Skip to main content
1
હેલ્થ એન્ડ વેલનેસ અને
નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ (એન.ઓ.એચ.પી.)
અંતર્ગત
આરોગ્ય કાર્યકરો માટે મોંઢાનાં સ્વાસ્થ્ય માટે ની તાલીમ
પ્રસ્તાવના
• મોંઢાનું સ્વાસ્થ્ય એ શરીરના સ્વાસ્થ્યનો એક અતૂટ ભાગ છે.
• મોંઢાના રોગો જેવા કે દાંતનો સડો, પેઢાના રોગો, મોંઢાનું કેન્સર
ઊંચા પ્રમાણમાં જોવા મળે છે.
• લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોંઢાના રોગો ને શરૂઆતમાં
જ અટકાવવા એ મહત્વનું બની રહે છે.
2
આરોગ્ય કાર્યકરોની ભૂમિકા
• આપ આરોગ્ય ક્ષેત્રે પાયાનાં સ્તરે કામ કરો છો.
• લોકો સાથે સીધો સંપર્ક હોવાથી, આપનું કાર્ય
લોકો અને આરોગ્ય ક્ષેત્ર વચ્ચેના સેતુ તરીકે
ગણવામાં આવે છે.
• આપ લોકોને ખૂબ જ સારી રીતે દાંતના અને
મોંઢાના આરોગ્ય વિશેની જાણકારી આપી,
દાંતના અને મોંઢાના રોગોની અટકાયત કરી
શકો છો.
3
આ તાલીમનાં અંતે આપને....
• તંદુરસ્ત મોં અને દાંતનું બંધારણ ની માહિતી મળશે
• દાંત અને પેઢાના રોગો ના લક્ષણો વિષેની જાણકારી
• દાંતનાં રોગો અને મોંઢાનાં કેન્સરનાં અટકાવની જાણકારી
• દાંતના અને પેઢાના રોગોની સારવાર માટેની જાણકારી
• જરૂરીયાતવાળા દર્દીને નજીકના ડેન્ટલ સર્જન (દાંતનાં ડોક્ટર) પાસે
મોકલવા માટેનું માર્ગદર્શન
4
તંદુરસ્ત મોં
5
તંદુરસ્ત મોં
6
તંદુરસ્ત દાંત
મુગટ (ક્રાઉન)
દાંતનો ઉપરનો ભાગ, જે મોંઢામાં દેખાય છે.
મૂળિયા (રુટ)
દાંતનો નીચેનો ભાગ, જે દાંતને જડબાનાં હાડકામાં જકડી
રાખવામાં મદદ કરે છે અને મોંઢામાં દેખાતો નથી
7
તંદુરસ્ત દાંત
8
તંદુરસ્ત દાંત
• ઇનેમલ
– તે દાંતનાં મુગટનું બહારનું પડ છે, તે આખા શરીરમાં સખત અને
મજબૂત ભાગ છે.
• ડેન્ટીન
– તે દાંતનું મુખ્ય જથ્થો બનાવે છે, તે આછા પીળા રંગનું હોય છે.
• પલ્પ (દાંતનો મજ્જા)
– આ ભાગમાં દાંતની રક્તવાહિનીઓ અને ચેતા તંતુઓ આવેલી હોય
છે, જે દાંતને પોષણ પુરુ પાડે છે.
9
તંદુરસ્ત દાંત
• સિમેન્ટમ
– તે દાંતનાં મૂળનું બહારનું પડ છે, તે હાડકા જેવું હોય છે.
• પિરિઓડોન્ટલ લિગામેન્ટ
– દાંતનાં મૂળની ફરતે સુક્ષ્મ તતુંઓ આવેલા હોય છે, જે દાંતને
જડબાનાં હાડકા સાથે જકડી રાખવામાં મદદ કરે છે.
દાંતનાં પ્રકાર
Incisor
છેદક દાંત
Canine
રાક્ષીદાંત
Premolar
અગ્ર દાઢ
Molar
દાઢ
11
દાંતનાં વર્ગ
• દુધિયા દાંત
• દુધિયા દાંતની સંખ્યા ૨૦ હોય છે. ૧૦ દાંત ઉપર અને
૧૦ દાંત નીચેનાં જડબામાં હોય છે.
