Skip to main content
Ayushman Nursing
College
MICRO-BIOLOGY
IMMUNITY
You can enter a subtitle
here if you need it
01
Introduction :-
 ઈમ્યુનીટી એટલે દરેક વ્યક્તિનાં બ્લડમાં રહેલી રાસાયણિક શક્તિ કે જે ચેપી રોગના પ્રતિકાર
માટે દરેકમાં વ્યક્તિગત શક્તિ હોય છે. એટલા માટે આ પ્રકારની શક્તિને રોગ પ્રતિકારક શક્તિ
કહેવામાં આવે છે. દા.ત. સમુહમાં રહેલા હોય અને કોઈ એકને શરદી થાય તો સમુહમાં રહેવા
છતાં એક વ્યક્તિને શરદી ન થાય તે તેની વ્યક્તિગત પ્રતિકારક શક્તિ કહેવાય છે.
Definition of Immunity:-
 "Immunity is defined as the resistance of an organisms to infection,
disease or other unwanted biological invasion."
Factors Producing Immunity (કયા પરીબળો ઈમ્યુનીટી ઉતપન્ન
કરે છે.) :-
(1) Anti bodies (એન્ટી-બોડીઝ) :- એટલે કે શરીરમાં એન્ટી-બોડીની હાજરી
(2) Phegocytosis Action (ફેગોસાયટોસીસ એકસન) :- એટલે કે શરીરમાં રહેલા W. B. C.
રોગના બેકટેરીયાને ખાઈ જાય છે.
(3) Vaccination(વેકસીનેશન) :- જેમાં કુત્રીમ રીતે રોગ પ્રતિકારક રસી મુકવામાં આવે છે. આ ઉપર
મુજબના ત્રણેય ફેકટર શરીરમાં ઈમ્યુનીટી ઉત્પન્ન કરે છે.
Classification of Immunity (રોગ પ્રતિકારક શક્તિ નું વર્ગીકરણ):-
The Immunity (ઇમ્યુનિટી)
(A)Innate Immunity
(a) Speces Immunity (સ્પેસીસ ઈમ્યુનીટી)
(b) Racial Immunity (રેસીયસ ઈમ્યુનીટી)
(c) Familial Immunity (ફેમીલીયલ ઈમ્યુનીટી)
(d) Inborn Immunity (ઈનબોર્ન ઇમ્યુનીટી)
(e) Individual Immunity (ઈન્ડીવીડયુલ ઈમ્યુનીટી)
(B) Acquired Immunity
Classification of Immunity (રોગ પ્રતિકારક શક્તિ નું વર્ગીકરણ):-
(1) Active Immunity
(A) Natural (B) Artificial
(a) Attack of Disease (a) Vaccine
(b) Inoculation (b) Toxoide
(B) Acquired Immunity
(2) Passive Immunity
(A) Natural (B) Artificial
(a) Placental (a) Anti Serum
(b) Colostrum (b) Toxoide
(A)Innate Immunity ( ઈનેટ ઈમ્યુનીટી) જન્મથી પ્રાપ્ત થયેલી રોગ
પ્રતિકારક શક્તિ:
ઈનેટ ઈમ્યુનીટી એટલે કે જન્મથી પ્રાપ્ત થયેલી રોગ પ્રતિકારક શક્તિ તેના નીચે પ્રમાણે પ્રકાર છે.
 (a)Speces Immunity (સ્પેસીસ ઈમ્યુનીટી) :-
 જેમાં માનવ જાતને આ ઈમ્યુનીટી લાગુ પડે છે. કારણ કે પ્રાણી અને પક્ષીઓની જાત
આપણાથી અલગ છે. જેમાં જેમાં અમુક રોગ પ્રાણી અને પક્ષીઓને લાગુ પડે છે. જેમાં અમુક
રોગ પ્રાણી અને પક્ષીઓને લાગુ પડે છે. પરંતુ માનવીઓને લાગુ પડતો નથી દા.ત. એવીઅન
ટી.બી. પ્રાણી અને પક્ષીઓમાં જોવા મળે છે. જયારે આ પ્રકારનો ટી.બી. માનવીઓમાં જોવા
મળતો નથી. તે બતાવે છે કે સમરત માનવ જાતમાં બોવાઈન ટી.બી. વિરૂધ્ધ પ્રતિકારક શક્તિ
રહેલ છે.
 (b) Racial Immunity (રેસીયલ ઈમ્યુનીટી) :-
 અમુક જાતિમાં ચોક્કસ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે. તેથી તેઓને તે પ્રકારના
રોગનો ચેપ લાગતો નથી. આ બાબતનો વિચાર કરીએ તો આફ્રિકામાં વસતા નિગ્રો જાતિના
લોકો તેને યેલો ફીવર નામનો રોગ લાગતો નથી. જયારે તેઓની સાથે કામ કારતા અને તેમની
સાથે રહેતા ગોરા લોકોને ચેલો ફીવરનો ચેપ લાગે છે. તેને રેસીયલ ઈમ્યુનીટી કહેવાય છે.
 (c) Familial Immunity (ફેમીલીયલ ઈમ્યુનીટી):-
 આ બાબત ની પ્રતીકારક શક્તિ એકલી બધી સપષ્ટ થતી નથી. પરંતુ જોવા મળે છે કે અમુક
કુટુંબો સંજોગોવસાત ગંદા વીસ્તારમા રહેતા હોવા છતા અથવા તેઓની શેરીમાં ચોક્કસ
પ્રકારનો રોગચાળો હોય તો પણ તે કુંટુંબને કોઈપણ અસર થતી નથી તેથી તેણે ફેમીલયલ
ઈમ્યુનીટી કહેવાય છે.
