SlideShare a Scribd company logo
{અનેકગામનીવીજ
સમસ્યાહલકરવાની
અનોખીપહેલશરૂકરી
પરેશરાવલ.સાયલા
ઝાલાવાડના વીજ ગ્રાહકોની સમસ્યા
અને તેની સુરક્ષાને ધ્યાને લઇને વીજ
તંત્ર ગ્રાહકના મોબાઇલ નંબરમાં
વીજ કાપ અને મીટર રીંડીગ બિલના
મેસેજ આપશે. તેમજ ખેડૂતના વીજ
કનેશન તેમજ મીટર રીડર, વીજ
બીલની ભરપાઇ થતા મેસેજ દ્વારા
જાણકારી મળશે. સાયલામાં દરેક
ગામે વીજ ગ્રાહકોની બેઠક શરૂ કરી
અનેક ગામની વીજ સમસ્યા હલ
કરવાની અનોખી પહેલ શરૂ કરી છે.
ઝાલાવાડમાં વીજ ગ્રાહકોને 24
કલાક પાવર સપ્લાય પૂરતા પ્રમાણમાં
મળે અને વીજ ચોરી અટકાવાવા
અનેક યોજનાનું અમલીકરણ
જોવા મળે છે. ત્યારે વીજકંપનીએ
મોબાઇલની બદલતી દુનીયામાં સાથે
જોડાણ કરી વીજ ગ્રાહકોની સવલત
અને સુરક્ષાને અપનાવવા કમરકસી
ખેત જોડાણ ધરાવનાર ખેડૂતોના
ખેતરે પહોંચેલા મીટર રીડર ખેડૂતની
હાજરી કે ખેતર દૂર હોવાના કારણે
વીજ બીલમાં મોટી ક્ષતિ જોવા મળતી
હતી. અને અતે મીટર રીડર મુજબ
મોટી રકમ ભરવા ખેડૂતો આર્થિક
મુશ્કેલી અનુભવતા હતા. આ બાબતે
વીજ તંત્ર દરેક ખેત જોડાણના અને
ઘરના જોડાણ ધરાવતા વીજ ગ્રાહક
નંબર સાથે મોબાઇલ નંબરનું જોડાણ
આવતા મેસેજથી તમામ માહિતી
મળશે. જેમાં ખેત જોડાણ ધરાવતા
ખેડુતોના પાવર કટ આઉટ સમય
પણ જાણવા મળશે. ખેતર સુધી
પહોંચેલા મીટર રીડર વાડી, ખેતરના
વીજ ગ્રાહકને મોબાઇલથી જાણ
કરશે. અને વીજ વપરાશના ખરેખર
મીટર રીડરના આંકડા મેળવશે.
સાયલા તાલુકાના નવાસુદામડા
ગામે પહોંચેલા કાર્યપાલક
ઇજનેર જે.એસ.ઠાકર, ડેપ્યૂટી
ઇજનેર એચ.પી.રાવલ,નાયબ
ઇજનેર બી.યુ.પટેલ,જુનિયર
ઇજનેર પી.એ.પરમાર સહીતના
અધિકારીઓ ગામની વીજ સમસ્યા
હલ કરવાની અનોખી પહેલ શરૂ
કરી છે.
વીજતંત્રગ્રાહકનામોબાઇલનંબરમાંવીજકાપ,વીજબીલ,મીટરરીંડીગબિલનામેસેજઆપશેફાસ્ટ સર્વિસ
વીજળીનીતમામઅપડેટહવેમેસેજથી..
દરેક ગામોમાં વીજ સપ્લાય પૂરા પાડતા ફીડરોના ફોલ્ટ કે સમારકામ સમયે
બંધ કરવામાં આવે છે. જેની વીજ પુરવઠો અને કાર્યરત વીજ પ્રવાહનો
સમય પણ મોબાઇલના મેસેજ દ્રારા જાણ થશે. જેથી વેપારી સહીત નાના
ઉધોગકારોની વીજ સવલતમાં વધારો થશે.
વીજસપ્લાયબંધથવાનોમેસેજમળશે
લોકવાચા {હર્ષજાની
ભારતીયસંસ્કૃતિનામૂલ્યો
ખુદભારતીયજભૂલ્યા
ભારતીય સંસ્કૃતિનો પાયો સદીઓ પહેલા સંતો ગુરૂઓ અને
માતાઓએ વાવ્યો હતો, અને આ સંસ્કૃતિ અને તેની ધરોહર
બીજા દેશોની સામે અતુલ્ય છે. જીવ એજ શીવની માફક મનુષ્યની
સાથે પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પણ સદભાવના દાખવવી તે આજ
દેશના વડવાઓ આવનારી પેઢીઓને શીખવી ગયા છે. આ જ એક
માત્ર દેશ છે જ્યાં ગાય,નદી, ધરતીને માતા ગણવામાં આવે છે અને
વૃક્ષોમાં પણ પ્રભુનો વાસ છે તેમ ગણીને તેને પૂજવામાં આવે છે.
આજ એક માત્ર દેશ છે જ્યાં કન્યાઓ પોતાના મળનારા ભરથાર
માટે શિવપાર્વતીનું વ્રત રાખીને ભૂખી રહેતી હોય છે. આજ એ દેશ છે
જ્યાં માતાજીની આરાધના અબાલ વૃધ્ધ સૌ કોઇ ગરબા ગાઇને કરતા
હોય છે, જે આરાધના નવ રાત્રી સુધી કરતા રહે છે. તમામ ધર્મના
લોકો ભેગા મળીને વર્ષોથી ભારતની લોકશાહીને ચલાવી રહ્યા છે.
દરેક ધર્મના મિત્રો સ્વમાનભેર ભેળા મળીને દેશના ગૌરવમાં પોતે
ભાગીદાર બની ભારતને વિશ્વની મહાસત્તા બનાવવામાં યોગદાન
આપી રહ્યા છે. આ જ દેશમાં શાહજહાંએ મુમતાઝની યાદમાં
તાજમહેલ બનાવ્યો, જે વિશ્વનો બેજોડ નમૂનો છે.
વિશ્વને સબંધો, પ્રેમ, લાગણી, દયા, માયા, આત્મીયતા,
સન્માન, આદરભાવ શીખવનારા ભારતીયોજ જાણે 21મી સદીમાંં
આ તમામ સંસ્કારોને વિસરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ
જે દેશમાં પરસ્ત્રીને પવિત્ર ભાવે દેખવામાં આવતી હતી, તેજ દેશમાં
દરરોજ સ્ત્રીઓની આબરૂ લૂંટાઇ રહી છે. જાણે સ્ત્રી કોઇ પોતીકી
સંપત્તિ હોય તેમ ગણીને ભરબજાર લુખ્ખાતત્વો દ્વારા સ્ત્રીને શરમમાં
મૂકવામાં આવે છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું પણ ‘રીસ્પેક્ટ ટુ
એવરીવન’ જે આપણે શીખ્યા નહીં. જે દેશમાં માતા પિતાને ભગવાન
ગણવામાં આવતા હતા, તે ભારત દેશ જાણે વિશ્વના નકશામાંથી
ભૂંસાઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. આજના સમયમાં વૃદ્ધાશ્રમોની
સંખ્યા દિનપ્રતિિદન જે રીતે વધી રહી છે, તે જોતા એમ લાગે છે કે
આવનારા સમયમાં શાળાઓ કરતા તેની સંખ્યા વધી જશે. જે માતા
પિતાએ લાડકોડ અને દુખ વેઠી સંતાનોને મોટા કર્યા હોય એજ સંતાન
જ્યારે માતા પિતાને જીવનના આખરી પડાવમાં હડધૂત કરે અને
અપમાન કરી ઘરમાંથી કાઢે ત્યારે ભલભલા મા-બાપના કાળજા કપાઇ
જતા હોય છે. શું આજીવન પોતાના સપના રોળીને બાળકોના સપના
સાકાર કરનારા માતાપિતા બાળક પાસેથી જીવનની પાનખરમાં
હુંફની પણ અપેક્ષા ન રાખી શકે? જે બાળક પોતાના માતાપિતાને
સાચવી નથી શકતા અને તેમને માન નથી આપી શકતા તેવા બાળકો
જીવનના તમામ શીખરો સર કરે તો પણ તે ‘શૂન્ય’જ છે. એટલે જ
કહેવાય છેનેકે પહેલા ઉમરાવાળી મા, અને પછી ડુંગળાવાળી મા...
જો તમે પોતાની ઘરની માને ખુશ ન રાખી તેના આંસુ વહેવડાવી
ડુંગરાવાળી માડીને રાજી કરવા જશો તો તે પણ રાજી નહંી થાય.
બીજી તરફ આજના યુવાનો પોતાના શોખ પૂરા કરવા ગમે તે
હદે જતા રહેતા હોય છે, તેમાં કેટલીક તેમની નાની ભૂલો બીજાની
જીંદગી બરબાદ કરી નાંખે છે. હાલ નવજાત શીશુને ત્યજવાના કિસ્સા
વધી રહ્યા છે, તેમાં મોટાભાગે આડાસંબંધોથી થયેલા બાળકો હોય છે,
જેમાં લોકો પોતાનાથી થયેલી ભૂલથી સમાજમાં થનારી બદનામીના
ડરે બાળકને ગમે ત્યાં રઝળતી હાલતમાં ત્યજી દેતા હોય છે. ઘણા
કિસ્સાઓમાં પુત્ર પ્રાપ્તિની ઇચ્છા ધરાવનારાને ત્યાં બાળકીનો જન્મ
થાય ત્યારે આ અધમ કૃત્ય કરતા હોય છે, જે ખરેખર શરમાવનારી
વાત છે. સંતાન તરીકે જે મળે તેને સ્વીકારી તેને દુિનયાની તમામ
ખુશી આપવામાં લાગી જવું જોઇએ, કારણકે કોણ કોના નસીબથી
જીવી રહ્યું છે કોઇ નથી જાણતું હોતું. 21મી સદી ટેક્નોલોજી,
વિકાસ, વિચાર, ફેશન, શિક્ષણ દરેક ક્ષેત્રએ આગ‌ળ વધવાની સદી
છે, નહીં કે જૂના વિચારોને જકડી રાખવાની. આજનો સમય મહેનત
કરનારાઓનાે છે, તે પછી સ્ત્રી પણ કેે પુરુષ, દરેકે ખભાથીખભા
મીલાવી વિકાસની ગતિ માંડવાની છે. આજનો સમય રોજ કંઇક
નવું જાણવાનો છે, નહીંકે ભેગા મળીને પંચાત કરવાનો. જ્યારે
ભારત મંગળ સુધી પહોંચી ગયું છે, ત્યારે હવે ભારતીયોએ પોતાની
વિચારધારા મંગળ સુધી લંબાવવાની જરૂર છે.
દિવ્ય ભાસ્કરમોબાઈલ
એપડાઉનલોડકરોઅને
જીતોસ્પર્ધાનાવિજેતાઓ
પરમારદિપકકિશોરભાઈ જૂનાગઢ
બાલટાચિરાગકાંતિભાઈ વેરાવળ
વેકરિયાઆકાશઅમૃતલાલ જામનગર
કનખાજાતેજસચંદ્રકાન્તભાઈ મોરબી
કલ્પેશકાંતિલાલચાવડા મહેસાણા
નંદુઆવિપુલમનસુખભાઈ ભાવનગર
પરમારસિદ્ધાર્થરાજેન્દ્રભાઈ આણંદ
િશયાળાની ઠંડીમાં કેરોસીનની ખપત વધી જાય છે. આથી કેરોસીન મેળવવા માટે
લાંબી લાઇનો લાગે છે. ત્યારે ભર શિયાળે કેરોસીનનો કકળાટ શરૂ થતા લોકો
પરેશાની ભોગવી રહ્યા છે./અસવાર જેઠુભા
કેરોસીનનોકકળાટ…
ગાંધીનગરમાંદેખાવો
કરનારાકોગ્રેસના
આગેવાનોનીઅટક
ભાસ્કરન્યૂઝ.પાટડી
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો
મળતા નથી. અને દેવાતળે દબાયેલા
ખેડૂતો આપઘાત કરી મોતને વહાલુ
કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર
વાઇબ્રંટ સમિટનો વિરોધ કરી
રહેલા આગેવાનોમાં પાટડી કોંગ્રેસી
આગેવાનોની અટક કરી અડાલજ
લઇ જવાયા હતાં.
ઝાલાવાડમાં ખેડૂતો છેલ્લા
કેટલાય દિવસોથી કપાસનાં
પોષણક્ષમ ભાવો માટે લડત આપી
રહ્યાં છે. જેમાં ગાંધીનગરમાં દેખાવો
કરતા ખેડૂતો અને કાર્યકરોની
અટક કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં પોલીસ દ્વારા અટક
કરાયેલા કાર્યકરોમાં પાટડી તાલુકા
કોંગ્રેસ પ્રમુખ અબ્બાસભાઇ મલેક,
વિરોધ પક્ષનાં નેતા જયવિરસિંહ
ઝાલા, યુવા પ્રમુખ સુફિયાન મલીક
સહિતનાં આગેવાનોની પણ અટક
કરવામાં આવી હતી. અમદાવાદમાં
મોડેથી છૂટેલા પાટડી તાલુકા કોંગ્રેસ
પ્રમુખ અબ્બાસભાઈ મલીકે જણાવ્યું
કે,એક બાજુ ખેડૂતો કપાસના ભાવો
ન મળતા અકાળે આપઘાત કરી રહ્યાં
છે. અને બીજીબાજુ સરકાર વાઇબ્રંટ
સમિટ પાછળ કરોડો રૂપિયાનો
ધૂમાડો કરી રહી છે.
ભાસ્કરન્યૂઝ.પાટડી
રણમાં ઘૂડખરની સંખ્યા 5 હજારને
