1. કુલપાના22 | કિંમત~4.00| 16 + 6 (કળશ)
સુવિચાર
જો તમે વારંવાર નિષ્ફળ ન
થતા હો તો એવું માની લો કે
તમે કાંઈ જ નવું કરી રહ્યા
નથી. - વુડી એલેન
ભારતનાસૌથીમોટાઅખબારીજૂથ ગ્રુપનુંદૈિનક
દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણવર્ષ51|अंकઅંક160|महानगरમહાનગર } મધ્યપ્રદેશ | છત્તીસગઢ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશન
ભાવનગર બુધવાર,28જાન્યુઆરી,2015,મહાસુદ-9,િવક્રમસંવત2071
પંચતંત્ર
પોપટના પિજરા નીચે છાપુ શું કામ
મુકયું ? પોપટ રામનામને બદલે
મોદી ઓબામા, મોદી ઓબામા
બોલવા મંડયો !
સેન્સેક્સ 29,571.04
પાછલો 29,278.84
સોનું 28,250
પાછલો 28,500
ચાંદી 39,200
પાછલો 39,700
ડોલર 61.41
પાછલો 61.42
યુરો 69.22
પાછલો 68.96
ન્યૂઝ ઈન બોક્સ
પહેલાં ગૂડ ન્યૂઝ
સેન્સેક્સ29571નીસપાટીએ
નિફ્ટીપણનવીટોચેપહોંચ્યો
અમદાવાદ |સેન્સેક્સે સપ્તાહની
શરૂઆત 292.20 પોઇન્ટના સંગીન
સુધારા સાથે કરવા સાથે 29571.04
પોઇન્ટની ઐતિહાસિક ટોચ હાંસલ
કરી છે. ઇન્ટ્રા-ડે 338 પોઇન્ટ ઉછળેલો
સેન્સેક્સ સળંગ આઠ દિવસની અવિરત
તેજીમાં 2224.22 પોઇન્ટ નો ઊછાળો
નોંધાયો. (વધુઅહેવાલબિઝનેસપાને)
એરટેલેબેંગ્લુરુમાં4જીસેવા,
પ્રીપેઈડનેપણડોંગલમળશે
બેંગ્લુરુ | એરટેલે મંગળવારથી
અહીં 4જી વાયરલેસ સેવા શરૂ કરી
છે.કંપનીના 4જી પ્લાન હેઠળ પ્રી
પેઇડ ગ્રાહકોને પણ 4જી ડોંગલ
મળશે.એરટેલે નોકિયા સાથે આ વર્ષે
ડિસેમ્બરથી 11 રાજ્યોના 6 ટેલિકોમ
સર્કલોમાં 4જી શરૂ કરશે.
અમદાવાદમાંગાંધીવિચારોના
પ્રચારમાટેખૂલશેકાફેટેરિયા
અમદાવાદ | ગુજરાતનું નવજીવન
પ્રકાશન બુધવારે કાફેટેરિયા,
આર્ટ ગેલેરી અને વેબસાઇટ શરૂ
કરવા જઇ રહ્યું છે.તેનું લક્ષ્ય
યુવા પેઢીઓમાં ગાંધીવિચારોનો
પ્રચાર-પ્રસાર કરવાનો છે.
નવજીવન પ્રકાશન ગાંધીજીએ જ શરૂ
કર્યું હતું.
મહિલાએ વિમાનમાં બેસવા
ગલુડિયાંનેટોયલેટમાંડૂબાડ્યાં
હ્યુસ્ટન| ફ્લોરિડાની એક 56 વર્ષીય
મહિલા પર તેની સાથે રહેલા ખૂબ
નાની વયનાં ગલુડિયાં સાથે એરપોર્ટ
સત્તાધિશો દ્વારા તેને યાત્રા નહીં
કરવા દેવાતા એરપોર્ટના ટોયલેટમાં
ડોબરમેન ગલુડિયાને ડૂબાડી દેવાની
શંકા છે.