 (d) Inborn Immunity (ઈનબોર્ન ઈમ્યુનીટી):-
 આપણે જાણીએ છીએ કે જયારે મતા ગર્ભવતી હોય ત્યારે ફીટલ બ્લડ સરકયુલેશન મારફતે
માતા તરફથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. જે ટેમ્પરવેરી હોય છે. તેને ઈનર્બોન
ઈમ્યુનીટી કહેવાય છે
 (e) Individual Immunity (ઈન્ડીવીડયુલ ઈમ્યુનીટી) :-
 સામાન્ય રીતે દરેક દરેક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ તેઓની વ્યક્તિગત હોય છે. ચોક્કસ
વ્યક્તિઓમાં ચોક્કસ પ્રકારના રોગનો સામનો કરવા માટે ચોક્કસ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ
હોય છે. તેને વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિ કહેવા પછી દા.ત. ઘરમાં બધાને શરદી થાય કે
આંખ આવે ત્યારે તેની એકાદ વ્યક્તિને અસ થતી નથી. તેને વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિ
કહેવાય છે.
(B) Acquired Immunity (એકવાયરેડ ઈમ્યુનીટી) પ્રાપ્ત રોગ
પ્રતિકારક શક્તિ:-
બહારથી મેળવવામાં આવતી ઈમ્યુનીટીને એકવાર્ડ ઈમ્યુનીટી કહે છે.
 Types of Acquired Immunity:-
 Active Immunity :-
When antibodies are produced inside the infected body, the
immunity is called as active. It can occur by two ways; natural and
artificial.
 (A) Natural Active Immunity (એકવાયરેડ બાય નેચરલ ઈમ્યુનીટી):-
 It develops when a person suffers from a disease and antibodies
are produced inside the body to kill the foreign particles. એટલે કે કુદરતી
સાધન દ્વારા પ્રવૃત કરવામાં આપતી રોગ પ્રતિકારક શક્તિ તેના મુખ્ય બે પ્રકાર છે.
 (A) Natural Active Immunity (એકવાયરેડ બાય નેચરલ ઈમ્યુનીટી):-
 It develops when a person suffers from a disease and antibodies
are produced inside the body to kill the foreign particles. એટલે કે કુદરતી
સાધન દ્વારા પ્રવૃત કરવામાં આપતી રોગ પ્રતિકારક શક્તિ તેના મુખ્ય બે પ્રકાર છે.
(a) Attack of Disease (એટેક ઓફ ઘી ડીસીઝ) :-
 એટલે કે ચેપીરોગ નો હુમલો થવો. જેમાં ચેપીરોગનો હુમલો થતા તે દર્દીના લોહીમાં તે
બેકટેરીયા અને તેની વીરુધ્ધ એન્ટી-બોડીની રચના થાય છે. W.B.C. ની સંખ્યા વધે છે. અને
ફેગોસાયટોસીસની ક્રીયા થાય છે. એટલે કે જયારે પેશન્ટ તે રોગમાંથી સારો થઈ જાય ત્યાર
પછી તેજ પ્રકારના રોગ પેશન્ટ ને થતા નથી.
(b) Inoculation (સ્મોલ ડોઝ ઓફ બેકટેરીયા) :-
 એટલે કે શરીરમાં જંતુઓનું દાખલ થવું. થોડી-થોડી સંખ્યામા રોગના બેકટેરીયા શરીરમાં ધીમે-
ધીમે અને વારે વારે દાખલ થવાથી તે રોગ થતો નથી. રોગના બેકટેરીયા વારંવાર દાખલ થવાથી
તે પેશન્ટમાં ઈમ્યુનીટી પાવર જાય છે. અને શરીર માં થોડા પ્રમાણમાં એન્ટી-બોડીઝ તૈયાર થઈ
જાય છે. તેથી તેને કુદરતી સાઘન મારફતે મેળવેલી રોગ-પ્રતીકારક શક્તિ કહેવાય છે. તેથી
રોગની અસર થતી નથી.
Antibodies
(એન્ટી બોડીઝ)
02
 "Antibodies are substances which are formed in the tissue fluids in
response to an antigen and react with that antigen specifically and
in some observable manner."
 એટલે કે શરીરમાં આવેલા અમુક જંતુઓની હાજરીમાં ટીસ્યુની અંદર એક જાતનો કેમીકલ
પદાર્થ ઉત્પન્ન થાય છે. અને તે કેમીકલ તેજ પ્રકારનાં જંતુઓનો અને ટોકસીનનો નાશ કરી
શકે છે. તેને એન્ટી બોડીઝ કહેવાય છે. એક વાર આ એન્ટી બોડીઝ તૈયાર થાય પછી તે અમુક
સમય સુધી બ્લડમાં સચવાઈ રહે છે. અને જરૂર પડે ત્યારે તેની વૃદ્ધિ ઝડપથી થાય છે તેના
મુખ્ય બે પ્રકાર છે.
 Types of Antibodies:-
(1)Antibodies against Toxin (ટોકસીન વિરૂધ્ધ એન્ટી બોડી) :-
 એટલે કે ઝેર વિરૂધ્ધ આમાં જંતુએ ફેલાયેલ ટોકસીનની અસર આ એન્ટી બોડી ઓછી કરી
નાખે છે અને જંતુના ઝેરનો નાશ કરે છે. અથવા તો ટોકસીનને નકામા કરી નાખે છે.
(2) Antibodies against Bactaria (બેકટેરીયા વિરૂધ્ધ એન્ટી બોડી) :-
 અમુક જાતના બેકટેરીયાનો નાશ કરે છે. અથવા બેકટેરીયાની શક્તિ ઓછી કરી નાખે છે.
 Properties of Antibodies
 Chemical nature of antibodies is globulin and they are named as
immunoglobulins. Immunoglobulins are mainly synthesized by
plasma cells.
 Structure of Immunoglobulin:-
 An antibody molecule consist of two identical heavy and two
identical light chains. The 'heavy' (H) chains are longer and 'light' (L)
chains are shorter. Both types of chains are polypeptide in nature.
The two heavy chains are held together by disulphide (S-S) bonds.
Each light chain is also attached to heavy chain by disulphide bond.
 The H chains are structurally and antigenically distinct in different
classes of immunoglobulins. Five different classes namely IgG, IgA,
IgM, IgD and IgE are designated depending on presence of heavy
chain, gamma (y), mu(u), alpha(a), delta(d) and epsilon(E)
respectively. The L chains are similar in all classes of
immunoglobulins. They are present in two forms kappa (K) and
lambda (L). Each immunoglobulin has either two kappa or two
lambda light chains but both (K & L) are never found together in a
molecule.