• કાયમી દાંત
• કાયની દાંતની સંખ્યા ૩૨ હોય છે. ૧૬ દાંત ઉપર અને
૧૬ દાંત નીચેનાં જડબામાં હોય છે.
12
દાંતનાં વર્ગ
13
દાંત આવવાનાં તબક્કા
14
તંદુરસ્ત પેઢા
• રંગ- ગુલાબી
• મજબુત
• દાંત ને ફરતે હોય છે
• તંદુરસ્ત પેઢા માંથી
લોહી નીકળતું નથી
15
દાંત અને મોંઢાનાં મુખ્ય રોગો
• દાંતનો સડો
• પેઢાનાં રોગો અને પાયોરીયા
• મોંઢાના કેન્સર પહેલા થતી અસરો અને લક્ષણો
• મોંઢાના કેન્સરનાં ભયજનક ચિન્હો
16
દાંતનો સડો
• દાંતનો સડોએ જીવાણું દ્વારા થતો રોગ છે, જે દાંતના માળખાને
નુકશાન પહોંચાડે છે અને દાંતને પોલો કરી દાંતમાં દુખવો કરે છે.
17
દાંત નો સડો થવા માટે ના જોખમી પરિબળો
ઉંમર- બાળકોમાં ગળ્યા અને ચીકણો ખોરાક
મોંઢા માં લાળ રસનું ઓછું હોવવું
મોંઢાની બરાબર સફાય ન થવી
દાંતની રચના
18
દાંતનો સડો
પ્લાક (દાંત પર જીવાણુઓનું સ્તર) + ગળ્યો અને ચીકણો ખોરાક
19
આ એસિડ તંદુરસ્ત દાંત ના બંધારણ માં ફેરફાર કરી દાંત ને પોલો કરે છે
મોંઢામાં એસિડ ઉત્પન કરે
દાંતનો સડો
દાંતનાં સડાનાં પ્રકાર
• દાંતનાં મુગટ (ક્રાઉન) માં થતો સડો
• દાંતની ચાવવાની, બહારની અને અંદરની સપાટી પર સડો થાય છે.
• બે દાંત વચ્ચે થતો સડો
20
દાંતનાં સડાનાં પ્રકાર
• દાંતનાં મૂળિયામાં થતો સડો
• દાંતનાં મૂળિયા સડો માટી ઉંમરમાં જોવા મળે છે.
• માટી ઉંમરમાં પેઢા નીચે ઉતરી જવા થી દાંતનાં મૂળિયા ખુલ્લી જાય છે અને
સડો થાય છે.
21
દાંતનાં સડાનાં તબક્કા
22
તંદુરસ્ત દાંત ઈનેમલમાં સડો ડેન્ટીનમાં સડો મજ્જા (નસ)માં સડો
દાંતની રસી
દાંતનાં સડાનાં લક્ષણો
• ઇનેમલમાં દાંતનો સડો (દાંતના પહેલા પડમાં સડો)
દાંત પર સફેદ ડાઘ દાંતનું કથ્થાઇ કે કાળું પડવું
ગરમ કે ઠંડા ખોરાક થી દાંતમાં
ઝણઝણાટી થવી
23
દાંતનાં સડાનાં લક્ષણો
• ડેન્ટિનમાં દાંતનો સડો (દાંતનાં બીજા પડમાં સડો)
દાંતમાં ખાડો પડવો બે દાંત વચ્ચે ખોરાકનું ફસાવવું
24
ગરમ કે ઠંડા ખોરાક થી દાંતમાં
ઝણઝણાટી થવી
દાંતનાં સડાનાં લક્ષણો
• દાંતની નસમાં અને મુળીયા સુધી સડો પ્રસરવો
દાંતમાં પોલાણ અને તુટી જવું અસહ્ય દુખાવો
રસી થવી અને સોજો આવવો તાવ આવવો
25
પેઢાનાં રોગો અને પાયોરીયા
• જીવાણું દ્વારા થતો રોગ છે, જે પેઢા અને દાંતને આધાર આપતા
પેશીઓને અને હાડકાંને નુકશાન પહોંચાડે છે, જેથી દાંત હલવા માડે
છે અને અંતે દાંત પડી જાય છે.