પાર થવાની તંત્રની આશા છે. બીજી
બાજુ દેગામ વીડમાંથી એક મૃત
ઘૂડખર અને પીપળીની સીમમાંથી
એક મૃત ઘૂડખર મળી આવ્યુ છે. આ
બનાવ બાદ તંત્ર દોડતુ થઇ ગયુ છે.
અભિયારણ્ય વિભાગ દ્વારા
2009માં યોજાયેલી ગણતરી મૂજબ
ઘૂડખરની સંખ્યા 4038 હતી. અને
તાજેતરમાં યોજાયેલી ગણતરી
મુજબ ઘૂડખરની સંખ્યા વધીને 5
હજાર પહોંચવાની આશા તંત્ર સેવી
રહ્યુ છે. બીજી બાજુ રણમાં આવેલા
દેગામ વીડમાંથી ઘૂડખરની લાશ
મળી આવી છે.
આથી રણમાં એક મૃત ઘૂડખર
મળી આવતા તંત્ર દોડતુ થયુ છે. આ
ઘૂડખરને પણ પાછળના ભાગેથી
જંગલી કૂતરાને ફાડી નાંખતા તંત્ર
દોડતુ થયુ છે. જયારે પીપળીની
સીમમાંથી મૃત ઘૂડખર મળી
આવ્યુ છે.
રણમાં2મૃતઘૂડખરમળીઆવતા
અભયારણ્યવિભાગદોડતુંથયું
દેગામનીવીડ-પીપળીસીમમાંથીઘૂડખરમૃતહાલતમાંમળ્યા
એક ઘૂડખર મૃત હાલતમાં
દેગામ વીડમાંથી અને બીજુ
મૃત ઘૂડખરને પીપળીની સીમમાંથી
મળી આવ્યુ છે. આથી તંત્રને જાણ
કરતા તંત્ર દ્વારા તેને બજાણા લાવી
દાટી દેવાયુ છે.  નસીબખાન,
વનવિભાગને મૃત ઘૂડખરની જાણ કરનાર
ભાસ્કરન્યૂઝ.પાટડી
ચીકાસર ગામે શંકાસ્પદ હાલતમાં
એક ભેંસ અને પાડા સાથે નીકળેલા
ખારાઘોઢાના ઠાકોર શખ્સની
પોલીસે અટક કરી હતી. રૂ. 50
હજારની કિંમતના ભેંસ અને પાડા
ખારાઘોઢાના ભરવાડ શખ્સની
હોવાનું ખૂલ્યુ હતું.
ચિકાસર ગામે એક ભેંસ અને
પાડા સાથે શંકાસ્પદ હાલતમાં
નીકળેલા ખારાઘોઢાનાં રમેશભાઈ
ઠાકોરની અટક કરી હતી. જેમાં ભેંસ
અને પાડો ખારાઘોઢાના જીલુભાઈ
ભરવાડની હોવાનું ખૂલ્યુ હતું.
પોલીસે ભેંસ પાડા સાથે ખારાઘોઢાના
રમેશભાઈ કાળુભાઈ ઠાકોરની અટક
કરી હતી. અને આ કેસનાં અન્ય બે
થી ત્રણ આરોપીઓ પોલીસને થાપ
આપીને નાસી છૂટવામાં સફળ થયા
હતાં.
ખારાઘોઢાનોશખ્સ
પશુસાથેશંકાસ્પદ
હાલતમાંઝડપાયો
ભાસ્કરન્યૂઝ.સુરેન્દ્રનગર
ઉત્સપ્રિય ઝાલાવાડની જનતામાં ઉત્તરાયણનાં પર્વની ઉજવણી
માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શહેરો
તેમજ તાલુકાઓની બજારો પતંગ,દોરા સહિતના સાધનોથી
ધમધમવા લાગી છે. પતંગ રસિયાઓએ પણ પૈસાની કિંમત
જોયા વગર ખરીદી કરવા ભીડ જમાવી રહ્યાં છે. ત્યારે
આગામી સમયમાં ઝાલાવાડનાં આકાશમાં અંદાજે રૂ. 1 થી
દોઢ કરોડનું આકાશી યુદ્ધ ખેલાતુ જોવા મળશે.
આકાશી યુદ્ધનો સામાન એકઠો કરવા માટે સુરેન્દ્રનગર,
વઢવાણ, સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, ચૂડા,
લીંબડી સહિતના લોકો મેદાનમાં આવતા મોડી સાંજ સુધી
પતંગ બજારમાં પડાપડી કરી રહ્યાં છે. બીજી તરફ પતંગની
સાથે સાથે અવનવા ચશ્મા, ટોપી ઉપરાંત પીપૂડા પણ
વેપારીઓ વેચાણ અર્થે બજારોમાં મૂક્યા છે. તેમજ કાગળનાં
રંગબેરંગી ગુબ્બારાનો પણ ઉપાડ થતો જોવા મળી રહ્યો છે.
જ્યારે કેટલાંક રસિકો મનોરંજન માણવા માટે નવા ગીતોની
સીડી કેસેટ, ડીવીડીની ખરીદી તરફ પણ પગ વાળ્યો હતો.
આ ઉપરાંત દૂરબીન, ફટાકડા, ગેસના ફુગ્ગા, દારાખાના
વગેરેની માંગ દેખાઇ રહી છે.
ઉત્તરાયણ|ખરીદીમાટેબજારોમાંપતંગરસિયાઓનીભીડજામવાલાગી
સુરેન્દ્રનગર શહેરમાં દોરીની તૈયારી ફિરકીનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. પરંતુ તેની
સામે ઝાલાવાડમાં દેશી પધ્ધિતથી કાચ. સરસ, સાબુદાણા અને કલર નાંખી તૈયાર કરવામાં
આવતી દોરીની વિશેષ માંગ જોવા મળી રહી છે. આ વર્ષે પણ પતંગ-દોરી બજારમાં હાથે દોરી
પાવાવાળા કારીગરોને ત્યાં વિશેષ લાઇનો જોવા મળી હતી.
હાથથીદોરીપાવાનોક્રેઝયુવાનોમાંવધ્યો
ઝાલાવાડના ગગનમાં ખેલાશે દોઢ
કરોડનુંઆકાશીયુદ્ધ:તૈયારીઓશરૂ
નિવૃત કર્મચારીને લાભો
મળેતેમાટેપ્રયત્નોકરાશેભાસ્કરન્યૂઝ.મૂળી
મૂળી નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા
માંડવરાયજી મંદિર ખાતે નિવૃત્ત
કર્મચારીઓની બેઠકનું આયોજન
કરવામાં આવ્યુ હતુ. મૂળી નિવૃત્ત
કર્મચારી મંડળના પ્રમુખ દિલીપસિંહ
પરમારે નિવૃત્ત કર્મચારીને સરકાર
તરફથી મળતા પુરા લાભો અપાવવા
માટે પ્રયત્ન હાથ ધરાશે અને વિવિધ
ઉત્પત્ન થતા પ્રશ્નોનું નિરાકરણ
લાવવાનો પ્રયત્ન હાથ ધરાશે તેમ
જણાવ્યુ હતુ. 70 વર્ષ વટાવી ચૂકેલા
નિવૃત્ત કર્મચારીઓનુ઼ં સન્માન કર્યુ