 Immunoglobulin Classes
(1) Immunoglobulin G (IgG)
(2) Immunoglobulin A (IgA)
(3) Immunoglobulin M (IgM)
(4) Immunoglobulin D (IgD)
(5) Immunoglobulin E (IgE)
 Role of Different Immunoglobulin Classes
 IgG-Protects the body fluids
 IgA-Protects the body surfaces
 IgM-Protects the blood stream
 IgE-Mediates reaginic hypersensitivity
 Structure of Immunoglobin :
 એન્ટીબોડી 2 આઈડેન્ટીકલ (ઓળખી શકાય) તેવી 2 Heavy Chain (હેવી ચેઈન), 2
Light Chain (લાઈટ ચેઈન) થી બનેલી હોય છે.
 Heavy Chain લાંબી તથા Light Chain ટૂંકી હોય છે.
 બંને પ્રકારની ચેઈન “Polypeptide” સ્વભાવથી હોય છે.
 બંને ચેઈન બે Sulphar bond “Disalphide bond” થી જોડાયેલ હોય છે.
 “ H-Chain” (Heavy Chain) 5 Classes માં divede થાય છે જે કેવા પ્રકારની
હેવી ચેઈન છે તેના પર છે.
 હેવી ચેઈન 5 પ્રકારની હોય છે જેના પરથી ઈમ્યુનોગ્લોબીનના 5 classes આવેલ છે.
 હેવી ચેઈન નાં પ્રકાર :
1) Gamma (γ) (ગામા)
2) Mu (μ) (મ્યુ)
3) Alpha (α) (આલ્ફા)
4) Delta (Δ) (ડેલ્ટા)
5) Epsilon (ε) (ઇપ્સીલોન)
 આ પ્રકાર પરથી એન્ટીજનના 5 classes
1) (IgG)
2) (IgA)
3) (IgM)
4) (IgD)
5) (IgE)
 તે જ પ્રણામે Light Chain (L-chain) ના પણ classes છે. જે કેવા પ્રકારની લાઈટ
ચેઈન છે તેના પર આધાર રાખે છે.
1) Kapaa (κ) (કાપા)
2) Lamda (λ) (લામડા)
3) બંને light ચેઈન kappa હોય અથવા લામડા હોય, બંને ક્યારેય એકસાથે ના હોય.
Immunoglobulin
03
1) Immunoglobulin G (IgG)
 સીરમમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા Ig જે Total Serumમાં 75-80% મળી
આવે છે.
 એકમાત્ર Ig છે જે placenta(જરાયુ)ને cross કરી શકે છે. જે બાળકને Immunity તથા
નવા જન્મેલા બાળકને Immunity આપે છે.
 IgG તરત Produce નથી થતી તે ધીમે-ધીમે Produce થાય અને લાંબા સમય સુધી રહે
છે.
2) Immunoglobin (IgM)
 વજનમાં સૌથી વધુ છે.
 Infection લાગે ત્યારે સૌ-પ્રથમ IgM active થાય છે.
 IgG પહેલા હંમેશા IgM active થાય છે.
 ગર્ભસ્થ બાળકની અંદર સૌ પ્રથમ Produce થતી Antibody છે.
3) IgA
 Serumમાં મળતું બીજા નંબર નું Immunoglobulin (10-15%)
 Breast Milk માં સૌથી વધુ માત્રામાં રહેલ છે.
 Inflection સામે first line degense તરીકે કાર્ય કરે છે.
4) IgA
 સૌથી ઓછા પ્રમાણમાં Serumમાં રહેલ છે.
 Allergic Conditionમાં active થાય.
5) IgD
 સીરમાં સૌથી ઓછી માત્રામાં હોય છે.
 Mycosaમાં રહેલી હોય Bacteria & Virusથી Protect કરવા.
Antigen
01
 એન્ટીજન એક એવું તત્વ છે જે રોગ પ્રતિકાર તરીકે નવી એન્ટીબોડી બનાવે છે જે દેખીતી
રીતે સમજાય તેવી હોય છે.
Type of Antigen
1) Complete Ag (કમ્પલીટ એન્ટીજન)
 આ એવા પદાર્થો છે જે પોતે જ એન્ટીબોડીનું નિર્માણ કરી શકે છે અને આ
એન્ટીબોડી સાથે ચોક્કસ રીતે પ્રતિક્રિયા કરી શકે છે.
2) Haptens :
 આ એવા પદાર્થો છે જે પોતે જાતે ab નું નિર્માણ કરી શકતા નથી, પરંતુ જ્યારે તેઓ
કેરિયર પ્રોટીન નામના પ્રોટીન સાથે જોડાય છે. ત્યારે તેઓ ઈમ્યુનોજેનિક (ab
ઉત્પન્ન કરવાની ક્ષમતા) બની શકે છે.
 એન્ટીજેનિક નિર્ધારક (એપીટોપ)
દરેક પ્રકારના ચોક્કસ એન્ટીબોડીનું નિર્માણ કરે છે.
Type of Vaccine
04
 Types Of Vaccine And It's Preservation
રસીઓ એ જૈવીક પદાર્થ (બાયોલોજીકલ એજન્ટ) છે અથવા પદાર્થનું ઝેરી
ઉત્પાદન છે. જે શરીરમાં દાખલ કરવાથી શરીર આની સામે પ્રતિકાર કરી જે તે રોગની
સામે લડવાની રોગપ્રતિકારક શકિત પ્રાપ્ત કરે છે.
એકટીવ ઈમ્યુનાઈઝેશનમાં જેતે રોગના બેકટેરીયાને અધ:મૃતપાય કરવામાં આવે
છે. અથવા રોગ ઉત્પન્ન કરવાની શક્તિનો નાશ કરવામાં આવે છે અને આવા નબળા
પાડેલા જીવાણુઓ ને શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીર તેની સામે લડે છે અને
શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે.
રસીઓના પ્રકાર નીચે મુજબ છે.