26
પેઢાનાં રોગોનાં જોખમી પરીબળો
પુખ્ત અને વૃદ્ધ વ્યક્તિ
સ્ત્રી > પુરુષ
27
મોંઢાં ની બરાબર સફાઈ ન થવી
વિટામિન સી ની ઉણપ
પેઢાનાં રોગોનાં જોખમી પરીબળો
ધુમ્રપાન કરવું તમાકુનું સેવન
ગર્ભાવસ્થા
ડાયાબિટીસ
28
દાંત પર જીવાણુંનું સ્તર (પ્લાક)
• અયોગ્ય રીતે બ્રશ કરવાના કારણે દાંત પર જીવાણુંનું સ્તર જામે છે
જેને પ્લાક કહેવામાં આવે છે.
• આ જીવાણુંનું સ્તર પેઢાનું સંક્રમણ કરે છે.
29
દાંત પર છારીનું બાજવું
• જો આ સ્તર ને દૂર ના કરીએ તો તે કઠણ થઈ જાય જેને ટાર્ટર/
છારી કહેવાય છે.
• રંગ- સફેદ, પીળો કે ઘાટાં કથ્થાઇ
• પેઢાનું સંક્રમણ કરે છે જેથી પેઢા માંથી લોહી અને રસી નીકળે છે
અને પેઢા નીચે ઉતરી જાય છે.
30
પેઢાનાં રોગો અને પાયોરીયા
31
અયોગ્ય/ અનિયમિત બ્રશ ન કરવું/ બ્રશ ન કરવું
ખોરાકનાં કણો અને જીવાણુંઓનું સ્તર (પ્લાક)
દાંત પર છારીનું બાજવું
પેઢાનો રોગ
પાયોરીયા
જો સારવાર ન કરાવો તો
પેઢાનાં રોગોનાં લક્ષણો
દાંત પર છારી બાજવી પેઢામાંથી લોહી આવવું
લાલ રંગના પેઢા મોંઢા માંથી દુર્ગંધ આવવી 32
પાયોરીયાનાં લક્ષણો
દાંત પર છારી બાજવી
પેઢામાં રસી થેવી અને સોજો આવવો
પેઢા નીચે ઉતરી જાય અને દાંત વચ્ચે જગ્યા થવી
દાંતનું હલવું અને પડી જવું 33
મોંઢાના કેન્સરનાં જોખમી પરીબળો
તમાકુનું સેવન
ધુમ્રપાન કરવું
દારૂ પીવાની આદત હોય
મોંઢાની સફાઈ બરાબર ન હોય
લાંબા સમયથી અણીદાર દાંતના
કારણે વારંવાર એક જ જગ્યાએ
વાગવાથી
બહું તીખું અને મસાલેદાર
ખાવાથી 34
મોંઢાના કેન્સર પહેલા થતી અસરો અને લક્ષણો
મોંઢાની ચામડીમાં સફેદ ડાઘ
ન રૂઝાતુ ચાદુ અને બળતરા
મોંઢાની ચામડીમાં લાલ ડાઘ
તાળવાની ચામડી પર ચકામા થવા
પહેલાં કરતાં મોંઢુ ઓછુ ખુલે
35
મોંઢાના કેન્સરનાં ભયજનક ચિન્હો
મોંઢામાં ગાંઠ
ચાવવામાં,અને ગળવામાં તકલીફ થવી ગરદનમાં ગાંઠ થવી
મોંઢુ ઓછુ ખુલવું
ખોખરો અવાજ થવો
36
મોંઢાનું કેન્સર
37
લક્ષ્યાકિત જૂથના લોકો માટે મોંઢાની કાળજી
નીચે મુજબ ના જૂથના લોકો માટે ખાસ કાળજી લેવી જોઇએ:
• ગર્ભવતી સ્ત્રીઓ
• શિશુઓ અને બાળકો
• વૃદ્ધ વ્યક્તિઓ
• હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ
38
ગર્ભવતી સ્ત્રીઓ
• ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીના શરીરમાં
અંત:સ્ત્રાવ (હોરમોન્સ) ની માત્રામાં
મોટે પાયે ફેરફાર થતા હોવાને લીધે
પેઢા પર અસર જોવા મળતી હોય છે.
