“દરેક બાળકની સમયસર તપાસ, દરેક આરોગ્ય સમસ્યાની વહેલી ઓળખ, દરેક જરૂરી બાળકને યોગ્ય સારવાર સાથે જોડાણ, સારવારનું પૂર્ણતા સુધી અનુસરણ અને શ્રેષ્ઠ આરોગ્ય પરિણામ સુનિશ્ચિત કરવું — એ જ આપણા RBSKની પ્રતિબદ્ધતા છે.”
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK 2.0) અંતર્ગત સ્ક્રીનિંગથી લઈને આરોગ્ય મૂલ્યાંકન, વહેલી ઓળખ, રેફરલ, સારવાર, ફોલો-અપ અને outcome-based care સુધીની સમગ્ર પ્રક્રિયા ગુણવત્તાયુક્ત, માપનીય, જવાબદારીપૂર્ણ અને બાળક-કેન્દ્રિત હોવી જોઈએ.
આપણું લક્ષ્ય માત્ર બાળકોની તપાસ કરવાનું નથી; પરંતુ દરેક બાળકને યોગ્ય સમયે યોગ્ય સેવા, યોગ્ય સારવાર અને સતત અનુસરણ દ્વારા સ્વસ્થ અને સક્ષમ જીવન તરફ આગળ વધારવાનું છે.
અમારી પ્રતિબદ્ધતા
દરેક બાળકનું સ્ક્રીનિંગ • દરેક સ્થિતિની વહેલી ઓળખ • દરેક પાત્ર બાળકને યોગ્ય સારવાર સાથે જોડાણ • દરેક સારવારનું પૂર્ણતા સુધી અનુસરણ • દરેક બાળક માટે શ્રેષ્ઠ આરોગ્ય પરિણામ
“Screen Early. Identify Early. Refer Appropriately. Treat Completely. Follow Up Continuously. Achieve Better Outcomes.”