 મૃત:રસીઓ Killed Vaccine
આમાં નીચે મુજબની રસીઓનો સમાવેશ થાય છે.
પરટુસીસ વેકસીન
રે બીસ વેકસીન (હડકવાની રસી)
ઈન્ફ્લુએન્ઝા વેકસીન
પ્લેગ વેકસીન
મેનેન્જાઈટીસ વેકસીન
 જીવંત રસીઓ Live Vaccine
 બી.સી.જીની રસી (બેસીલસ કાલ્મેટ ગ્યુરીન)
 ઓરલ પોલીયો રસી (ઓ.પી.વી.)
 ઓરીની રસી (મીઝલ્સ વેકસીન)
 રોટા વાયરસ વેકસીન
 યેલોફીવર વેક્સીન
 મૃત: અને જીવંત સાથે Combined Vaccine
 ડી.ટી.(ડીપ્થેરીયા, ટીટેનસ)
 પેન્ટાવેલેન્ટ
 ટી.એ.બી.(ટાઈફોઈડ અને પેરા ટાઈફોઈડ એ અને બી.)
 એમ.એમ.આર.(મમ્પસ,મીઝલ્સ,રૂબેલા)
 ઝેરી ઉત્સેચકો Toxoid
 એ.ડી.એસ.(એન્ટી ડીપ્લેરીયલ સીરમ)
 એ.ટી.એસ.(એન્ટી ટીટેનસ સીરમ)
 એ.જી.જી.એસ.(એન્ટી ગેસ ગેન્ગ્રીન સીરમ)
1) Live Attenuated Vaccine
 એવા પેથોજન જે Disease ન કરી શકે અથવા Disease કરવા માટે Weak
(નબળા) છે.
 પણ આપડું શરીર તેને Foreign body સમજી, Immunityમાં વધારો કરે છે.
 તેનો ફાયદો એ છે
1) Live Organism અંદર નાખ્યું છે જેથી આપડું શરીર કદમ Strong પ્રતિકાર
આપે છે.
2) એક-બે ડોઝ 10 વર્ષ કે આજીવન Immunity આપી શકે છે.
 ગેરફાયદો
 એ છે કે તે વધી મોટો પેથોજન બની જાય (Mutation દ્વારા)
 જેની Immunity Weak છે તેના શરીરમાં “Live” હોવાના કારણે સંખ્યા વધવા
લાગે છે.
 Ex. Measter, Mumps, Rubella, UPU
2) Inactive Vaccine
 Killed Version of pathogen
 ફાયદા :
 કેમકે તે Killed છે તેથી Multiply ન થઈ શકે.
 તેથી નબળી Immunity વાળા લોકોને પણ આપી શકાય છે.
 ગેરફાયદા :
 એક-બે ડોઝ થી Immunity નથી જળવાતી તેના માટે ઘણા ડોઝ આપવા પડે છે.
 ઘણીવાર આપડું શરીર Immunity built ન કરે (કારણ કે, શરીર Killed
Pathogen છે તે ઓળખી જાય છે.)
Ex. Rabies, Polio, Hep. A
3) Subunit recombinant, Polysuceharide &
Conjugated Vaccines
 બધી અલગ-પ્રકારની Vaccine છે પણ Mechanism Same છે.
 Pathogen ના ઓઈ Specific Part ને અલાયદો કરવામાં આવે છે. તેની એક
Vaccine Develop કરવામાં આવે પછી શરીરમાં મુકવામાં આવે છે. એ પાર્ટ
Antigenic Portion કહેવામાં આવે.
 ફાયદા :
 આના સામે શરીર Strong Immunity built કરે જે થોડા dose થી પણ થઇ
શકે છે.
 Specific part છે માટે mature કે multiple ન થઇ શકે માટે weak
immunity વાળા લોકે ને પણ આપી શકાય છે.
 ગેરફાયદા :
 Pathogen ના specific part ને ગોતવા ખૂબ જ મહેનત, સમય, પૈસા લાગે.
4) DNA Vaccine
 હજી Experimental (પ્રાયોગિક) Stageમાં છે.
3) Subunit recombinant, Polysuceharide &
Conjugated Vaccines
 બધી અલગ-પ્રકારની Vaccine છે પણ Mechanism Same છે.
 Pathogen ના ઓઈ Specific Part ને અલાયદો કરવામાં આવે છે. તેની એક
Vaccine Develop કરવામાં આવે પછી શરીરમાં મુકવામાં આવે છે. એ પાર્ટ
Antigenic Portion કહેવામાં આવે.
 ફાયદા :
 કેમકે તે Killed છે તેથી Multiply ન થઈ શકે.
 તેથી નબળી Immunity વાળા લોકોને પણ આપી શકાય છે.
 ગેરફાયદા :
 એક-બે ડોઝ થી Immunity નથી જળવાતી તેના માટે ઘણા ડોઝ આપવા પડે છે.
 ઘણીવાર આપડું શરીર Immunity built ન કરે (કારણ કે, શરીર Killed
Pathogen છે તે ઓળખી જાય છે.)
Ex. Rabies, Polio, Hep. A
Cold Chain
05
 Cold Chain શીત શૃંખલા એટલે શું ?
 શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાથી
સુધી યોગ્ય તાપમાને એટલે કે ૨ સે.થી ૮ સે. તાપમાન જાળવવામાં આવે છે. જેથી
રસીની ગુણવતા જળવાઈ રહે આવી રસીઓને ઉત્પાદન મથકથી લાભાથી સુધી યોગ્ય
સ્થિતીમાં પહોચાડવાની પધ્ધિતીને શીતશૃંખલા કહેવાય છે.
 શીત શૃખંલાની જાળવણી માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા
જોઈએ.
 રસીઓ ઉત્પાદક સ્થળેથી એરપોર્ટ અને એરપોર્ટ થી વિભાગીય અને જીલ્લા તથા
આરોગ્ય કેન્દ્રએ મોકલતી વખતે તેનું તાપમાન ર સે.થી ૮ સે. જળવાઈ રહેવું જોઈએ.