• પેઢા ફુલી જવા અને લોહી આવવુ
• પેઢામાં ગાંઠ થવી
• પેઢા ના રોગો ના કારણે અધુરા માસે
ઓછા વજનવાળા શિશુંના જન્મ
થવાની સંભવના વધી જાય છે
39
ગર્ભાવસ્થા દરમ્યાન દાંતની સારવાર
પ્રથમ ત્રિમાસિક બીજા ત્રિમાસિક ત્રીજો ત્રિમાસિક
ગર્ભનો પુરો વિકાસ ન થવાથી
દાંતની સારવાર યોગ્ય નથી
દાંતની સારવાર કરાવવા માટે
સુરક્ષિત
ફક્ત ટૂંકા ગાળાની સારવાર
•મોંઢાને સાફ રાખવા માટે
પ્રોત્સાહન આપવું
•મોંઢાનાં સ્વાસ્થ્ય માટે યોગ્ય
માર્ગદર્શન
• એક્સ રેનો ઉપયોગ ટાળવો
•દાંત પડાવવા
•દાંતની સફાઇ
•દાંતનાં સડાની સારવાર
(ફિલીંગ અને મુળીયાની
સારવાર
•એક્સ રેનો ઉપયોગ કરી શકાય
•મોંઢાને સાફ રાખવા માટે
પ્રોત્સાહન આપવું
•દાંતની સફાઇ
•દાંતમાં ફિલીંગની સારવાર
• એક્સ રેનો ઉપયોગ ઓછો
કરવો
40
શિશુઓમાં દાંતની કાળજી
• દાંત આવતી વખતે થતી તકલીફો
• પેઢાનું લાલ થવું
અને સોજો આવવો
• પેઢામાં ખંજવાળ
આવવી
• લાળનું આવવું
• ચિડીયાપણું
• ઝાડા થવા
• તાવ આવવો
41
શું કરવું?
• કડક ખોરાક જેવા જે- ગાજર, કાકડી,
સફરજન આપવા
• ચૂસણી આપવી
• પેઢાને ચોખ્ખા કપડાથી સાફ કરવું
42
દુધની બોટલથી થતો દાંતનો સડો
• સૂતા સમયે બાળકને દુધની બોટલ આપવાથી સડો થાય છે
• ઉપરનાં આગળનાં દાંત પર સડો જોવા મળે છે
• દુખાવો અને સોજો આવવો
• તાવ આવવો
43
શું કરવું?
• સૂતા સમયે બાળકને દુધની બોટલ ન આપવી
• માતા દ્વારા નાના બ્રશ વડે બાળકોનાં દાંત સાફ કરવા
44
દાંત પર થતી ઇજા
• નાના બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા
મળે છે.
• મોટે ભાગે ઉપર, આગળનાં દાંતને ઇજા
થાય છે.