નોઈડામાંસેમસંગનોમોબાઇલ
પ્લાન્ટ,હજારોનેનોકરીનીતક
લખનઉ | સેમસંગ નોઈડામાં
મોબાઇલ પ્લાન્ટ લગાવવા જઇ રહી
છે.યુપી સરકારે મોબાઇલ ઉદ્યોગ
ક્ષેત્રે મંગળવારે 5 હજાર કરોડના
એમઓયુ કર્યા હતા.તેનાથી રાજ્યના
50 હજાર યુવાનોને રોજગાર મળશે.
ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશન,
લાવા, સ્પાઇસ અને ઇઓએન સાથે
પણ એમઓયુ થયા હતા.
સૌથીલાંબુંબેટ
દુબઈ | ઓએસએન ટીવી નેટવર્કે
32 મિટર લાબું, 4 મિટર પહોળું બેટ
બનાવ્યું છે. તેને દુનિયાનું સૌથી
મોટું બેટ ગણાવવામાં આવી રહ્યું છે.
એલજી દ્વારા પ્રથમ પારદર્શક
સ્માર્ટફોનનીરજૂઆતકરાઈ
સિઓલ | એલજી પ્રથમ પારદર્શક
સ્માર્ટફોન એફએક્સઓ લઈને
આવી છે. 4.7
ઇંચ સ્ક્રીન, 1.2
ગિગાહર્ટ્ઝ કોર,
1.5 જીબી રેમ, 16
જીબી મેમરી અને
8 એમપી કેમેરા
ધરાવતો ફોન રૂ. 26,300નો છે.
ભાસ્કર ખાસ અનોખાસમૂહલગ્ન,તમામવ્યવસ્થામહિલાઓનાહાથમાં
200મહિલાનીટીમ,2000મહેમાન,3લાખખર્ચ
આયોજનની તૈયારીઓથી માંડી વિદાય સુધીની સઘળી વ્યવસ્થા 200
મહિલા ટીમે કરી. 2,000 મહેમાન. લગ્ન કરાવનાર પંડિત પણ મહિલા,
નીતા શર્મા. તેઓ ખાસ નરસિંહપુરથી આવ્યાં હતાં. કિરાર સમાજનો
આ સમારંભ હતો. આ વખતે આમાં લગભગ ત્રણ લાખનો ખર્ચ આવ્યો
હતો. તૈયારીઓમાં 25 દિવસ લાગ્યા હતા.
પિપરિયા(મ.પ્ર.).27જાન્યુઆરી
મધ્યપ્રદેશનું એક નગર છે પિપરિયા.
હિલ સ્ટેશન પંચમઢી જવા માટે આ
અંતિમ રેલવે સ્ટેશન છે.સામાન્ય રીતે
દેશમાં આ માટે જ ચર્ચામાં રહે છે પણ
રવિવારે અહીં એક અનોખો લગ્ન
સમારંભ ચર્ચામાં આવ્યો હતો. તેની
આખી કમાન મહિલાઓના હાથમાં
હતી. લગ્ન કરાવવાથી માંડી ભોજન
કરાવવાથી અને દંડ વસૂલવા સુધી.
તમે ચોંકો તે પહેલાં દંડ વસૂલવાની
બાબત સ્પષ્ટ કરી
...અનુસંધાન પાના નં.09
લગ્નકરાવ્યાં,ભોજનકરાવ્યુ,
અને~2900દંડપણવસૂલ્યો
ગંભીરબીમારીએલીધેલોભરડો
રાજ્યમાં સ્વાઇન ફ્લુનો
કહેર : વધુ 3 દર્દીનાં મોત
અમદાવાદ.27જાન્યુઆરી
જામેલા શિયાળાની ઓથમાં જોખમી રીતે વકરી રહેલા
સ્વાઇન ફ્લુથી રાજયમાં એક જ દિવસમાં ત્રણ વ્યકિતઓના
મોત નીપજયા છે. જેમાં કચ્છ, રાજકોટ અને દહેગામના
બહીયલમાં એક-એક ...અનુસંધાન પાના નં.09
...અનેતેમનોકોમનમેનઆર.કે.લક્ષ્મણ
લક્ષ્મણનથીરહ્યા,પરંતુ
‘કોમનમેન’હંમેશારહેશે
પૂણે : પોતાના કાર્ટૂનોમાં રચેલા કોમનમેનથી એક અમીટ છાપ
છોડનારા કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ હવે નથી રહ્યા. પરંતુ
તેમનો કોમનમેન હંમેશા રહેશે. લાંબી બીમારી પછી 94 વર્ષના
આર.કે. લક્ષ્મણનું સોમવારે પ્રજાસત્તાક દિને જ હોસ્પિટલમાં
નિધન થયું હતું. પૂણેના વૈકુંઠ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ
સંસ્કાર કરવામાં આવ્યા હતા.શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લક્ષ્મણના નામે એક
સ્મારક બનાવવાની જાહેરાત પણ કરી.