હતુ. જયારે મંત્રીની જગ્યા ખાલી
રહેતા સર્વાનુંમતે ગઢાદના સૂરૂભા
કે પરમારની નિમણુંક કરવામાં
આવી હતી. નાગદેવસિંહ પરમાર,
વામનભાઇ વૈષ્ણવ, એ.બી.શુકલ,
વી.જે.ગઢવી, પી.પી.ગઢવી હાજર
રહ્યા હતા.
પાટડીમાંશૈક્ષણિકસુધારણાબેઠકભાસ્કરન્યૂઝ.પાટડી
પાટડીમાં શ્રી ગિજુભાઈ બધેકા
શાળા વિકાસ સંકુલ પાટડી-લખતર
જૂથની શાળાના આચાર્ય શૈક્ષણિક
સુધારણા બેઠક યોજાઇ હતી. આ
બેઠકમાં પાટડી-લખતર શાળાના
કુલ 35 આચાર્યો ઉપસ્થિત રહ્યાં
હતાં. શિક્ષકોને ભણતરને લગતા
કરવા લાયક સુધારા સાથેના નવાી
અને સરળ પધ્ધતિનો ઉપયોગ કરવા
જણાવાયું. આ પ્રસંગે દિલીપભાઈ
પટેલ, વરવાજીભાઈ ઠાકોર,
કિશોરભાઈ ઠક્કર, મદનલાલજી
પારીક, મુકેશભાઇ દેસાઇ, રશ્મિકાંત
પરીખ, રશ્મિકાંત રાવલ, આચાર્ય
હરકાંતભાઈ જોષી, વિરેન્દ્રભાઈ
આચાર્ય, આર.પી.મહેતા ઉપસ્થિત
રહ્યા હતાં.
ચૂડા } પાટડી } થાન } ચોટીલા } સાયલાધ્રાંગધ્રા } હળવદ } લખતર } વઢવાણ } લીંબડી સોમવાર અમદાવાદ|12જાન્યુઆરી,2015
ધ્રાંગધ્રા સ્વામીનારાયણ સંસ્કારધામ
ખાતે શાક મહોત્સવ યોજાયો ...10
પંતગની સિઝનમાં વીજ વાયરોથી ભયના
ઓથારે જીવતા પરિવારો  ...10
જિ.પં.નીબેઠકોઘટતારાજનીતિશરૂ
નવાસમીકરણો|ટીકર,માથક,ચરાડવાઅનેસોલડીબેઠકનોમોરબીમાંસમાવેશકરાયો
ભાસ્કરન્યૂઝ.સુરેન્દ્રનગર
ગુજરાતમાંનવરચિતજિલ્લાઓનેલીધેસુરેન્દ્રનગરજિલ્લાપંચાયતનીસીટોમાંફેરફારથયો
છે.જેમાંસુરેન્દ્રનગરજિલ્લાનાહળવદતાલુકાનેમોરબીજિલ્લામાંભેળવવામાંઆવ્યોછે.
ત્યારેમોરબીજિલ્લાપંચાયતમાંસોલડી,ટીકર,ચરાડવાઅનેમાથકબેઠકનોસમાવેશથયો
છે.જેનાલીધેસુરેન્દ્રનગરજિલ્લાપંચાયતની31બેઠકોઘટીને27નાઆંકડેપહોંચીગઇછે.
આથીસુરેન્દ્રનગરજિલ્લામાંનવારાજકીયસમીકરણોમાંમોટીઉથલપાથલથઇછે.
સુરેન્દ્રનગર જિલ્લાના 10
તાલુકાઓની 31 બેઠકો સાથે જિલ્લા
પંચાયતનું સીમાકંન થયુ હતુ. પરંતુ
મોરબી જિલ્લો નવો બનતા હળવદ
તાલુકાનો તેમાં સમાવેશ કરાયો છે.
આથી હળવદ તાલુકા સહિતની ચાર
બેઠકો મોરબી જિલ્લામાં ભેળવવામાં
આવી છે. જેના લીધે સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતની 31 બેઠકો ઘટીને
27 સુધી પહોંચી છે. આથી વર્ષ
2015ની ઓકટોબર માસની સ્થાનીક
સ્વરાજયની ચૂંટણીમાં નવા રાજકીય
સમીકરણો રચાય તેમ છે. હળવદ
તાલુકાની ટીકર, ચરાડવા અને
માથક બેઠક નીકળી જતા સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતના રાજકીય નવો
વળાંક આવે તેવી રાજકીય અટકળો
શરૂ થઇ છે.આગામી ચૂંટણીમાં
સમગ્ર રાજયમાં 33 ટકા મહિલા
અનામતનો અમલ થનાર છે. આથી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 27
સીટોમાંથી 14 સીટો મહિલા માટે
અનામત રહે તેમ છે. જો જિલ્લા
પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો
થાય તો વર્તમાન રાજકીય ચોપાટ
પર પાણી ફરી વળે તેમ છે. આથી
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં
ભર શિયાળે ગરમાવો આવ્યો છે.
ચાર બેઠકો ઘટવા સાથે 33 ટકા
મહિલા અનામત કારણે બેઠકોની
વહેંચણી માટે રાજનીતી શરૂ થઇ
ગયું છે.
આગામીચૂંટણીમાંસમગ્રરાજયમાં33ટકામહિલાઅનામતનોઅમલ
જિ.પંચાયતની31નાબદલે27બેઠકથઇ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 31 બેઠકો હતી. પરંતુ મોરબી
જિલ્લામાં 4 બેઠકોનો સમાવેશ થયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા
પંચાયતમાં હવે 31ના બદલે 27 બેઠકો થઇ ગઇ છે. જેના કારણે ભાજપા
અને કોંગ્રેસની ચાર બેઠકો ઘટતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં
બંનેને અસર થશે. અને આ વખતે મહિલા અનામત કારણે પણ ટીકીટ
બેઠક વહેંચણી ઘણી રસપ્રદ રહેશે.
જિલ્લા પંચાયતની સોલડી બેઠકને
મોરબી જિલ્લામાં ભેળવી દેવામાં
આવી છે. આથી સોલડી બેઠક
પરથી ચૂંટાયેલ કોંગ્રેસ વિરોધ
પક્ષના નેતા પરાક્રમસિંહ ઝાલાની
જગ્યા ખાલી પડી છે. આથી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં નવા
વિરોધપક્ષના નેતાની વરણી કરવી
પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
વિરોધપક્ષનાનવાનેતાનીવરણીકરવીપડશે

