંબહુમાળીઈમારતોવચ્ચેતળાવમાં‘ધલોટસબિલ્ડિંગ’