• લક્ષણો:
– ટુટેલો દાંત અથવા દાંતનું પડી જવવું
– મોં માંથી લોહી નીકળવું
– મોંઢામાં ઘા પડવો અને સોજો
આવવો
– દુખાવો થવો
– હોઠ અને ગાલનું બહેરૂ થઇ જવું
– મોંઢાનું બરાબર બંધ ન થવું
– જડબાનું ફ્રેક્ચર
દાંત પર થતી ઇજા
• દાંતનાં મુગટનું (ક્રાઉન) ફ્રેક્ચર
• સારવાર- દાંતનાં ડૉક્ટર પાસે પૂરણ
કરાવવું
• દાંતનાં મુગટનું (ક્રાઉન) ફ્રેક્ચર જેમા
દાંતની નસ ખુલ્લી જાય
• સારવાર- દાંતનાં ડૉક્ટર પાસે
મૂળીયાની સારવાર કરાવવી
દાંત પર થતી ઇજા
• મૂળીયાનું ફ્રેક્ચર
• સારવાર- દાંત પડાવવો
• આખા દાંતનું નિકળી/ પડી જવું
• સારવાર- દાંતનાં ડૉક્ટર પાસે જઇ દાંતને
ફિક્સ કરાવવો
દાંત પર થતી ઇજા
શું કરવું
• મોંઢા માંથી નીકળતું લોહીને દબાણ
આપીને બંધ કરવું
• ઘાને બરાબર સાફ કરવું
• પડી ગયેલા દાંતને પાણી, દુધ કે લાળમાં
સંગ્રહીને રાખવો અને અડધા કલાકમાં દર્દીને
નજીકનાં સરકારી દવાખાનામાં મોકલવા
• મોંઢા પર ઇજા થઇ હોય તો તાત્કાલિક દર્દીને
સરકારી દવાખાના મોકલવા
શું ન કરવું
• પડી ગયેલા દાંતને મૂળીયાથી ન
પકડવો
• પડી ગયેલા દાંતને ફેકીના દેવો
• પડી ગયેલા દાંતને સૂકો ન થવા દેવો
• પડી ગયેલા દાંતને પાણી કે કપડા વડે
સાફ ન કરવું
48
વૃદ્ધ વ્યક્તિઓ
ઉંમરનાં કારણે દાંતનો ઘસારો
પાયોરીયા
હોઠ પર ફાટ કે હોઠનું ચીરાઇ જવું દાંતનું પડી જવું- ખાવામાં તકલીફ થવી
49
શું કરવું?
દાંતનું ચોકઠું ચોકઠાની સંભાળ- ચોકઠાને પાણીમાં મુકવું
• મોંઢાને સાફ રાખવું
50
હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ
કેમ.....
• મોંઢાની સફાઇ ન હોવી
• ખોરાક અને જમવામાં અનિયમિતા
• શારીરિક રોગો
શું કરવું?
• મોંઢાને સાફ રાખવા માટે
પ્રોત્સાહન આપવું
• દાંતનાં ડૉક્ટરની સલાહ લેવી 51
દાંત અને મોંઢાનાં રોગોને અટકાવાનાં ઉપાયો
• દરરોજ દિવસમાં બે વખત નિયમિત બ્રશ કરવું તથા જીભ ની સફાઇ કરવી
• કોગળા કરવાની દવાઓથી મોં ને સાફ રાખવું
• મોંઢાનું સ્વ-પરીક્ષણ કરવું
• તમાકુનું વ્યસન ન કરવું અને જો હોય તો તેને ત્યજી દેવું
• પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો
• નિયમિતપણે દાંતનાં ડોક્ટર પાસે ચેક-અપ કરાવવું
52
બે વખત નિયમિત બ્રશ કરવું
• દાંતને સાફ રાખવા માટે દરરોજ દિવસમાં બે વખત યોગ્ય પધ્ધતિ
થી બ્રશ કરવું
• નરમ દાંતાવાળા બ્રશનો ઉપયોગ કરવો
• દર ત્રણ મહિને બ્રશને બદલવું અથવા બ્રશ ઘસાય જાય ત્યારે બદલવું
53
બ્રશ કરવાની યોગ્ય રીત
54
જીભને સાફ રાખવી
• બ્રશ કર્યા બાદ જીભને ઉલીયા વડે સાફ કરવી
• બ્રશ કર્યા બાદ પાણીથી કોગળા કરવા
55
કોગળા કરવા
• જમ્યા પછી પાણીથી કોગળા કરવા અને મોંઢાને સાફ રાખવું
• જરૂર પડે તો દાંતનાં ડૉક્ટરની સલાહ મુજબ કોગળા કરવાની
દવાનો ઉપયોગ કરવો
56
પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો
• શરીર અને દાંતની તંદુરસ્તી માટે સમતોલ આહાર લેવો
• લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા
• તાજા ફળ ખાવા
• રેસા યુક્ત ખોરાક ખાવવો
57
• ભોજન વચ્ચે નાસ્તો ટાળો
• ગળ્યા અને ચીકણાં ખોરાક બાદ મોંઢાને સાફ કરવું
• ગળ્યા અને ચીકણાં ખોરાક ઓછા લેવવા
58
તમાકુનું વ્યસન છોડાવવાના ઉપાય
• લોકોને તમાકુનું વ્યસન ન કરવા માટે કરવા
પ્રોત્સાહન આપવું. જો વ્યક્તિને વ્યસન
હોય તો તેવા વ્યક્તિને વ્યસન છોડવા માટે
મદદ કરવી.