More Related Content

More from divyabhaskarnews

Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
divyabhaskarnews
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
divyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
divyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
divyabhaskarnews
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
divyabhaskarnews
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
divyabhaskarnews
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
divyabhaskarnews
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
divyabhaskarnews
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
divyabhaskarnews
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
divyabhaskarnews
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
divyabhaskarnews
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
divyabhaskarnews
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
divyabhaskarnews
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujrati
divyabhaskarnews
 
Latest palanpur news in gujrati
Latest palanpur news in gujratiLatest palanpur news in gujrati
Latest palanpur news in gujrati
divyabhaskarnews
 
Latest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujratiLatest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujrati
divyabhaskarnews
 

More from divyabhaskarnews (20)

Latest rajkot city news in gujrati
Latest  rajkot city news in gujratiLatest  rajkot city news in gujrati
Latest rajkot city news in gujrati
 
Surendernagar news in gujarati
Surendernagar news in gujaratiSurendernagar news in gujarati
Surendernagar news in gujarati
 
Navsari news in gujarati
Navsari news in gujaratiNavsari news in gujarati
Navsari news in gujarati
 
Rajkot city news in gujarati
Rajkot city news in gujaratiRajkot city news in gujarati
Rajkot city news in gujarati
 
Latest surendernagar news in gujrati
Latest surendernagar news in gujratiLatest surendernagar news in gujrati
Latest surendernagar news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat news in gujratiLatest surat news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest mehsana news in gujrati
Latest mehsana news in gujratiLatest mehsana news in gujrati
Latest mehsana news in gujrati
 
Latest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujratiLatest gandhinagar city news in gujrati
Latest gandhinagar city news in gujrati
 
Latest surat news in gujrati
Latest surat  news in gujratiLatest surat  news in gujrati
Latest surat news in gujrati
 
Latest rajkot news in gujrati
Latest rajkot news in gujratiLatest rajkot news in gujrati
Latest rajkot news in gujrati
 
Latest baroda news in gujrati
Latest baroda news in gujratiLatest baroda news in gujrati
Latest baroda news in gujrati
 
Latest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujratiLatest ahmedabad news in gujrati
Latest ahmedabad news in gujrati
 
Surat city news in gujrati
Surat city news in gujratiSurat city news in gujrati
Surat city news in gujrati
 
Rajkot city news in gujrati
Rajkot city news in gujratiRajkot city news in gujrati
Rajkot city news in gujrati
 
Mehsana city news in gujrati
Mehsana city news in gujratiMehsana city news in gujrati
Mehsana city news in gujrati
 
Bhuj city news in gujrati
Bhuj city news in gujratiBhuj city news in gujrati
Bhuj city news in gujrati
 
Ahmedabad city news in gujrati
Ahmedabad city news in gujratiAhmedabad city news in gujrati
Ahmedabad city news in gujrati
 
Latest palanpur news in gujrati
Latest palanpur news in gujratiLatest palanpur news in gujrati
Latest palanpur news in gujrati
 
Latest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujratiLatest jamnagar city news in gujrati
Latest jamnagar city news in gujrati
 