‘થેન્ક યુ નેહા બુચ’. દિલ્હીના સિરી
ફોર્ટ ઓડિટોરિયમમાં ઓબામાએ
પોતાનો પરિચય આપનારી નેહા
બુચને ગળે લગાવીને આ શબ્દો ક્હ્યા
ત્યારે સમગ્ર વિશ્વને નેહાના નસીબની
કદાચ ઇર્ષ્યા થઇ હશે. આ અંગે નેહાએ
કહ્યું કે ઓબામાને મારી સ્પીચ સારી
લાગી. તેમણે મને
પોતાનું સ્વાગત
કરવા માટે થેન્ક
યુ કહ્યું જે મારા
માટે લાઇફટાઇમ
એચિવમેન્ટ
છે. નેહાના
પિતા ગુજરાત કેડરના 1964ની
બેચમાં આઇએએસ અધિકારી રહી
ચૂક્યા હોવાથી તેનું પ્રાથમિક શિક્ષણ
ગુજરાતની સ્કૂલમાં
થયું હતું.
ભારતમાટેમહત્વનાંઆશ્વાસન
અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યના રૂપમાં
જોડાવવાનું સમર્થન કરે છે.
અમે ભારતની સ્વચ્છ ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવાના લક્ષ્યાંકોનું સ્વાગત
કરીએ છીએ. અમે તેમાં દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ.
એશિયા પેસિફિકમાં ભારતની મોટી ભૂમિકા ઇચ્છીએ છીએ. વિવાદોનું
સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઇએ.
અમે વિશ્વમાંથી પરમાણુ હથિયાર દૂર કરવા માગીએ છીએ. આ દિશામાં
અહિંસાનો સંદેશ આપનારું ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
}નમસ્તેથીશરૂઆત,જયહિંદથીસમાપન|ઓબામાએ
ભાષણની શરૂઆત નમસ્તેથી કરી. બાદમાં તેમણે પ્રજાસત્તાક દિવસના સમારોહ
પર મુખ્ય અતિથિ તરીકે પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે બોલવા માટે કહ્યું- ‘ખૂબ
ખૂબ ધન્યવાદ.’ આખરે જયહિંદ કહીને ભાષણ સમાપ્ત કર્યું.
}‘બડેબડેદેશોમેં...’
મેં પરેડમાં રોયલ એનફિલ્ડ પર
બેઠેલા ડેરડેવિલ્સને જોયા. અદભુત
હતું પરંતુ સિક્રેટ સર્વિસના લોકો મને
મોટરસાઇકલ પર બેસવા દેતા નથી.
ઊંધા માથે તો બિલકુલ નહીં. હું અગાઉ
અહીં આવ્યો હતો ત્યારે મુંબઇમાં
દિવાળી મનાવી હતી.
}તાજફરીક્યારેક:મિશેલ
મિશેલે મંગળવારે જણાવ્યું હતું કે તે
ભારત આવીને પ્રેમના સ્મારક તાજ
મહલને જરૂર જોશે. જ્યારે તેમને
પૂછવામાં આવ્યું કે તાજ નહીં જોઇ
શકવાના કારણે તે નિરાશ છોω તો
મિશલે કહ્યું,‘હા હું છું, પરંતુ ફરી
આવીશ.’