 રેફ્રિજરેટરમાં ડાયલ થર્મોમીટર હોવું જોઈએ અને દિવસમાં એક વખત તાપમાન માપી
ને નોધ કરવી જોઈએ.
 આરોગ્ય કેન્દ્રમાં હમેંશા જરૂરીયાત મુજબનો જ જથ્થો મંગાવવો એક માસથી વધુ
સમયનો જથ્થો મંગાવવો નહીં.
 રસીઓનું પરિવહન જયારે એક કેન્દ્રથી બીજા કેન્દ્ર પર કરતા હોય ત્યારે તાપમાનનું
ખાસ ધ્યાન રાખવું.
 રસીઓને જરૂરીયાત મુજબ જ બહાર કાઢવી.એક જ સેશન દરમિયાન વધુને વધુ
બાળકો આવરી લેવાની કોશીશ કરવી
 રસીકરણ બેઠક દરમ્યાન રસીઓનું તપામાન જાળવવા રસી એક વખત બહાર કાઢયા
બાદ આઈસ પેકમાં અથવા તેની આજુબાજુ મા મુકો જેથી વારંવાર કેરીયર ખોલ બંધ
કરવું પડે નહી.
 જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરીયાત પ્રમાણે જ ડીસોલ્વ કરો એક વખત
ઓગાળેલી રસીઓનો ઉપયોગ વધુમાં વધુ ચાર કલાક સુધી જ કરવો.
 રસીઓની સંવેનંદનશીલતાનો આધાર ગરમી અને લાઈટ તથા તેના થીજવા પર રહેલો
હોય છે. ઘણી રસીઓ ગરમી અને પ્રકાશથી સંવેનદનશીલ હોય છે જ્યારે અમક
પ્રકારની રસીઓને જો થીજી જાયતો બગડી જાય છે. જેમાં નીચે મુજબની રસીઓનો
સમાવેશ થાય છે.
 ગરમી અને સુર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સેટીવ રસીઓ:
 ગરમી અને સુર્યપ્રકાશ એટલે કે લાઈટથી સેન્સેટીવ રસીઓ:
 બી.સી.જી.
 ઓ.પી.વી.
 મીઝલ્સ
 રોટા વાયરસ
 ફીઝ એટલે કે જામી જવાથી સેન્સેટીવ બનતી રસીઓ :
 પેન્ટાવેલેન્ટ
 હીપેટાઈટીસ બી.
 ડી.ટી
 ટી.ડી
 પી.સી.વી.
 રસીઓ બગડવામાં કયા કયા પરીબળો ભાગ ભજવે છે ?
 હીટ ડેમેજ (ગરમીના લીધે)
 આમાં જો તાપમાન ૮ સે. થી વધી જાય તો રસીઓ બગડી જાય છે.
 સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી
 ડીઝોલ્વ એટલે કે ઓગાળેલી રસીઓ ચાર કલાક બાદ બગડી જાય છે. દાત.બી.સી.જી.,
મીઝલ્સ
 વારંવાર આઈ.એલ.આર. ખોલ બંધ કરવાથી.
 ફીઝ ડેમેજ થવાના લીધે.
 કોલ્ડ ચેઈનના સાધનો બરાબર કામ ન કરતા હોય ત્યારે.
 રસીઓની જાળવણીનું અપુરંતુ જ્ઞાન હોય ત્યારે.
 કોલ્ડ ચેઈન (શીત શૃંખલા) માટેના સાધનો :
 કોલ્ડ ચેઈન (શીત શૃંખલા) માટેના સાધનો મુખ્ય બે પ્રકારના હોય છે.
૧) ઈલેક્ટ્રીકલ
• ડીપ ફ્રિઝર
• આઈ.એલ.આર.
• ડોમેસ્ટીક રેફ્રિજરેટર
2) નોન ઈલેક્ટ્રીકલ
• કોલ્ડ બોક્સ
• વેકસીન કેરીયર
• આઈસ પેક
• થર્મોસ
3) અધર્સ
• કોલ્ડ વેહીકલ (વાહન)
• કોલ્ડ સ્ટોરેજ
૧) ઈલેકટ્રીકલ સાધનો :
 ડીપ ફ્રિઝર :
 આમાં આઈસ પેક થીઝવવામાં આવે છે.
 આમાં તાપમાન - ૧૫સે. થી -૨૫ સે. જેટલુ હોય છે.
 તે નાની અને મોટી બે સાઈઝમાં હોય છે.
 મોટી સાઈઝના ડીપ ફ્રિઝરમાં ૨૦૦ આઈસ પેક એક સાથે થીજવી શકાય છે.
 નાની સાઈઝના ડીપ ફ્રિઝરમાં ૧૦૦ જેટલા આઈસ પેક થીજવી શકાય છે.
 આકસ્મીક સંજોગોમાં ઈલેક્ટ્રીક પાવર જાય તો પણ ૧૮ થી રર કલાક સુધી કામ આપે છે.
 અંદરના ભાગે તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે.
 આઈ.એલ.આર. : આઈસ લેન્ડ રેફ્રિઝરેટર:
 તે પ્રા.આ.કે. કક્ષાએ હોય છે.
 તેમા મોટા જથ્થામાં રસીઓની જાળવણી કરી શકાય છે.
 તેમાં તાપમાન ર સે થી ૮ સે. ની વચ્ચે જાળવી શકાય છે.
 ગુણવતા સભર રસીઓ જાળવવા માટેનું ઉતમ સાધન છે.
 આકસ્મીક સંજોગોમાં ઈલેકટ્રીક પાવર જાય તો ર૪ કલાક કામ આપે છે.
 તેમાં તાપમાન માપવા માટે ડાયલ થર્મોમીટર હોય છે.
 તેમાં રસીઓ રાખવા માટે કેબીનેટ હોય છે.
 રસીઓ ઓગાળવા માટે વપરાતા પ્રવાહીઓ સેશનના ૨૪ કલાક પહેલા મુકવામાં આવે છે.
 રસીઓના બે બોક્સની વચ્ચે જગ્યા રાખવી જોઈએ.
 રસીઓને ટોપ થી બોટમમાં એટલે કે ઉપરથી નીચે આ રીતે આઈ.એલ.આર.માં રાખવી જોઈએ.