Surendra nagar latest news in gujarati

  • 1. {અનેકગામનીવીજ સમસ્યાહલકરવાની અનોખીપહેલશરૂકરી પરેશરાવલ.સાયલા ઝાલાવાડના વીજ ગ્રાહકોની સમસ્યા અને તેની સુરક્ષાને ધ્યાને લઇને વીજ તંત્ર ગ્રાહકના મોબાઇલ નંબરમાં વીજ કાપ અને મીટર રીંડીગ બિલના મેસેજ આપશે. તેમજ ખેડૂતના વીજ કનેશન તેમજ મીટર રીડર, વીજ બીલની ભરપાઇ થતા મેસેજ દ્વારા જાણકારી મળશે. સાયલામાં દરેક ગામે વીજ ગ્રાહકોની બેઠક શરૂ કરી અનેક ગામની વીજ સમસ્યા હલ કરવાની અનોખી પહેલ શરૂ કરી છે. ઝાલાવાડમાં વીજ ગ્રાહકોને 24 કલાક પાવર સપ્લાય પૂરતા પ્રમાણમાં મળે અને વીજ ચોરી અટકાવાવા અનેક યોજનાનું અમલીકરણ જોવા મળે છે. ત્યારે વીજકંપનીએ મોબાઇલની બદલતી દુનીયામાં સાથે જોડાણ કરી વીજ ગ્રાહકોની સવલત અને સુરક્ષાને અપનાવવા કમરકસી ખેત જોડાણ ધરાવનાર ખેડૂતોના ખેતરે પહોંચેલા મીટર રીડર ખેડૂતની હાજરી કે ખેતર દૂર હોવાના કારણે વીજ બીલમાં મોટી ક્ષતિ જોવા મળતી હતી. અને અતે મીટર રીડર મુજબ મોટી રકમ ભરવા ખેડૂતો આર્થિક મુશ્કેલી અનુભવતા હતા. આ બાબતે વીજ તંત્ર દરેક ખેત જોડાણના અને ઘરના જોડાણ ધરાવતા વીજ ગ્રાહક નંબર સાથે મોબાઇલ નંબરનું જોડાણ આવતા મેસેજથી તમામ માહિતી મળશે. જેમાં ખેત જોડાણ ધરાવતા ખેડુતોના પાવર કટ આઉટ સમય પણ જાણવા મળશે. ખેતર સુધી પહોંચેલા મીટર રીડર વાડી, ખેતરના વીજ ગ્રાહકને મોબાઇલથી જાણ કરશે. અને વીજ વપરાશના ખરેખર મીટર રીડરના આંકડા મેળવશે. સાયલા તાલુકાના નવાસુદામડા ગામે પહોંચેલા કાર્યપાલક ઇજનેર જે.એસ.ઠાકર, ડેપ્યૂટી ઇજનેર એચ.પી.રાવલ,નાયબ ઇજનેર બી.યુ.પટેલ,જુનિયર ઇજનેર પી.એ.પરમાર સહીતના અધિકારીઓ ગામની વીજ સમસ્યા હલ કરવાની અનોખી પહેલ શરૂ કરી છે. વીજતંત્રગ્રાહકનામોબાઇલનંબરમાંવીજકાપ,વીજબીલ,મીટરરીંડીગબિલનામેસેજઆપશેફાસ્ટ સર્વિસ વીજળીનીતમામઅપડેટહવેમેસેજથી.. દરેક ગામોમાં વીજ સપ્લાય પૂરા પાડતા ફીડરોના ફોલ્ટ કે સમારકામ સમયે બંધ કરવામાં આવે છે. જેની વીજ પુરવઠો અને કાર્યરત વીજ પ્રવાહનો સમય પણ મોબાઇલના મેસેજ દ્રારા જાણ થશે. જેથી વેપારી સહીત નાના ઉધોગકારોની વીજ સવલતમાં વધારો થશે. વીજસપ્લાયબંધથવાનોમેસેજમળશે લોકવાચા {હર્ષજાની ભારતીયસંસ્કૃતિનામૂલ્યો ખુદભારતીયજભૂલ્યા ભારતીય સંસ્કૃતિનો પાયો સદીઓ પહેલા સંતો ગુરૂઓ અને માતાઓએ વાવ્યો હતો, અને આ સંસ્કૃતિ અને તેની ધરોહર બીજા દેશોની સામે અતુલ્ય છે. જીવ એજ શીવની માફક મનુષ્યની સાથે પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પણ સદભાવના દાખવવી તે આજ દેશના વડવાઓ આવનારી પેઢીઓને શીખવી ગયા છે. આ જ એક માત્ર દેશ છે જ્યાં ગાય,નદી, ધરતીને માતા ગણવામાં આવે છે અને વૃક્ષોમાં પણ પ્રભુનો વાસ છે તેમ ગણીને તેને પૂજવામાં આવે છે. આજ એક માત્ર દેશ છે જ્યાં કન્યાઓ પોતાના મળનારા ભરથાર માટે શિવપાર્વતીનું વ્રત રાખીને ભૂખી રહેતી હોય છે. આજ એ દેશ છે જ્યાં માતાજીની આરાધના અબાલ વૃધ્ધ સૌ કોઇ ગરબા ગાઇને કરતા હોય છે, જે આરાધના નવ રાત્રી સુધી કરતા રહે છે. તમામ ધર્મના લોકો ભેગા મળીને વર્ષોથી ભારતની લોકશાહીને ચલાવી રહ્યા છે. દરેક ધર્મના મિત્રો સ્વમાનભેર ભેળા મળીને દેશના ગૌરવમાં પોતે ભાગીદાર બની ભારતને વિશ્વની મહાસત્તા બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. આ જ દેશમાં શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો, જે વિશ્વનો બેજોડ નમૂનો છે. વિશ્વને સબંધો, પ્રેમ, લાગણી, દયા, માયા, આત્મીયતા, સન્માન, આદરભાવ શીખવનારા ભારતીયોજ જાણે 21મી સદીમાંં આ તમામ સંસ્કારોને વિસરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ જે દેશમાં પરસ્ત્રીને પવિત્ર ભાવે દેખવામાં આવતી હતી, તેજ દેશમાં દરરોજ સ્ત્રીઓની આબરૂ લૂંટાઇ રહી છે. જાણે સ્ત્રી કોઇ પોતીકી સંપત્તિ હોય તેમ ગણીને ભરબજાર લુખ્ખાતત્વો દ્વારા સ્ત્રીને શરમમાં મૂકવામાં આવે છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું પણ ‘રીસ્પેક્ટ ટુ એવરીવન’ જે આપણે શીખ્યા નહીં. જે દેશમાં માતા પિતાને ભગવાન ગણવામાં આવતા હતા, તે ભારત દેશ જાણે વિશ્વના નકશામાંથી ભૂંસાઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. આજના સમયમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા દિનપ્રતિિદન જે રીતે વધી રહી છે, તે જોતા એમ લાગે છે કે આવનારા સમયમાં શાળાઓ કરતા તેની સંખ્યા વધી જશે. જે માતા પિતાએ લાડકોડ અને દુખ વેઠી સંતાનોને મોટા કર્યા હોય એજ સંતાન જ્યારે માતા પિતાને જીવનના આખરી પડાવમાં હડધૂત કરે અને અપમાન કરી ઘરમાંથી કાઢે ત્યારે ભલભલા મા-બાપના કાળજા કપાઇ જતા હોય છે. શું આજીવન પોતાના સપના રોળીને બાળકોના સપના સાકાર કરનારા માતાપિતા બાળક પાસેથી જીવનની પાનખરમાં હુંફની પણ અપેક્ષા ન રાખી શકે? જે બાળક પોતાના માતાપિતાને સાચવી નથી શકતા અને તેમને માન નથી આપી શકતા તેવા બાળકો જીવનના તમામ શીખરો સર કરે તો પણ તે ‘શૂન્ય’જ છે. એટલે જ કહેવાય છેનેકે પહેલા ઉમરાવાળી મા, અને પછી ડુંગળાવાળી મા... જો તમે પોતાની ઘરની માને ખુશ ન રાખી તેના આંસુ વહેવડાવી ડુંગરાવાળી માડીને રાજી કરવા જશો તો તે પણ રાજી નહંી થાય. બીજી તરફ આજના યુવાનો પોતાના શોખ પૂરા કરવા ગમે તે હદે જતા રહેતા હોય છે, તેમાં કેટલીક તેમની નાની ભૂલો બીજાની જીંદગી બરબાદ કરી નાંખે છે. હાલ નવજાત શીશુને ત્યજવાના કિસ્સા વધી રહ્યા છે, તેમાં મોટાભાગે આડાસંબંધોથી થયેલા બાળકો હોય છે, જેમાં લોકો પોતાનાથી થયેલી ભૂલથી સમાજમાં થનારી બદનામીના ડરે બાળકને ગમે ત્યાં રઝળતી હાલતમાં ત્યજી દેતા હોય છે. ઘણા કિસ્સાઓમાં પુત્ર પ્રાપ્તિની ઇચ્છા ધરાવનારાને ત્યાં બાળકીનો જન્મ થાય ત્યારે આ અધમ કૃત્ય કરતા હોય છે, જે ખરેખર શરમાવનારી વાત છે. સંતાન તરીકે જે મળે તેને સ્વીકારી તેને દુિનયાની તમામ ખુશી આપવામાં લાગી જવું જોઇએ, કારણકે કોણ કોના નસીબથી જીવી રહ્યું છે કોઇ નથી જાણતું હોતું. 