• કોઇ પણ પ્રકારના તમાકુની પેદાશોથી દુર
રહેવું.
• તમાકુની તલબ લાગે ત્યારે ધ્યાન બીજે
દોરવું.
• તમાકુની તલબ લાગે ત્યારે પુષ્ક્ળ પાણી
પીવું.
• કસરત અને યોગ કરવાં. 59
મોંઢાનું સ્વ-પરીક્ષણ કરવું
•અરીસાની સામે અને સારા પ્રકાશવાળી જગ્યાએ ઉભા રહીને મોંઢામાં જાતે જ
સરળતાથી તપાસ કરી શકાય છે.
•મોંઢામાં નીચે મુજબનાં બદલાવ જોવવા:
•રંગમાં બદલાવ
•ચામડીમાં બદલાવ
•અકારણ સોજો, ગાંઠ કે ચાંદા પડવા
•જો આમાંથી કોઈ પણ બદલાવ જોવા મળે તો નજીકના ડૉક્ટરને બતાવવા જવું
60
મોંઢાનું સ્વ-પરીક્ષણ કરવું
61
નિયમિતપણે દાંતના ડૉક્ટર પાસે ચેક અપ કરાવવું
• દાંતના રોગોને અટકાવા માટે દાંતના ડોક્ટરની દર ૬ મહિને મુલાકાત
લેવી
• દાંતના ડોકટર ની ૬ મહીને કે નિયમિત મુલાકાત લેવાથી દાંત રોગો નું
સમયસર નિદાન થઇ જાય છે અને તેમને આગળ વધતા અટકાવી શકાય
છે.
• દાંતની સફાઇ કરાવવી (સ્કેલીંગ)
62
દાંતનાં રોગોને અટકાવવાં માટેની સારવાર
દાંતનાં સડાને અટકાવવાં માટે
• ચાવવાની સપાટી પર સડાને અટકાવવા માટે રેઝિનનાં પદાર્થનું પૂરણ
કરવામાં આવે છે.
63
દાંતનાં રોગોને અટકાવવાં માટેની સારવાર
દાંતનાં સડાને અટકાવવાં માટે
• દાંતની સપાટી પર સડાને અટકાવવા માટે દાંતની સપાટી પર
ફ્લોરાઇડનું સ્તર લગાવવામાં આવે છે.
64
દાંતનાં રોગોને અટકાવવાં માટેની સારવાર
શરૂઆતનો દાંતનાં સડાને અટકાવવાં માટે
• એટ્રોમેટિક રિસ્ટોરેટિવ ટ્રીટમેન્ટ (એ.આર.ટી.)
• સાધનો દ્વારા સડાને કાઢીને, દાંતમાં સિમેન્ટનું પૂરણ કરવામાં આવે છે.
65
દાંતનાં રોગોને અટકાવવાં માટેની સારવાર
પેઢાનાં રોગોને અટકાવવાં માટે
• દાંત પર બાજેલી છારીને દુર કરવા માટે દાંતના ડૉક્ટર દ્વારા મશીનથી દાંતની સફાઇ
(Scaling) કરવામાં આવે છે.