અમેરિકીપ્રમુખઓબામાનેમળવાદેશનાઅબજોપતિઓએશિસ્તબદ્ધલાઈનલગાવી
રાષ્ટ્રપતિભવનમાં સ્ટેટ ડીનરમાં ઓબામાને મળવા માટે રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શશી રૂઈયા, નારાયણ મૂર્તિ, સાયરસ મિસ્ત્રી, અનિલ અંબાણી, આનંદ
મહિન્દ્રા, કિરણ મજુમદાર શૉ, નરેન્દ્ર ત્રેહાન, ભારતી મિત્તલ, અઝીમ પ્રેમજી અને ચંદા કોચર સહિતના દેશના અબજોપતિઓએ લાઈન લગાવી હતી.
ગુજરાતમાંભણેલીનેહાબુચે
ભાસ્કર.કોમનેકહ્યું
ઓબામાનુંથેન્કયુ લાઇફ
ટાઇમએચિવમેન્ટ
દીકરીઓના હક પર
અમે અમેરિકામાં મહિલાઓને સમાન તક
આપવાની દિશામાં સતત પ્રયાસ કરી
રહ્યા છીએ.મારે પણ બે દીકરી છે.આપણે
આપણી દીકરીઓને સશક્ત કરવી
પડશે.મારા માટે આ પ્રવાસમાં સૌથી
મહત્વપૂર્ણ બાબત ભારતીય સેનામાં
નારીશક્તિનું પ્રદર્શન જોવા મળ્યું તે હતી.
ખાસ તરીકે મને ગાર્ડ ઓફ ઓનરનું
નેતૃત્વ કરનારી અધિકારી (પૂજા ઠાકુર)
પણ. આ ગર્વ અને મજબૂતીની વાત
છે .સફળ મહિલાઓ જ સફળ રાષ્ટ્રનું
નિર્માણ કરે છે.
બેસ્ટ પાર્ટનર
આપણા દેશનો ઇતિહાસ, ભાષાઓ ભલે
અલગ-અલગ હોય પણ એક-બીજાને
જોવાથી આપણને આપણો જ ચહેરો
દેખાય છે.સ્વતંત્ર થઇને આપણે બંધારણ
બનાવ્યું.આપણે તે ગણતરીના દેશોમાંના
છીએ જે મંગળ અને ચંદ્ર બંને પર ગયા
છે.અમેરિકામાં દુનિયાનો સૌથી મોટો
ભારતીય સમુદાય છે.લગભગ 30 લાખ
ભારતીય અમેરિકન.આ કારણોસર
આપણે સ્વાભાવિક સહયોગીઓ છીએ.
નમસ્તે અને જયહિન્દસાથેઓબામાનીવિદાય,અમેરિકીપ્રમુખબરાકનીસાઉદીઅરબરવાનાથતાપહેલાંસૂચકસલાહ
ધર્મનાનામેનહીંવહેંચાયતોભારતનીપ્રગતિ
મોદી-અોબામા ‘મન કી બાત’
વાંચોપાનાનં.08
નવીદિલ્હી.27જાન્યુઆરી
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક
ઓબામાએ ત્રણ દિવસના ભારત
પ્રવાસની સમાપ્તિ એક સલાહ સાથે
કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘જો
ધર્મના આધારે ભાગલા નહીં પડે તો
ભારતનો જરૂર વિકાસ થશે.’ તેમણે
એ વિશ્વાસ પણ દર્શાવ્યો કે ભારત
અમેરિકાનું મજબૂત અને બેસ્ટ
પાર્ટનર છે. ભવિષ્યના પડકારોનો
બંને દેશો ભેગા મળીને સામનો
કરશે. સાઉદી રવાના થતાં પહેલાં
સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં તેમણે
અમેરિકન સ્ટાઇલમાં મીટિંગ કરી.
બે હજાર લોકોની સામે ઓબામા
સિવાય કોઇ ભારતીય નેતા મંચ
પર ન હતા. અહીં 35 મિનિટ સુધી
ભાષણ આપ્યું. ભાષણની શરૂઆત
‘નમસ્તે’થી કરી અને સમાપન
‘જય હિંદ’થી. ઓબામાએ શાહરુખ
ખાન, મિલ્ખા સિંહ, એમ. સી.