21મી સદી ટેક્નોલોજી, વિકાસ, વિચાર, ફેશન, શિક્ષણ દરેક ક્ષેત્રએ આગ‌ળ વધવાની સદી છે, નહીં કે જૂના વિચારોને જકડી રાખવાની. આજનો સમય મહેનત કરનારાઓનાે છે, તે પછી સ્ત્રી પણ કેે પુરુષ, દરેકે ખભાથીખભા મીલાવી વિકાસની ગતિ માંડવાની છે. આજનો સમય રોજ કંઇક નવું જાણવાનો છે, નહીંકે ભેગા મળીને પંચાત કરવાનો. જ્યારે ભારત મંગળ સુધી પહોંચી ગયું છે, ત્યારે હવે ભારતીયોએ પોતાની વિચારધારા મંગળ સુધી લંબાવવાની જરૂર છે. દિવ્ય ભાસ્કરમોબાઈલ એપડાઉનલોડકરોઅને જીતોસ્પર્ધાનાવિજેતાઓ પરમારદિપકકિશોરભાઈ જૂનાગઢ બાલટાચિરાગકાંતિભાઈ વેરાવળ વેકરિયાઆકાશઅમૃતલાલ જામનગર કનખાજાતેજસચંદ્રકાન્તભાઈ મોરબી કલ્પેશકાંતિલાલચાવડા મહેસાણા નંદુઆવિપુલમનસુખભાઈ ભાવનગર પરમારસિદ્ધાર્થરાજેન્દ્રભાઈ આણંદ િશયાળાની ઠંડીમાં કેરોસીનની ખપત વધી જાય છે. આથી કેરોસીન મેળવવા માટે લાંબી લાઇનો લાગે છે. ત્યારે ભર શિયાળે કેરોસીનનો કકળાટ શરૂ થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે./અસવાર જેઠુભા કેરોસીનનોકકળાટ… ગાંધીનગરમાંદેખાવો કરનારાકોગ્રેસના આગેવાનોનીઅટક ભાસ્કરન્યૂઝ.પાટડી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળતા નથી. અને દેવાતળે દબાયેલા ખેડૂતો આપઘાત કરી મોતને વહાલુ કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર વાઇબ્રંટ સમિટનો વિરોધ કરી રહેલા આગેવાનોમાં પાટડી કોંગ્રેસી આગેવાનોની અટક કરી અડાલજ લઇ જવાયા હતાં. ઝાલાવાડમાં ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી કપાસનાં પોષણક્ષમ ભાવો માટે લડત આપી રહ્યાં છે. જેમાં ગાંધીનગરમાં દેખાવો કરતા ખેડૂતો અને કાર્યકરોની અટક કરવામાં આવી હતી. ગાંધીનગરમાં પોલીસ દ્વારા અટક કરાયેલા કાર્યકરોમાં પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસભાઇ મલેક, વિરોધ પક્ષનાં નેતા જયવિરસિંહ ઝાલા, યુવા પ્રમુખ સુફિયાન મલીક સહિતનાં આગેવાનોની પણ અટક કરવામાં આવી હતી. અમદાવાદમાં મોડેથી છૂટેલા પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસભાઈ મલીકે જણાવ્યું કે,એક બાજુ ખેડૂતો કપાસના ભાવો ન મળતા અકાળે આપઘાત કરી રહ્યાં છે. અને બીજીબાજુ સરકાર વાઇબ્રંટ સમિટ પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરી રહી છે. ભાસ્કરન્યૂઝ.પાટડી રણમાં ઘૂડખરની સંખ્યા 5 હજારને પાર થવાની તંત્રની આશા છે. બીજી બાજુ દેગામ વીડમાંથી એક મૃત ઘૂડખર અને પીપળીની સીમમાંથી એક મૃત ઘૂડખર મળી આવ્યુ છે. આ બનાવ બાદ તંત્ર દોડતુ થઇ ગયુ છે. અભિયારણ્ય વિભાગ દ્વારા 2009માં યોજાયેલી ગણતરી મૂજબ ઘૂડખરની સંખ્યા 4038 હતી. અને તાજેતરમાં યોજાયેલી ગણતરી મુજબ ઘૂડખરની સંખ્યા વધીને 5 હજાર પહોંચવાની આશા તંત્ર સેવી રહ્યુ છે. બીજી બાજુ રણમાં આવેલા દેગામ વીડમાંથી ઘૂડખરની લાશ મળી આવી છે. આથી રણમાં એક મૃત ઘૂડખર મળી આવતા તંત્ર દોડતુ થયુ છે. આ ઘૂડખરને પણ પાછળના ભાગેથી જંગલી કૂતરાને ફાડી નાંખતા તંત્ર દોડતુ થયુ છે. જયારે પીપળીની સીમમાંથી મૃત ઘૂડખર મળી આવ્યુ છે. રણમાં2મૃતઘૂડખરમળીઆવતા અભયારણ્યવિભાગદોડતુંથયું દેગામનીવીડ-પીપળીસીમમાંથીઘૂડખરમૃતહાલતમાંમળ્યા એક ઘૂડખર મૃત હાલતમાં દેગામ વીડમાંથી અને બીજુ મૃત ઘૂડખરને પીપળીની સીમમાંથી મળી આવ્યુ છે. આથી તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા તેને બજાણા લાવી દાટી દેવાયુ છે. નસીબખાન, વનવિભાગને મૃત ઘૂડખરની જાણ કરનાર ભાસ્કરન્યૂઝ.પાટડી ચીકાસર ગામે શંકાસ્પદ હાલતમાં એક ભેંસ અને પાડા સાથે નીકળેલા ખારાઘોઢાના ઠાકોર શખ્સની પોલીસે અટક કરી હતી. રૂ. 50 હજારની કિંમતના ભેંસ અને પાડા ખારાઘોઢાના ભરવાડ શખ્સની હોવાનું ખૂલ્યુ હતું. ચિકાસર ગામે એક ભેંસ અને પાડા સાથે શંકાસ્પદ હાલતમાં નીકળેલા ખારાઘોઢાનાં રમેશભાઈ ઠાકોરની અટક કરી હતી. જેમાં ભેંસ અને પાડો ખારાઘોઢાના જીલુભાઈ ભરવાડની હોવાનું ખૂલ્યુ હતું. પોલીસે ભેંસ પાડા સાથે ખારાઘોઢાના રમેશભાઈ કાળુભાઈ ઠાકોરની અટક કરી હતી. અને આ કેસનાં અન્ય બે થી ત્રણ આરોપીઓ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હતાં. ખારાઘોઢાનોશખ્સ પશુસાથેશંકાસ્પદ હાલતમાંઝડપાયો ભાસ્કરન્યૂઝ.સુરેન્દ્રનગર ઉત્સપ્રિય ઝાલાવાડની જનતામાં ઉત્તરાયણનાં પર્વની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શહેરો તેમજ તાલુકાઓની બજારો પતંગ,દોરા સહિતના સાધનોથી ધમધમવા લાગી છે. પતંગ રસિયાઓએ પણ પૈસાની કિંમત જોયા વગર ખરીદી કરવા ભીડ જમાવી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં ઝાલાવાડનાં આકાશમાં અંદાજે રૂ. 