વ્યવસ્થિત, સમયસર અને પ્રમાણભૂત કટોકટી સારવાર તરફ એક મહત્વપૂર્ણ પહેલ.
આ “માનક સારવાર માર્ગદર્શિકા – સામાન્ય તબીબી કટોકટીઓ” માર્ગદર્શિકા સામાન્ય તબીબી કટોકટીની પરિસ્થિતિઓમાં આરોગ્યકર્મીઓને ઝડપી, વ્યવસ્થિત અને પુરાવા આધારિત સારવાર માટે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત WHO Basic Emergency Care તથા ACLS, BLS, PALS અને ATLS સાથે સુસંગત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નીચેના મહત્વપૂર્ણ તબક્કાઓને આવરી લેવામાં આવ્યા છે:
🔹 ઓળખ અને પ્રાથમિક આકલન
🔹 તાત્કાલિક ક્લિનિકલ મૂલ્યાંકન
🔹 તાત્કાલિક વ્યવસ્થાપન
🔹 દવાકીય વ્યવસ્થાપન
🔹 યોગ્ય સમયે રેફરલ અને એસ્કેલેશન
🔹 દસ્તાવેજીકરણ અને અનુસરણ
🎯 મુખ્ય ઉદ્દેશ:
દરેક કટોકટીની પરિસ્થિતિમાં દર્દીને સમયસર યોગ્ય સારવાર મળે, આરોગ્યકર્મીઓ વચ્ચે ટીમવર્ક અને સંકલન વધે તથા Patient Safety અને Clinical Outcomesમાં સુધારો થાય.
આ માર્ગદર્શિકા આરોગ્યકર્મીઓ માટે પ્રેક્ટિકલ રેફરન્સ અને લર્નિંગ રિસોર્સ તરીકે ઉપયોગી બને તેવો પ્રયત્ન છે. તેનો ઉપયોગ વર્તમાન સંસ્થાકીય પ્રોટોકોલ, લાગુ માર્ગદર્શિકાઓ અને વ્યક્તિગત ક્લિનિકલ જજમેન્ટ સાથે કરવો જોઈએ.
🙏 સહકર્મીઓના સૂચનો, પ્રતિભાવો અને વ્યાવસાયિક માર્ગદર્શનનું હાર્દિક સ્વાગત છે, જેથી આ પહેલને વધુ ઉપયોગી અને ગુણવત્તાસભર બનાવી શકાય.