• દાંતનાં ડૉક્ટરની સલાહ મુજબ કોગળા કરવાની દવાનો ઉપયોગ કરવો
66
દાંતનાં રોગોની સારવાર
શરૂઆતનાં તબક્કાનાં દાંતનાં સડાની સારવાર
• શરૂઆતના તબક્કામાં સડાને કાઢીને ચાંદી કે દાંતના રંગનું (કોમપોઝીટ
મટીરીયલ)થી પૂરણ કરવામાં આવે છે.
દાંતમાં ચાંદી ભરવી
દાંતના રંગનું
(કોમપોઝીટ મટીરીયલ)
67
દાંતનાં રોગોની સારવાર
અંતિમ તબક્કાનાં દાંતનાં સડાની સારવાર
• જો શરૂઆતના તબક્કામાં સડાની સારવાર ન કરવામાં આવે તો સડો દાંતના
મૂળિયા સુધી પહોંચે છે અને રસી થાય છે, તેની સારવાર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ
(RCT) (મૂળિયાની સારવાર)થી કરવામાં આવે છે.
• આ સારવારથી દાંતને બચાવી શકાય છે.
68
દાંતનાં રોગોની સારવાર
પેઢાનાં રોગોની સારવાર
• દાંત પર બાજેલી છારીને દુર કરવા માટે દાંતના ડૉક્ટર દ્વારા મશીનથી દાંતની
સફાઇ (Scaling) કરવામાં આવે છે.
• સારવાર બાદ પેઢા પર દાંત ના ડૉક્ટર દ્વારા અપાયેલી દવા વડે માલીશ કરવી
69
દાંતનાં રોગોની સારવાર
પાયોરીયાની સારવાર
• જો શરૂઆતનાં તબક્કામાં દાંતની સફાઇ ન કરવામાં આવે તો, પાયોરિયા થાય
છે; જેની સારવાર પેઢાની સર્જરી દ્રારા કરવામાં આવે છે. જેને ફેલ્પ સર્જરી
(Flap surgery) કહેવાય છે.
70
દાંતનાં રોગોની સારવાર
દાંત કઢાવવો
• સ્થાનિક એનેસ્થેસિયા (બહેરાશ)નું ઈન્જેક્શન આપીને દુખાવા વગર દાંત
કાઢવામાં આવે છે.
ક્યારે દાંત કઢાવવો :
• સડાનાં કારણે દાંત ખવાઇ ગયો હોય
• પાયોરીયાનાં કારણે દાંત હલતો હોય
• ઇજાનાં કારણે દાંત તુટી ગયેલ હોય
71
દાંતનાં રોગોની સારવાર
દાંતનું ચોખઠુ
• જો કોઇ કારણસર દાંત પડી ગયા હોય તો તે માટે દાંતનું ચોખઠુ બનાવામાં આવે
છે.
• અમુક દાંતનું ચોખઠુ
- કાઢવા-મુકવાનું ચોખઠુ
- ફિક્સડ ચોખઠુ
• આખુ ચોખઠુ
72
મોંઢાનાં કેન્સરનું નિદાન
• મોંઢાની સંપૂર્ણ તપાસ
• તમાકુનાં વ્યસન માટે પુછવું
• મોંઢાનાં કેન્સરનું નિદાન માટે નજીકની ડેન્ટલ કોલેજ કે કેન્સર
હોસ્પિટલમાં જવું
73
મોંઢાનાં કેન્સરનું નિદાન
• બાયોપ્સી- મોંઢાની પેશીનો કે ચામડીનો નમૂનો લઇ તપાસ કરાવવી
• FNAC-સોય દ્વારા પેશીનો નમૂનો
લઇ તપાસ કરાવવી
74
મોંઢાનાં કેન્સરની સારવાર
• કેન્સર હોસ્પિટલમાં લેવી
• મોઢાના કેન્સરની સારવાર, કેન્સરનાં તબ્બકા પ્રમાણે નક્કી કરવામાં આવે છે
• સારવારનાં પ્રકાર:
– શસ્ત્રક્રિયા
– ક્ષ-કિરણો (શેક)
– દવાઓ (કીમો થેરાપી)
75
ગેરમાન્યતા હકીકતો
દાંતની સફાઇ માટે ટુથ પેસ્ટ કરતા ટુથ પાઉડર (મંજન)
વધારે અસરકારક છે.