1 થી દોઢ કરોડનું આકાશી યુદ્ધ ખેલાતુ જોવા મળશે. આકાશી યુદ્ધનો સામાન એકઠો કરવા માટે સુરેન્દ્રનગર, વઢવાણ, સાયલા, ચોટીલા, ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, ચૂડા, લીંબડી સહિતના લોકો મેદાનમાં આવતા મોડી સાંજ સુધી પતંગ બજારમાં પડાપડી કરી રહ્યાં છે. બીજી તરફ પતંગની સાથે સાથે અવનવા ચશ્મા, ટોપી ઉપરાંત પીપૂડા પણ વેપારીઓ વેચાણ અર્થે બજારોમાં મૂક્યા છે. તેમજ કાગળનાં રંગબેરંગી ગુબ્બારાનો પણ ઉપાડ થતો જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલાંક રસિકો મનોરંજન માણવા માટે નવા ગીતોની સીડી કેસેટ, ડીવીડીની ખરીદી તરફ પણ પગ વાળ્યો હતો. આ ઉપરાંત દૂરબીન, ફટાકડા, ગેસના ફુગ્ગા, દારાખાના વગેરેની માંગ દેખાઇ રહી છે. ઉત્તરાયણ|ખરીદીમાટેબજારોમાંપતંગરસિયાઓનીભીડજામવાલાગી સુરેન્દ્રનગર શહેરમાં દોરીની તૈયારી ફિરકીનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. પરંતુ તેની સામે ઝાલાવાડમાં દેશી પધ્ધિતથી કાચ. સરસ, સાબુદાણા અને કલર નાંખી તૈયાર કરવામાં આવતી દોરીની વિશેષ માંગ જોવા મળી રહી છે. આ વર્ષે પણ પતંગ-દોરી બજારમાં હાથે દોરી પાવાવાળા કારીગરોને ત્યાં વિશેષ લાઇનો જોવા મળી હતી. હાથથીદોરીપાવાનોક્રેઝયુવાનોમાંવધ્યો ઝાલાવાડના ગગનમાં ખેલાશે દોઢ કરોડનુંઆકાશીયુદ્ધ:તૈયારીઓશરૂ નિવૃત કર્મચારીને લાભો મળેતેમાટેપ્રયત્નોકરાશેભાસ્કરન્યૂઝ.મૂળી મૂળી નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા માંડવરાયજી મંદિર ખાતે નિવૃત્ત કર્મચારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મૂળી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ દિલીપસિંહ પરમારે નિવૃત્ત કર્મચારીને સરકાર તરફથી મળતા પુરા લાભો અપાવવા માટે પ્રયત્ન હાથ ધરાશે અને વિવિધ ઉત્પત્ન થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન હાથ ધરાશે તેમ જણાવ્યુ હતુ. 70 વર્ષ વટાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓનુ઼ં સન્માન કર્યુ હતુ. જયારે મંત્રીની જગ્યા ખાલી રહેતા સર્વાનુંમતે ગઢાદના સૂરૂભા કે પરમારની નિમણુંક કરવામાં આવી હતી. નાગદેવસિંહ પરમાર, વામનભાઇ વૈષ્ણવ, એ.બી.શુકલ, વી.જે.ગઢવી, પી.પી.ગઢવી હાજર રહ્યા હતા. પાટડીમાંશૈક્ષણિકસુધારણાબેઠકભાસ્કરન્યૂઝ.પાટડી પાટડીમાં શ્રી ગિજુભાઈ બધેકા શાળા વિકાસ સંકુલ પાટડી-લખતર જૂથની શાળાના આચાર્ય શૈક્ષણિક સુધારણા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાટડી-લખતર શાળાના કુલ 35 આચાર્યો ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષકોને ભણતરને લગતા કરવા લાયક સુધારા સાથેના નવાી અને સરળ પધ્ધતિનો ઉપયોગ કરવા જણાવાયું. આ પ્રસંગે દિલીપભાઈ પટેલ, વરવાજીભાઈ ઠાકોર, કિશોરભાઈ ઠક્કર, મદનલાલજી પારીક, મુકેશભાઇ દેસાઇ, રશ્મિકાંત પરીખ, રશ્મિકાંત રાવલ, આચાર્ય હરકાંતભાઈ જોષી, વિરેન્દ્રભાઈ આચાર્ય, આર.પી.મહેતા ઉપસ્થિત રહ્યા હતાં. ચૂડા } પાટડી } થાન } ચોટીલા } સાયલાધ્રાંગધ્રા } હળવદ } લખતર } વઢવાણ } લીંબડી સોમવાર અમદાવાદ|12જાન્યુઆરી,2015 ધ્રાંગધ્રા સ્વામીનારાયણ સંસ્કારધામ ખાતે શાક મહોત્સવ યોજાયો ...10 પંતગની સિઝનમાં વીજ વાયરોથી ભયના ઓથારે જીવતા પરિવારો ...10 જિ.પં.નીબેઠકોઘટતારાજનીતિશરૂ નવાસમીકરણો|ટીકર,માથક,ચરાડવાઅનેસોલડીબેઠકનોમોરબીમાંસમાવેશકરાયો ભાસ્કરન્યૂઝ.સુરેન્દ્રનગર ગુજરાતમાંનવરચિતજિલ્લાઓનેલીધેસુરેન્દ્રનગરજિલ્લાપંચાયતનીસીટોમાંફેરફારથયો છે.જેમાંસુરેન્દ્રનગરજિલ્લાનાહળવદતાલુકાનેમોરબીજિલ્લામાંભેળવવામાંઆવ્યોછે. ત્યારેમોરબીજિલ્લાપંચાયતમાંસોલડી,ટીકર,ચરાડવાઅનેમાથકબેઠકનોસમાવેશથયો છે.જેનાલીધેસુરેન્દ્રનગરજિલ્લાપંચાયતની31બેઠકોઘટીને27નાઆંકડેપહોંચીગઇછે. આથીસુરેન્દ્રનગરજિલ્લામાંનવારાજકીયસમીકરણોમાંમોટીઉથલપાથલથઇછે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓની 31 બેઠકો સાથે જિલ્લા પંચાયતનું સીમાકંન થયુ હતુ. પરંતુ મોરબી જિલ્લો નવો બનતા હળવદ તાલુકાનો તેમાં સમાવેશ કરાયો છે. આથી હળવદ તાલુકા સહિતની ચાર બેઠકો મોરબી જિલ્લામાં ભેળવવામાં આવી છે. જેના લીધે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 31 બેઠકો ઘટીને 27 સુધી પહોંચી છે. આથી વર્ષ 2015ની ઓકટોબર માસની સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો રચાય તેમ છે. હળવદ તાલુકાની ટીકર, ચરાડવા અને માથક બેઠક નીકળી જતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના રાજકીય નવો વળાંક આવે તેવી રાજકીય અટકળો શરૂ થઇ છે.આગામી ચૂંટણીમાં સમગ્ર રાજયમાં 33 ટકા મહિલા અનામતનો અમલ થનાર છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 27 સીટોમાંથી 14 સીટો મહિલા માટે અનામત રહે તેમ છે. જો જિલ્લા પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો થાય તો વર્તમાન રાજકીય ચોપાટ પર પાણી ફરી વળે તેમ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો આવ્યો છે. ચાર બેઠકો ઘટવા સાથે 33 ટકા મહિલા અનામત કારણે બેઠકોની વહેંચણી માટે રાજનીતી શરૂ થઇ ગયું છે. આગામીચૂંટણીમાંસમગ્રરાજયમાં33ટકામહિલાઅનામતનોઅમલ જિ.પંચાયતની31નાબદલે27બેઠકથઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 31 બેઠકો હતી. પરંતુ મોરબી જિલ્લામાં 4 બેઠકોનો સમાવેશ થયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં હવે 31ના બદલે 27 બેઠકો થઇ ગઇ છે. જેના કારણે ભાજપા અને કોંગ્રેસની ચાર બેઠકો ઘટતા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં બંનેને અસર થશે. અને આ વખતે મહિલા અનામત કારણે પણ ટીકીટ બેઠક વહેંચણી ઘણી રસપ્રદ રહેશે. જિલ્લા પંચાયતની સોલડી બેઠકને મોરબી જિલ્લામાં ભેળવી દેવામાં આવી છે. આથી સોલડી બેઠક પરથી ચૂંટાયેલ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા પરાક્રમસિંહ ઝાલાની જગ્યા ખાલી પડી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં નવા વિરોધપક્ષના નેતાની વરણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વિરોધપક્ષનાનવાનેતાનીવરણીકરવીપડશે