માનવ પછાત અવસ્થામાં હતો ત્યારે તેને પોતાની પાસેની વસ્તુઓના ખ્યાલ માટે પહેલાં ગણત્રીની જરુર પડી.આ માટે તેણે ૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯ એ મૂળભૂત આંકડાઓની શોધ કરી.એટલે જ આ સંખ્યાઓને ગણિતમાં "પ્રાકૃતિક સંખ્યાઓ' કહેવાય છે. પછી ઈ. સ. ૬૦૦માં ભારતના ગણિતજ્ઞ બ્રહ્મગુપ્તે શૂન્યની શોધ કરી જે એક ક્રાંતિકારી શોધ નીવડી.આમ મૂળ દસ આંકડાઓને લઈને ગણિતનું ગંજાવર શાસ્ત્ર વિકસ્યું. એટલેજ સંખ્યાઓનું જ્ઞાન સૌથી પાયાનું છે અને રસ પડે તેવું છે.