 હીપેટાઈટીસ બી પેન્ટાવેલેન્ટ, ડી.ટી.. ટી.ડી. બી.સી.જી. મીઝલ્સ ઓ.પી.વી.
 ડોમેસ્ટીક રેફ્રિઝરેટર:
• આમાં પણ ૪ કલાક સુધી ર સે. થી ૮ સે તાપમાન જાળવી શકાય છે.
• રસીઓની જાળવણી માટે આ હીતાવહ નથી પણ આકસ્મીક સંજોગોમાં ઉપયોગ કરી શકાય.
• ફ્રિઝર કંપાર્ટમેન્ટમાં આઈસ પેક થીજાવી શકાય છે.
• ચીલર કંપાર્ટમેન્ટમાં ઓ.પી.વી.
• પહેલા સેલ્ફમાં બી.સી.જી. અને ટી.ટી.
• બીજા સેલ્ફમાં ડી.પી.ટી. અને ડી.ટી.
• ત્રીજા સેલ્ફમાં હીપેટાઈટીસ બી
• રસીઓના બે બોકસ વચ્ચે જગ્યા રાખવી
• ડાયલ્યુટ પ્રવાહીને સામેની સાઈડે રાખવા
• તાપમાન : મોનીટરીંગ માટે ડાયલ થર્મોમીટર રાખવો
 વેકસીન વાન :
• આ ઈન્સ્યુલેટેડ વાન હોય છે.
• આ વેક્સીનને યોગ્ય તાપમાને હેરવવા ફેરવવામાં મદદ કરે છે.
• વાહનનો પાછળનો ભાગ કોલ્ડ સ્ટોરેજ હોય છે.
• એક સાથે એક જ સમયે ૬ થી ૧૦ લાખ જેટલા રસીઓના ડોઝનો જથ્થો લઈ જઈ શકાય છે.
• એરપોર્ટ થી કોલ્ડ સ્ટોરેજ સુધી રસીઓનો જથ્થો પહોચાડવામાં મદદરૂપ થાય છે.
 કોલ્ડ બોક્સ :
 આ ઈન્સ્યુલેટેડ બોક્સ હોય છે.
 તેનો ઉપયોગ ટ્રાન્સર્પોટેશન અને આકસ્મીક સંજોગોમા રસીઓની જાળવણીમાં થાય છે.
 નીચેની સાઈડમાં આઈસ પેક ગોઠવવામાં આવે છે. અને રસીઓન પ્લાસ્ટીક બેગમાં રાખી
મુકવામાં આવે છે.
 કોલ્ડ બોકસમાં Thermometer રાખવામાં આવે છે.
 આ ઈન્સ્યુલેટેડ બોક્સ હોય છે.
 તેનો ઉપયોગ ટ્રાન્સર્પોટેશન અને આકસ્મીક સંજોગોમા રસીઓની જાળવણીમાં થાય છે.
 નીચેની સાઈડમાં આઈસ પેક ગોઠવવામાં આવે છે. અને રસીઓન પ્લાસ્ટીક બેગમાં રાખી
મુકવામાં આવે છે.
 કોલ્ડ બોકસમાં Thermometer રાખવામાં આવે છે.
 ડીપીટી, ડીટી, ટીટી, હીપેટાઈટીસ - બી, પી.સી.વી. કયારે આઈસ પેકના સીધા સંપર્કમાં આવે તે
રીતે મુકવી નહી.
 કોલ્ડબોક્સ પર કયારે વજન મુકવું નહી.
 કોલ્ડ બોક્સ બીન જરૂરી ખોલ બંધ કરવું નહી.
 વેકસીન કેરીઅર :
 આ એક પેટી જેવું સાધન છે.
 આમાં ચાર આઈસ પેક રાખવામાં આવે છે.
 વેકસીન કેરીઅર :
 આ એક પેટી જેવું સાધન છે.
 આમાં ચાર આઈસ પેક રાખવામાં આવે છે.
 આમાં રસીઓને ર સે.થી ૮ સે. સુધી જો ખોલવામાં ન આવે તો ૧૨ કલાક સુધી જાળવી
શકાય છે.
 ચારે બાજુ ચાર આઈસ પેક મુકી વચ્ચે પ્લાસ્ટીક બેગમાં વૈકસીન રાખવામાં આવે છે.
 આમાં ૧૬ થી ૨૦ વાયલ જેટલુ વેકસીન રાખી શકાય છે.
 કયારેય ઉપર બેસવું નહી.
 હમેશા સૂર્યપ્રકાશથી દુર અને છાયા વાળી જગ્યાએ રાખવું
 સેશન પૂર્ણ થયા બાદ વધેલુ વેકસીન આઈ.એલ.આર.માં પાછુ મુકવું.
 કયારેય ખોલવા માટે તીક્ષ્ણ હથીયારનો ઉપયોગ કરવો નહી.
 બે આઈસ પેક સાથે કયારેય વાપરવું નહી.
 આઈસ પેક :
 આ પ્લાસ્ટીક કંટેનર છે.
 આમાં પાણી ભરવામાં આવે છે.
 આને ડીપ ફ્રિઝ માં થીજવવામાં આવે છે.
 આઈસ પેક ડીપ ફ્રિઝ માં મુકતા પહેલા બહારની સપાટીનું પાણી બરાબર સાફ કરવું.
 આઈસ પેક કયારેય પાણી થી પુરેપુરા ભરવા નહી.
 તુટેલા આઈસ પેક યારેય મુકવા નહી.
 બે આઈસ પેકની વચ્ચે જગ્યા રાખવી.
 આઈસ પેકનું ઢાકણું ચુસ્ત બંધ કરવું.
 થર્મોમીટર :
 દરેક કોલ્ડ ચેઈન સાધનમાં જયાં વાપરી શકાય તેમ હોય ત્યાં થર્મોમીટરનો ઉપયોગ કરવો .
 થર્મોમીટરને મધ્ય ભાગમાં ઉભુ રહે તે રીતે રાખવું.