મેરિકોમ અને નોબેલ શાંતિ પુરસ્કાર
વિજેતા ...અનુસંધાન પાના નં.09
શાહરુખ,મિલ્ખા
સિંહ,મેરીકોમઅને
સત્યાર્થીનેયાદકર્યા
કયામુદ્દેશુંબોલ્યા
ધર્મ પર... મહાત્મા ગાંધી કહેતા
હતા કે તમામ ધર્મ એક જ વૃક્ષનાં
ફૂલ છે.ભારત અને અમેરિકામાં
હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ,
યહૂદી, બૌદ્ધ અને જૈનો રહે
છે.ભારતના બંધારણમાં પણ
કલમ-25 તમામ લોકોને પોતાના
ધર્મનું પાલન કરવાનો અને પ્રચાર
કરવાનો અધિકાર આપે છે. ભારત
સફળ થતો રહેશે, જ્યાં સુધી તે
ધાર્મિક આધારે નહીં વહેંચાય.
આપણે સમાજને વહેંચનારાં
તત્વોથી સાવધાન રહેવું પડશે.
ચાય પે ચર્ચા |હૈદરાબાદહાઉસમાંઓબામાસાથેનીમુલાકાતવાળો
મોદીનો કોટ ટોક ઓફ ધી વર્લ્ડ બન્યો
નવીદિલ્હી.27જાન્યુઆરી
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા
સાથે હૈદરાબાદ હાઉસ ખાતેની
મુલાકાત વખતે ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પહેરેલા શૂટે સોશિયલ
મીડિયા સાઇટ્સ પર ભારે કૌતુક
જગાવ્યું હતું. આ સમગ્ર શૂટ પર ગોલ્ડન
એમ્બ્રોયડરી દ્વારા ‘નરેન્દ્ર દામોદરદાસ
મોદી’ લખવામાં આવ્યું હતું. ફેશનની
બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા
ખાસ કાળજી રાખતાં હોય છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ફેશન બ્રાન્ડ
‘મોદી કુર્તા’ તેમની આગવી ઓળખ
બની ગયા છે. ...અનુસંધાન પાના નં.09
હૈદરાબાદહાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ ઓબામા અને મોદી
વચ્ચેની વાતચીતમાં મોદીએ પહેરા શૂટનો ખૂબ જ નજીકથી
ઝૂમ ફોટોગ્રાફ જોતાં સમગ્ર શૂટ પર ગોલ્ડન એમ્બ્રોયડરીથી
‘Narendra DamodarDas Modi’ લખેલું હતું. તેની
કિંમત આશરે 5થી 8 લાખ હોવાનું મનાય છે.
હોસ્નીમુબારકેપણપોતાનુંનામધરાવતોશૂટપહેર્યોહતો
શૂટ પર પોતાના નામની એમ્બ્રોયડરી કરનારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વિશ્વના પ્રથમ નેતા નથી. અગાઉ ઇજિપ્તના નેતા હોસ્ની મુબારકે પણ સમગ્ર શૂટ
પર પોતાના નામની એમ્બ્રોયડરી કરી હોય તેવો શૂટ સિવડાવ્યો હતો.
મોદીએપહેરેલાશૂટપરમોદીના
નામનીએમ્બ્રોયડરી
કાશ્મીરમાં કર્નલ
સહિત 2 જવાન
શહીદ, બે ઘવાયા
શ્રીનગર.27જાન્યુઆરી
કાશ્મીરમાં
તરાલ ખાતે
પોલીસ અને
લશ્કરની સંયુક્ત
ટીમ સાથેની
ઝપાઝપીમાં
હિઝબુલના બે
સ્થાનિક આતંકવાદીઓ ઠાર મરાયા
છે. જ્યારે લશ્કરની 42 રાષ્ટ્રીય
રાઈફલના કર્નલ એમ. એલ. રાવ
શહીદ થયા છે. તેમને એક દિવસ
પહેલા પ્રજાસત્તાક દિને વીરતા
પુરસ્કારથી સન્માનવામાં આવ્યા
હતા. આ ઘટનામાં બે પોલીસ
કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.
...અનુસંધાન પાના નં.09
શહીદ કર્નલ રાવ