ટુથ પાઉડર (મંજન)માં દાંત પર ઘર્ષણ કરે એવા કણો હોય છે, જે દાંતની સપાટી
પર ઘસારો કરે છે અને દાંતને નુકશાન પહોંચાડે છે.
દાંતની સફાઇ કરાવવાથી દાંત ઢીલા પડી જાય છે. દાંતની સફાઇ ખાસ પ્રકારનાં સાધનો થી કરવામાં આવે છે, જે ફક્ત દાંતની
છારીને કાઢે છે જેથી દાંતની સફાઇથી કોઇપણ નુકશાન થતુ નથી.
દાંત પાડવાથી આંખોને નુકશાન થાય છે અને દૃષ્ટિ
જતી રહે છે.
દાંતની અને આંખની નસો અલગ અલગ હોય છે, જેથી આંખોને અને દૃષ્ટિને
કોઇ નુકશાન થતુ નથી.
મોંઢામાં તમાકુ મુકવાથી દાંતનો દુખવો મટી જાય છે. તમાકુ મુકવાથી મોંઢાનાં કેન્સર જેવા રોગો થાય છે. દાંતનો દુખવો દુર કરવા માટે
દાંતનાં ડૉક્ટરને બતાવવું જોઇએ અને ડૉક્ટરની સલાહ મુજબ દવા અને
સારવાર લેવી જોઇએ.
મંજન, કોલસો, રાખ થી દાંત સફેદ અને ચમકે છે. મંજન, કોલસો, રાખમાં દાંત પર ઘર્ષણ કરે એવા કણો હોય છે, જે દાંતની
સપાટી પર ઘસારો કરે છે અને દાંતને નુકશાન પહોંચાડે છે.
ઉંમરનાં કારણે દાંત આપમેળે પડી જાય છે. જો દાંત અને પેઢાની માવજત કરવામાં આવે તો દાંત આજીવન સુધી મોંઢામાં
રહી શકે છે.
દાંત અને મોંઢાની તંદુરસ્તી જળવાય રહે તે માટે આપે શું
કરવું?....
• દાંત અને મોંઢાનાં સ્વાસ્થ્ય માટે લોકોને જાગ્રુત કરવા
• મોઢાં ના સ્વાસ્થ્ય નું શરીર ના સ્વાસ્થ્ય સાથે સંબંધ વિષે લોકો ને જણાવો
• લોકોને ટુથબ્રશ અને ટુથપેસ્ટ નો ઉપયોગ અને જમ્યા પછી કોગળા કરવા માટે
પ્રોત્સાહિત કરો
• મોંઢાનું સ્વ પરીક્ષણ માટે લોકોને પ્રોત્સાહિત કરો
• લોકોને તમાકુ અને તેનાથી થતી આડ અસરો થી માહિતગાર કરવા
• લોકોને આરોગ્યપ્રદ ખોરાક અને તેનું દાંત અને મોંઢાના સ્વાસ્થ્ય માટેનું મહત્વ જણાવવું
• જરૂરિયાતમંદ લોકોને નજીકનાં સરકારી દવાખાના અથવા સામૂહીક આરોગ્ય કેંદ્રમાં
દાંતના રોગોની સારવાર માટે મોકલો
77
દાંત અને મોંઢાની તંદુરસ્તી જળવાય રહે તે માટે આપવી
ભૂમિકા....
• માસિક, ત્રિમાસિક અને વાર્ષિક મીટિંગ્સ ગોઠવો
• તમામ વય જૂથોના લોકોને, ગામના સરપંચ અને નેતાઓને,
શાળાના શિક્ષકોને મીટિંગ્સમાં સામેલ કરો
• દરેક મીટિંગ્સમાં દાંત અને મોંઢાના સ્વાસ્થ્ય માટેની અરસપરસ
ચર્ચા થાય એવું સત્ર ગોઢવો કરો
78
આભાર
79