 જો ડાયલ થર્મોમીટર હોય તો ફીઝમાં અંદરના ઉપરના ભાગે રાખવું.
 દરરોજ સવાર અને સાંજ બે સમય તાપમાન માપીને નોંધ કરવી.
 જો થર્મોમીટર ભાંગી જાય કે કામ ન આપે તો તુરત જ બદલી નાખો .
Immunization
Schedule
06
રસીઓ કયારે આપવી ? ડોઝ ૩૮
કઈ જગ્યાએ
અપાય ?
સગર્ભા માતા
ટી.ડી. - ૧ સગર્ભાવસ્થાની જાણ થાય તુરત જ 0.5 ml i/m અપર આર્મ
ટી.ડી.-ર એક મહીના બાદ 0.5ml i/m "
ટી.ડી. બૂસ્ટર
આગળની સુવાવડમાં બે ડોઝ લીધા હોય અને
૩ વર્ષમાં ફરી સગર્ભાવસ્થા ધારણ કરે તો
0.5ml i/m "
ઈન્ફન્ટ માટે
બી.સી.જી. જન્મ સમયે વહેલાસર
૦.૦૫ એમ.એલ ૧ માસ નુ થાય ત્યાંસુધી
૦.૧ ml ત્યારબાદ
i/d
ડાબા
હાથમાં
હીપેટાઈટીસ
બી
જન્મના ર૪ કલાકમાં 0.5 ml i/m થાઈ પર
ઓ.પી.વી.-૦
જન્મ સમયે વહેલાસર કે ૧૫ દિવસ
ની અંદર
2 drops oral મો દ્રારા
ઓ.પી.વી
૧,૨,૩
દોઢ, અઢી અને સાડા ત્રણ માસે 2 drops oral મો દ્રારા
રોટા વાયરસ દોઢ, અઢી અને સાડા ત્રણ માસે 2.5 ml oral મો દ્રારા
પેન્ટાવેલેન્ટ
૧,૨,૩
દોઢ, અઢી અને સાડા ત્રણ માસે 0.5 ml i/m થાઈ પર
આઈ.પી.વી. દોઢ, અને સાડા ત્રણ માસે 0.1 ml i/d હાથ પર
ન્યુમોકોકલ (પીસીવી) દોઢ અને સાડા ત્રણ માસે અને નવ માસે 0.5ml i/m જમણા પગ પર
મીઝલ્સ નવ થી ૧૨ માસે (પાંચ વર્ષ સુધીમાં આપી શકાય) 0.5ml s/c જમણા હાથમાં
વિટામીન -એ (પ્રથમ ડોઝ) નવમાં મહીને મીઝલ્સ સાથે 1ml (1 Lakh IU) oral મો દ્વારા
બાળક માટે
ડીપીટીબુસ્ટર સોળ થી ચોવીસ માસે 0.5ml i/m થાઈમાં
ઓ.પી.વી.બુસ્ટર સોળ થી ચોવીસ માસે 2 drops oral મો દ્વારા
જાપાનીઝ એનકેફેલાટીસ સોળ થી ચોવીસ માસે 0.5ml s/c ડાબા હાથમાં
વિટામીન - એ
દર છ મહીને પાંચ વર્ષ સુધીમાં કુલ ૯ ડોઝ (ટોટલ ૧૭
લાખ આઈ.યુ.)
2ml (2lakh
iu)
oral મો દ્વારા
ડી.પી.ટી.બુસ્ટર પાંચ થી છ વર્ષે 0.5ml i/m હાથ પર
ટીટી ૧૦વર્ષે અને ૧૬ વર્ષે 0.5ml i/m હાથ પર
IPV અને OPV નો તફાવત
IPV OPV
1 મૃત રસી છે. 1 જીવંતરસી છે.
2 તે સ્નાયુમાં આપવામાં આવે છે. 2 તે મ્હો દ્વારા આપવામાં આવે છે.
3 આ રસી મોંધી છે. 3 આ રસી સસ્તી છે.
4 એપીડેમીક વખતેIPV નો ઉપયોગ કરવામાં આવતો નથી 4 એપીડેમીક વખતેOPV નો ઉપયોગ કરવામાં આવે છે.
5 બુસ્ટર ડોઝ આપવામાં આવતો નથી. 5 બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.
6
IPVનો એક ડૉઝ ૧૪માં અઠવાડિયે આપવાનું નક્કી કરવામાં
આવ્યું છે.
6 બાયવેલેન્ટ OPV નો કુલ પાંચ ડોઝ આપવામાં આવે છે.
7 પૂર્ણ સ્વરૂપ ઈનએકક્ટવેટેડ પોલિયો વેકસીન 7 પૂર્ણ સ્વરૂપ ઓરલ પોલિયો વેકસીન
અગત્યના મુદ્દા :
1) જાપાનીઝ અન્કેફેલાઈટીસ એપીડેમીક ડીસ્ટ્રીકટમાં જ આપવામાં આવે છે. દરેક
જીલ્લામાં તેનો સમાવેશ થતું નથી.
2) વિટામીન એ ના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો ૧૨૦ દિવસનો ગાળો રાખવો.
3) રસીઓના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછા એક માસનો ગાળો રાખવો.
4) બી.સી.જી. અને ૦ ડોઝ પોલીયો રસી જન્માં ૧૫ દિવસની અંદર જ આપવી,
ન અપાયતો દોઢ માસે પેન્ટાવેલેન્ટ ની સાથે આપવું.
5) જો આઈ.પી.વી. માત્ર સાડા ત્રણ માસે આપવામાં આવેતો તેમને ૦.૫
એમ.એલ. ઈન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે.
6) સગર્ભા માતાને પ્રેગનન્સી પ્લાન કરતા પહેલા રૂબેલા વેકસીન આપવામાં આવે
છે.
Detail Information
Of Vaccine
07
 ઈન્ફન્ટમાં થાઈ(જાંઘ) પર ઈન્જેકશન....
 કક્વાડ્રીસેપ્સ મસલ્સમાં આપવામાં આવે છે.
 કવાડ્રીસેપ્સ મસલ્સમાં ઈન્જેક્શન આપતી વખતે તમારા હાથ વડે થાઈના બહારના
ભાગના મસલ્સને પકડો.
 આંગળી અને અંગુઠા વચ્ચે V વી સેઈપ બનાવો અને તેની બરાબર વચ્ચ ઈન્જેકશન
આપવુ. આ સાચી જગ્યા છે.
 કક્વાડ્રીસેપ્સ મસલ્સમાં ઈન્જેક્શન આપતી વખતે સાયેટીક નર્વને ઈજા ન થાય તે
જોવુ.
 બાળકને માતાના ખોળામાં સારી રીતે બેઠેલી સ્થિતિમાં ઈન્જેકશન આપવુ.
 Intra Muscular Injection ઈન્ટ્રામસ્કયુલર ઈન્જેક્શન:
 સીરીજ અને નીડલ દ્વારા મસલ્સમાં મેડીસીન દાખલ કરવાની રીતને
ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેકશન કહેવાય છે.
 ઈન્ટ્રામસ્કયુલર ઈન્જેક્શન.......
 હાથના ડેલ્ટાઈટ મસલ્સમાં અપાય છે.
 બટક્સ(થાપા)માં ગ્લુટીયલ મસલ્સમાં અપાય છે.
 બાળકોને થાઈ (જાંઘ) પર કવાડ્રીસેપ્સ મસલ્સમાં અપાય છે.
 Objectives હેતુઓ :
 દવાઓ ઈરીટન્ટ હોય ત્યારે
 પેશન્ટ માં વાટે દવા ન લઈ શકે ત્યારે
 પેશન્ટ દવા ગળી શકતું ન હોય ત્યારે
 મોમાં કાઈ સર્જરી કરેલ હોય ત્યારે
 બેભાન દર્દી હોય ત્યારે
 લોકલ એનેસ્થેસીયા આપવા
 દવાઓની અસર લાંબો સમય રાખવા માટે
 ઓઈલી દવાઓ આપવા માટે
 Articles આર્ટીકલ્સ:
 સ્ટરાઈલ ટ્રે વીથ કવર
 ડિસ્પોઝેબલ સીરીજ-નીડલ યોગ્ય સાઈઝના
 સ્પીરીટ સ્વોબ
 ડીસેકટીંગ ફોસેપ્સ
 નાની કીડની ટ્રે
 પેપર બેગ
 એમ્બ્યુલ કે વાયલ
 વોટર ફોર ઈન્જેકશન ડીસોલ્વ કરવા
 ફાઈલ
 લોશન બોટલમાં ચીતલ ફોર્સેપ્સ
 કેશ પેપર
 મેડીસીન ચાર્ટ
 Procedure પ્રોસીઝર :
 ટ્રે તૈયાર કરી પેશન્ટ પાસે લઈ જવી
 પેશન્ટને પ્રોસીઝર અંગેની જાણ કરવી.
 પેશન્ટને સાયકોલાંજીકલ સપોર્ટ આપવો
 બરાબર હેન્ડ વોશીંગ કરવા
 જરૂર જણાય તો પડદો લગાવવો.
 ડો. ઓર્ડર વાંચવા
 ફાઈવ આર ચેક કરવા
 જો વાયલ હોય તો વાયલના ઉપરના ભાગને સ્પીરીટ સ્વોબ વડે સાફ કરવો.
 ઉપરનું સીલ દુર કરવુ.
 વોટર ફોર ઈન્જેક્શન એમ્યુલને ફાઈલ વડે કાપો.
 સીરીજમા મોટી નીડલ (૧૮,૧૯,૨૦,૨૧) લગાવી.
 નીડલને બરાબર સીરીજ પર લગાવો
 નીડલ પર ક્યારે સ્વોબ ફેરવવુ નહીં કે હાથ ન અડાડવો.
 જરૂર જણાય તેટલુ જ ડીસ્ટીલ વોટર ભરવુ અને વાયલમાં દાખલ કરવું.
 કથારેય એર દાખલ કરવી નહી.
 વાયલને બરાબર હલાવવો ફરી સીરીજમાં દવા ભરો.
 નીડલને ડીસેકટીંગ ફોર્સેપ્સ વડે દુર કરી નાની નીડલ લગાવો.
 સીરીજ પરથી એડપ્ટર દુર કરવું નહી.
 પેશન્ટને પોઝીશન આપવી.
 સ્પીરીટ સ્વોબ વડે જેતે ભાગને બરાબર સાફ કરો.
 સ્પીરીટને સુકાઈ જવા દેવું.
 નીડલ પરનું એડપ્ટર દુર કરવુ. આંખના લેવલે સીરીજ રાખી એર દુર કરવી.
 અગાઉ શીખ્યા તે મુજબ V (વી) સેઈપ બનાવી 90ના ખુણે નીડલને મસલ્સમાં
ડીપમાં દાખલ કરવી.
 નીડલ પ્રીક કર્યા બાદ વીથ ડ્રો કરવુ.બ્લડ વેસલ્સમાં નીડલ નથીને તે ચેક કરવું.
 ધીમે ધીમે દવાને દાખલ કરવી અને દવા દાખલ થઈ ગયા બાદ એ જ ખુણે નીડલને
પાછી ખેંચવી.
 પાછી ખેંચતી વખતે તેની પર સ્પીરીટ સ્વોબ રાખવો. મસાજ કરવો નહી.
 યોગ્ય પોઝીશન આપવી.
 નીડલ સીરીજને હબ કટર વડે કાપીને ૩% બ્લીચીંગ પાવડરમાં બોળી દેવી.
 બરાબર હેન્ડ વોસીંગ કરવું.
 રીએશન માટે વોચ કરવુ.
 કેવા સંજોગોમાં ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેક્શન ન આપી શકાય ?
 હીમોફીલીયા જેવી કંડીશનમાં
 પેરાલાયસીસ જેવી કંડીશનમાં
 અમુક ઈન્જે.ડીસોલ્વ કરીને બાય માઉથ આપવામાં આવે છે. (દાત. લેકટીસીન)
 અમુક પ્રકારના સ્કીનના ઈન્ફેક્શન હોય ત્યારે